Home /News /lifestyle /

આ રીતે સુવર્ણ મંદિરને આતંકવાદીઓના કબ્જામાંથી ભારતીય સેનાએ છોડાવ્યું હતું, ઠાર કર્યો હતો આતંકી ભિંડરાવાલેને

આ રીતે સુવર્ણ મંદિરને આતંકવાદીઓના કબ્જામાંથી ભારતીય સેનાએ છોડાવ્યું હતું, ઠાર કર્યો હતો આતંકી ભિંડરાવાલેને

કઈક આ રીતે આ રીતે સુવર્ણ મંદિરને આતંકવાદીઓના કબ્જામાંથી ભારતીય સેનાએ છોડાવ્યું હતું

Operation Blue star: આ મૂવમેન્ટના ભાગરૂપે ઉગ્રવાદી નેતા ઇચ્છતો હતો કે ભારત સરકાર આનંદપુર ઠરાવ પસાર કરે અને શીખો માટે ખલિસ્તાનનું નામનું અલગ રાજ્ય બનાવે. ભિંડરાંવાલેને આ ચળવળ માટે વિવિધ સંગઠનો પાસેથી ટેકો મળ્યો હતો અને પંજાબ આતંકવાદની આગમાં સળગી ઉઠ્યું હતું.

વધુ જુઓ ...
    1984માં આજના જ દિવસે ભારતીય સેનાએ પોતાના ઓપરેશન બ્લૂ સ્ટારના (Operation Blue star) ભાગરૂપે સુવર્ણ મંદિર કોમ્પ્લેક્ષ (Golden Temple Complex)માં હુમલો કર્યો હતો. જરનૈલસિંહ ભિંડરાંવાલા (Jarnail Singh Bhindranwale) અને અન્ય સશસ્ત્ર આતંકવાદીઓ કે જેઓ મંદિરમાં છુપાલેયા હતા, તેને બહાર કાઢવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ લશ્કરી કાર્યવાહીમાં ભિંડરાંવાલે અને તેમના સાથીઓ માર્યા ગયા હતા. તો ઘણા નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભિંડરાવાલે ખલિસ્તાન મૂવમેન્ટમાં સૌથી આગળ હતો. જેણે 1980ના દાયકામાં લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

    આ મૂવમેન્ટના ભાગરૂપે ઉગ્રવાદી નેતા ઇચ્છતો હતો કે ભારત સરકાર આનંદપુર ઠરાવ પસાર કરે અને શીખો માટે ખલિસ્તાનનું નામનું અલગ રાજ્ય બનાવે. ભિંડરાંવાલેને આ ચળવળ માટે વિવિધ સંગઠનો પાસેથી ટેકો મળ્યો હતો અને પંજાબ આતંકવાદની આગમાં સળગી ઉઠ્યું હતું. 1983માં ભિંડરાંવાલે અને કેટલાક સશસ્ત્ર આતંકવાદીઓ સુવર્ણ મંદિર એટલે કે હરમંદિર સાહિબ સંકુલમાં પ્રવેશ્યા હતા અને તેની અંદર પોતાનો કબજો જમાવી લીધો હતો.

    આ પણ વાંચો: World Pest Day: જાણો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ જંતુ દિવસ ? જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને હેતુ

    હથિયારો સાથે મંદિરમાં ઘૂસ્યા આતંકવાદીઓ


    મશીનગન અને આરપીજી (રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર્સ) સહિતના અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓએ મંદિર પર કબજો જમાવ્યો હતો. આ ઘટના બાદ ભારત સરકારને ઓપરેશન બ્લૂ સ્ટાર શરૂ કરવાની અને સુવર્ણ મંદિર પર ફરી શાંતિ અને ધર્મની સ્થાપના કરવા માટે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

    મંદિરને ખાલી કરાવવા માટે ભારતીય સેનાએ સુવર્ણ મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ ઓપરેશનમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી હતી. આ દરમિયાન સેનાએ ભિંડરાંવાલા અને તેના સાથી આતંકવાદીઓને મંદિરના પરીસરમાં ઠાર માર્યા હતા. આ યુદ્ધ બાદ કેટલાક આતંકવાદીઓએ આત્મસમર્પણ પણ કરી દીધું હતું.

    આ પણ વાંચો: Health Tips: આ 5 ફળોને ફ્રીજમાં રાખવાથી તમામ પૌષ્ટિક તત્વો પામે છે નાશ, જાણો કયા છે આ ફળ ?

    આ કાર્યવાહીમાં લગભગ 250 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ભારતીય સેનાને પણ જાનહાનિનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં ઘણા સૈનિકો અને અધિકારીઓ શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. તેમાં સેનાના 4 ઓફિસર સહિત 83 જવાનો શહીદ થયા હતા. આ સત્તાવાર આંકડો છે. જો કે બિનસત્તાવાર ખબરોમાં કહેવાય છે કે આમાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા. ઓપરેશન બ્લુ સ્ટારમાં 492 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર