Home /News /lifestyle /

World Tourism Day 2021: આ છે ભારતમાં જોવાલાયક ટોપ 10 સ્થળો

World Tourism Day 2021: આ છે ભારતમાં જોવાલાયક ટોપ 10 સ્થળો

જયપુરમાં હવા મહેલની સાથોસાથ સિટી પેલેસ, અંબર ફોર્ટ અને જંતર-મંતર મુખ્ય જોવાલાયક સ્થળો છે. (તસવીર- Shutterstock)

World Tourism Day 2021: ભારતના સૌથી લોકપ્રિય જોવાલાયક સ્થળોમાં ગુજરાતમાં કયું સ્થળ છે સામેલ? જાણો સમગ્ર યાદી

World Tourism Day 2021: આજે વિશ્વ પ્રર્યટન દિવસ (World Tourism Day) તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક સ્મારકોથી (Historic Monuments) લઈને દરિયા કિનારાઓ (Beaches) સુધી સ્થાપત્યોથી લઈને પ્રકૃતિના વૈભવ સુધી જોવા અને ફરવાલાયક એવા ઘણા સ્થળો છે, જે તેમને જોવાની ઉત્સુકતા વધારે છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ ભારત (India) પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પોતાની આગવી વિવિધતાઓની સાથે ભારત અનેક રંગોમા રંગાયેલો છે અને Tourism (ટુરીઝમ) આ રંગોમાં રંગાઈ જવાનો એક રસ્તો છે. ભારતમાં જોવાલાયક સ્થળોની (India Top 10 Tourist Spots) યાદી આમ તો ઘણી લાંબી છે, પણ આજે આપણે કેટલાક એવા સ્થળોની વાત કરીશું જેની ખ્યાતના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે અને જ્યાં ફરવા માટે વિદેશથી પણ લોકો આવે છે .

1. કાશ્મીર (Kashmir)

કાશ્મીર તેના ભવ્ય કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે, આ વાત પરથી તમે કાશ્મીરની સુંદરતાનો અંદાજ લગાવી શકો છો. કાશ્મીર હિમાલય અને પીર-પંજાલની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. અહીં આહ્લાદક સરોવરો, ફળોના સુંદર બગીચાઓ, ઘાસના વિશાળ મેદાનો અને પાઈનના મોટા મોટા વૃક્ષો કોઈના પણ મનને મોહી લેવા માટે પૂરતા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે કાશ્મીર એક પરફેક્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન છે, સાથે જ પરિવાર સાથે વેકેશન માણવા મોટે પણ કાશ્મીર એક પરફેક્ટ ઓપ્શન છે .

2. શિમલા, હિમાચલ પ્રદેશ (Shimla, Himachal Pradesh)

હિમાચલ પ્રદેશની રાજધાની અને ભારતનું સૌથી પ્રખ્યાત હીલસ્ટેશન એટલે શિમલા. શહેરની સધ્યમાં આવેલુ ટાઉન અને અહીંના ખુબસુરત દ્રશ્યો લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે . વાઈસરેગલ લોજ, ક્રાઇસ્ટ ચર્ચ અને ગોર્ટન કેસલ શિમલાના ભવ્ય વારસાને દર્શાવતા સ્થળો છે, જેની અચુક મુલાકાત કરવી જ રહી. અહીંના નાના રસ્તાઓ સમગ્ર શિયાળા દરમ્યાન બરફથી ઘેરાયેલા રહે છે .

3. લેહ (Leh, Ladakh)

લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સ્થિત લેહ જમ્મુ કાશ્મિરના પુર્વીય ભાગમાં આવેલો છે. લદ્દાખ તેના સુંદર તળાવ, બર્ફિલા પહાડ, હીમનદીઓ, ઠંડા પવનો અને રેતીના ઉંચા ટેકરાઓ માટે ખુબ પ્રખ્યાત છે. પેંગોંગ તળાવ, ત્સો મોરીરી તળાવ અને લેહ પેલેસ આ વિસ્તારમાં સૌથી જાણીતા સ્થળો છે. પ્રવાસીઓ અહીં રીવર રાફ્ટીંગથી લઈને પર્વતારોહણ અને ટ્રેકિંગ સુધીની ઘણી પ્રવૃત્તિઓની મજા માણતા હોય છે. ટુરીઝમમાં આટલી નામના અને અઢળક કુદરતી સૌંદર્યથી લદ્દાખ ટુરીઝમ ક્ષેત્રે પ્રખ્યાત છે.

4. ગંગટોક (Gangtok, Sikkim)

સિક્કીમ સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંનું એક અદભૂત અને નયનરમ્ય સ્થળ એટલે ગંગટોક. કંચનજંઘા શિખરના સુંદર દૃશ્યો, સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ રંગો અહીની મુખ્ય વિશિષ્ટતાઓ છે. ગંગટોકનો અર્થ થાય છે હીલટોપ. ગંગટોકની ગણતરી દેશના સૌથી મનોરમ્ય હીલસ્ટેશનમાં થાય છે .

