Home /News /lifestyle /

OMG: અહીં સોના કરતાં પણ મોંઘા છે Condom, એક iphone બરાબર પેકેટની કિંમત, છતાં કોન્ડોમ ખરીદવા લાગે છે લાઈન

OMG: અહીં સોના કરતાં પણ મોંઘા છે Condom, એક iphone બરાબર પેકેટની કિંમત, છતાં કોન્ડોમ ખરીદવા લાગે છે લાઈન

એક iphone બરાબર પેકેટની કિંમત, છતાં કોન્ડોમ ખરીદવા લાગે છે લાઈન

Highest Condoms price: મેડિકલ ક્ષેત્રમાં સારી પ્રગતિના કારણે ગર્ભાવસ્થાને રોકવા (Prevent pregnancies)ના ઘણા રસ્તાઓ છે. ભારતમાં કોન્ડોમ (Condoms) થી લઈને ગર્ભનિરોધક ગોળી (Contraceptive pills)ઓ છૂટથી મળે છે અને તે કફાયતી પણ છે. જોકે, અમુક જગ્યામાં ગર્ભનિરોધક લકઝરી વસ્તુ સમાન છે.

વધુ જુઓ ...
    Expensive Condom Packet: મેડિકલ ક્ષેત્રમાં સારી પ્રગતિના કારણે ગર્ભાવસ્થાને રોકવા (Prevent pregnancies)ના ઘણા રસ્તાઓ છે. ભારતમાં કોન્ડોમ (Condoms) થી લઈને ગર્ભનિરોધક ગોળી (Contraceptive pills)ઓ છૂટથી મળે છે અને તે કફાયતી પણ છે. જોકે, અમુક દેશમાં ગર્ભનિરોધક લકઝરી વસ્તુ સમાન છે. દક્ષિણ અમેરિકા ખંડના વેનેઝુએલા દેશમાં કોન્ડોમનું પેકેટ અધધધ.. 60,000 રૂપિયાથી વધુ કિંમત (Condoms price in Venezuela)નું મળતું હોવાનું જાણવા મળે છે. આ કિંમતમાં તો ભારતમાં એક સારો iPhone પણ મળી શકે છે.  વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નાગરિકો બે ટંક ખાવા પીવા માટે પણ મુશ્કેલીનો સામનો કરે છે. અહીંના લોકોને દરરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે લોકો શારીરિક સંબંધ બાંધતા પહેલા પણ હજાર વાર વિચારી રહ્યા છે.

    શા માટે ગર્ભનિરોધકના ભાવ આસમાને પહોંચ્યા?

    વેનેઝુએલામાં ગર્ભપાત ગેરકાયદે છે. જેથી અહીં ગર્ભનિરોધકની પદ્ધતિઓના ભાવ આસમાને છે. કોન્ડોમના પેકેટ માટે વેનેઝુએલામાં લોકો 60,000 રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી ઊંચી કિંમત હોવા છતાં લોકો દુકાનની બહાર કોન્ડોમ ખરીદવા માટે લાઈનો લગાવે છે. બીજી તરફ ગર્ભનિરોધક ગોળીઓની કિંમતો પણ એટલી જ આસમાને છે.

    આ પણ વાંચો: Optical Illusion: આ ફોટામાં શ્વાન તો દરેકને દેખાય છે, જો તમને બિલાડી મળે તો તમે હોશિયાર!

    કાળા બજારોમાં પણ આ કોન્ડોમ અને ગર્ભનિરોધકોની કિંમતો વધારે છે. કિંમતો વાસ્તવિક કિંમતો કરતા બમણા અથવા ત્રણ ગણી વધુ છે. યુએનના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2015 અનુસાર, વેનેઝુએલા લેટિન અમેરિકામાં ટીનએજ પ્રેગનન્સીનો સૌથી ઊંચો દર ધરાવતો દેશ છે.

    ગર્ભપાત કરતા પકડાય તો કડક સજાની જોગવાઈ

    વેનેઝુએલામાં ગર્ભપાતના નિયમો ખૂબ જ કડક છે. જો કોઈ ગર્ભપાત કરતા પકડાય તો કડક સજા કરવામાં આવે છે. સ્થાનિક બ્રાન્ડની ગર્ભનિરોધક ગોળીઓ વેનેઝુએલાની બજારમાં ઉપલબ્ધ છે, પણ આ પિલ્સ સંપૂર્ણપણે સલામત નથી. જેથી લોકો ગમે તેટલી કિંમત હોય તો પણ વિદેશી બ્રાન્ડ્સ પાસેથી ગર્ભનિરોધક ગોળીઓ ખરીદવાનો આગ્રહ રાખે છે.

    આ પણ વાંચો: Video: Zooમાં ઔરંગુતાનના હાથે ચઢ્યો એક માણસ, પાંજરામાં બંધ પ્રાણીને છેડવાનો પ્રયાસ પડ્યો મોંઘો

    લોકો કહે છે કે, જેલમાં જવાને બદલે પૈસા ખર્ચીને ગર્ભનિરોધક ખરીદવું વધુ સારું છે. કેટલાક અહેવાલો મુજબ અમુક લોકો દર મહિને કોન્ડોમ અને ગોળીઓ જેવા ગર્ભનિરોધકો પાછળ તેમનો લગભગ અડધો પગાર ખર્ચ કરે છે. આર્થિક સંકટ વચ્ચે વેનેઝુએલામાં ગર્ભનિરોધકની કિંમત આસમાને હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર