Home /News /lifestyle /Infertility: ભારતમાં દર 7માંથી 1 કપલ ઇનફર્ટિલિટીથી પરેશાન, આ આદતોમાં આજે જ કરો બદલાવ નહીંતર...
Infertility: ભારતમાં દર 7માંથી 1 કપલ ઇનફર્ટિલિટીથી પરેશાન, આ આદતોમાં આજે જ કરો બદલાવ નહીંતર...
ફાઇલ ફોટો
ભારતમાં લગભગ 10થી14 ટકા કપલ ઇનફર્ટિલિટીની સમસ્યાથી પરેશાન છે. મેટ્રોપોલિટન સિટીમાં તેનો દર વઘારે છે. જ્યાં દર 6 કપલમાંથી 1 કપલ ઇનફર્ટિલિટીની સમસ્યાથી પ્રભાવિત છે.
ઈન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્શન (ISAR) મુજબ, વંધ્યત્વ સ્ત્રી અને પુરૂષ બંનેને અસર કરી શકે છે અને ભારતમાં હાલ 10-14% યુગલોને પણ અસર કરે છે. જો તમે એક વર્ષથી કુદરતી રીતે ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજુ પણ ગર્ભ ધારણ કરવામાં અસમર્થ છો, તો તબીબી સહાય લેવી ફરજિયાત છે. કારણ કે એવા ઘણા પરિબળો છે જેના કારણે તમે ગર્ભવતી નથી થઈ શકતા. તેમાંથી ઘણા ફેક્ટર એવા પણ છે જે તબીબી ઉપાય અથવા લાઇફસ્ટાઈલમાં પરિવર્તનથી ઉલટાવી શકાય છે.
હજુ પણ ઘણા લોકો વંધ્યત્વના મુદ્દાઓ અને IVF કેવી રીતે કામ કરે છે તે સમજી શકતા નથી. નોંધનીય છે કે IVF સામાન્ય રીતે વંધ્યત્વ માટે એકમાત્ર સારવાર વિકલ્પ નથી. આ એવા દંપતીઓ માટે છે જેમણે થોડા સમય માટે કુદરતી રીતે ગર્ભવતી થવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે અસફળ રહ્યા છે. આ યુગલોએ તબીબી, આનુવંશિક, જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ વગેરેનો સામનો કરી શકે છે. ડોકટરોના મતે, પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી અને સ્ત્રીઓમાં ઓછા એગ રિઝર્વ હાલમાં ઘણું પ્રચલિત છે. આ પાછળનું સૌથી મોટું કારણ છે બેઠાડુ જીવનશૈલી, પર્યાવરણીય પરિસ્થિતિઓ, ડ્રગ્સનું વ્યસન, આલ્કોહોલ અને ધૂમ્રપાન સાથે અન્ય વસ્તુઓનું સેવન. આ સિવાય મોટાભાગના લોકો PCOD, ડાયાબિટીસ અને થાઈરોઈડ સહિતની બીમારીઓથી પીડિત છે, જે પ્રજનન ક્ષમતાને અસર કરે છે.
લોકો ઘણીવાર વંધ્યત્વને સ્ત્રીની સ્થિતિ તરીકે જુએ છે, પરંતુ જણાવી દઈએ કે 20% વંધ્યત્વ સ્ત્રી અને પુરૂષ બંનેને કારણે થાય છે, 40% પુરુષ પરિબળો અને 40% સ્ત્રી પરિબળો દ્વારા થાય છે. ચાલો જાણીએ કે સ્ત્રીઓમાં વંધ્યત્વ અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાનું કારણ શું છે.