5. મુન્નાર (Munnar, Kerala)

ગગનચુંબી પર્વતો અને સુંદર ચાના ખેતરો ધરાવતુ મુન્નાર દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનુ એક છે. શાંત સરોવરો, મોટા ડેમ અને લહેરાતા જંગલો જાણે મુન્નારની આકર્ષકતામાં અનેક ગણો વધારો કરે છે. આ આકર્ષક હાઇલેન્ડ સ્ટેશન, મેટુપેટ્ટી, પેરીઆવરુ અને નલ્લાથન્ની નદીના ત્રિકોણ પર સ્થિત છે. દરેક રીતે મુન્નાર પ્રકૃતીની એક અદભુત ચિત્રકારી સમાન છે, જે જોનારની નજરોમાં વસી જાય છે .

6. વારાણસી, ઉત્તરપ્રદેશ (Varanasi, Uttar Pradesh)

વારાણસી દેશનું સૌથી પવિત્ર અને ધાર્મિક કહેવાતુ શહેર છે, જેની મુલાકાત લીધા વિના ભારતનો પ્રવાસ અધુરો છે. વારાણસીનું હિંદુ ધર્મ માટે એક આગવું મહત્વ છે. હિંદુ ધર્મમાં પવિત્ર માનલામા આવતી ગંગાનદીના કિનારે વસેલા શહેર વારાણસીને 5000 વર્ષથી પણ જૂનું માનવામા આવે છે. પવિત્ર ઘાટ, મંદિરો અને પૂજા-પાઠ માટે પ્રખ્યાત વારાણસી આધ્યાત્મિક પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે .

7. કચ્છનું રણ, ગુજરાત (Runn of Kutch, Gujarat)

કચ્છનું રણ જાણે ગુજરાતનું ગૌરવ છે. કચ્છનું સફેદ રણ 7500 ચો.કિમીમાં ફેલાયેલું છે. ગુજરાતમાં આવેલ કચ્છનું રણ પોતોના જેવું ભારતમાં એક માત્ર રણ છે. ભારતમાં કચ્છના સફેદ રણને જોવાલાયક પ્રવાસન સ્થળોમાં સૌથી શ્રેષે માનવામાં આવે છે .

આ પણ વાંચો, વરસાદ પછી ગુજરાતની આ જગ્યાઓ બની જાય છે સ્વર્ગ જેવી સુંદર, તમે પણ માણી લો મઝા

8.જેસલમેર, રાજસ્થાન (Jaisalmer, Rajasthan)

ગોલ્ડન સેન્ડની ભૂમી તરીકે ઓળખાતુ જેસલમેર રાજસ્થાનમાં આવેલા પ્રવાસન સ્થળોમાંથી એક ઉત્તમ સ્થળ છે. જેસલમાર તેના સમૃદ્ધ ઇતિહાસ અને બહાદુર રાજપૂત રાજાઓની દંતકથાઓ માટે પ્રખ્યાત છે. વિશાળ થાર રણ અહીં પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહીં આવેલા જેસલમેર ફોર્ટ, ભવ્ય સોનાર કિલ્લો, હવેલીઓ અને ઉત્કૃષ્ટ ભોજન અને રણમાં સફારીની સાથે રીતરિવાજો અને વારસાનો પુરતો સ્વાદ પ્રવાસીઓને મળે છે.

9. જયપુર, રાજસ્થાન (Jaipur, Rajasthan)

ભારતના ગુલાબી શહેર એટલેકે પિંક સીટી તરીકે ઓળખાતુ શહેર જયપુર પ્રવાસન સાથે જ અભ્યાસ માટે પણ મહત્વનું શહેર માનવામા આવે છે. હવા મહેલ, જંતર મંતર, સીટી પેલેસ અને આમ્બેર ફોર્ટ અહીંના મુખ્ય આકર્ષણો છે. એવા ગણ્યાગાંઠ્યા જ શહેર છે, જેણે પોતાના ભવ્ય વારસાને જાળવી રાખ્યો હોય, જે આજે પણ તેની સંસ્કૃતીની છબી પ્રદર્શિત કરતું હોય અને જયપુર તેમાનું એક શહેર છે. જો તમે પણ શાહી વારસા, ઇતિહાસ અને સ્થાપત્યનો અનુભવ કરવા માંગતા હો તો અંબર ફોર્ટ ખાતે અમિતાભ બચ્ચનના અવાજમાં સાઉન્ડ એન્ડ લાઇટ શોની મુલાકાત ચોક્કસથી કરવી જ રહી .

આ પણ વાંચો, રજાઓ ગાળવા વિદેશ જવું છે? ભારતીય પ્રવાસીઓ માટે UAE, શ્રીલંકા સહિતના આ 10 દેશે ખોલી સરહદ

10. મૈસુર, કર્ણાટક (Mysore, Karnataka)

ગાર્ડન સિટી, આઇવરી સિટી, સિટી ઓફ યોગા અને સિટી ઓફ પેલેસ તરીકે ઓળખાતુ મૈસુર એક અદુભુત અને મહત્વનું પ્રવાસન સ્થળ છે. વર્ષ 1399થી 1947સુધી આ મૈસુર કિંગડમની રાજધાની પણ રહી ચૂક્યું છે . મૈસુર પેલેસ જે અંબા વિલાસ પેલેસ તરીકે પણ ઓળખાય છે, તે દેશનું સૌથી વધુ જોવાતુ ઐતિહાસિક સ્થાપત્ય છે. ભૂતકાળના ભવ્ય સ્થાપત્યો અને સંસ્કૃતિની ઝલક હજુ પણ અહીં જોવા મળે છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Kutch, Tourism, World Tourism Day, કાશ્મીર, ગુજરાત, ભારત

આગામી સમાચાર