ઑફિસમાં ચોરી-છુપી રોમેન્સ કરે છે કર્મચારી, કહેવાથી લાગે છે ભય: સર્વે

News18 Gujarati
Updated: July 1, 2019, 4:15 PM IST
ઑફિસમાં ચોરી-છુપી રોમેન્સ કરે છે કર્મચારી, કહેવાથી લાગે છે ભય: સર્વે
તાજેતરમાં જ કરવામાં આવેલ એક સર્વે મુજબ, ઓફિસમાં 25% કર્મચારીઓના પોતાના સહકર્મીઓ સાથે રોમેન્ટિક સંબંધો હોય છે.

તાજેતરમાં જ કરવામાં આવેલ એક સર્વે મુજબ, ઓફિસમાં 25% કર્મચારીઓના પોતાના સહકર્મીઓ સાથે રોમેન્ટિક સંબંધો હોય છે.

  • Share this:
પ્રેમ પર કોઈ રોકટોક કામ નથી લાગતી. તે ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. મોટા ભાગના લોકો ઑફિસમાં રિલેશનશિપથી બચી જાય છે, પરંતુ પ્રેમ જ્યારે થઈ જાય છે, ત્યારે તેનો અનુભવ પોતેને જ નથી થતો. પ્રેમને ફક્ત એ લોકો જ અનુભવે છે જે તેમાં તલ્લીન હોય, બાકીના લોકો માટે આ માત્ર ઈર્ષ્યા અને ગોસીપનો વિષય હોય છે. ઑફિસમાં થયેલો પ્રેમ વધુ સમય ટકી રહે છે અને મોટાભાગના કિસ્સાઓમાં સાચા પણ હોય છે. તાજેતરમાં જ કરવામાં આવેલ એક સર્વે મુજબ, ઓફિસમાં 25% કર્મચારીઓના પોતાના સહકર્મીઓ સાથે રોમેન્ટિક સંબંધો રહે છે.

ઑફિસમાં ચોરી-છુપી રોમેન્સ કરે છે કર્મચારી, કહેવાથી લાગે છે ભય: સર્વે

કેનેડાના એડીપી કેનેડા સંશોધનકારોએ લગભગ 885 ઓફિસ કર્મચારીઓ પર આ સર્વેક્ષણ કર્યું. તેમાં સૌથી રસપ્રદ વાત સામે એ આવી કે લોકોની ઑફિસમાં છુપાવી-છુપાવીને રોમેન્સ કરવાનું પસંદ કરે છે. 45 ટકા લોકો બાકીના લોકોથી તેમના સંબંધો છુપાવે છે, 27 ટકા કર્મચારીઓ દરેકથી પોતાના સંબંધો છુપાવે છે, જ્યારે 37 ટકા કર્મચારીઓને તેમના HR ને પોતાના રિલેશનશીપ સ્ટેટસનો ખુલાસો નથી કરતા.

તેનાથી આ વાત પણસામે આવી કે કેનેડામાં મોટાભાગના કર્મચારીઓ તેમની સાથે કામ કરતા સહકર્મીઓમાં પ્રેમ અને ભાવનાત્મક સંબંધો શોધે છે. 40 ટકા લોકો નથી ઈચ્છતા કે મેનેજમેન્ટને તેમના અફેર વિશે ખબર પડે. તેમાં સામેલ છે 49 ટકા લોકોએ જણાવ્યું છે કે ઓફિસમાં રિલેશનશીપ માટે કોઈ પોલિસી નથી, તેથી તે પોતાનો સંબંધ કોઈની સામે જાહેર કરવા નથી ઈચ્છતા.

31 ટકા લોકોએ એ પણ સ્વીકાર્યું કે તે ઑફિસમાં કોઈની સાથે રિલેશનશીપમાં પડવા નથી ઈચ્છતા. કારણ કે તેઓ માને છે કે તેનાથી તેમની નોકરીનું જોખમ રહે છે.
First published: July 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading