Home /News /lifestyle /OMG News: શું તમે પણ સવારે નહાતા સમયે આ ભૂલ કરો છો? ડોક્ટર્સે મહિલાઓને આપી ખાસ ચેતાવણી

OMG News: શું તમે પણ સવારે નહાતા સમયે આ ભૂલ કરો છો? ડોક્ટર્સે મહિલાઓને આપી ખાસ ચેતાવણી

એલિસિયા ટિકટોક પર આવી બાબતો સાથે સંબંધિત વીડિયો અપલોડ કરતી રહે છે. (પ્રતિકાત્મક તસવીર)

ખરાબ આદતોની વાત કરીએ તો કેટલાક લોકો એવા હોય છે જે નહાવા જતાં જ પેશાબ કરી દે (pee while shower) છે. હવે તમે વિચારતા જ હશો કે આમાં ખોટું શું છે?

    આપણામાં ઘણામાં કેટલીક ખરાબ ટેવો (Bad Habits) હોય છે. કેટલાક આ આદતો માની લે છે અને તેમાં સુધારો કરે છે, તો કેટલાક લોકો એવા હોય છે કે જ્યાં સુધી આ આદતોથી કોઈને નુકસાન (Side Effects) થતું નથી ત્યાં સુધી તેને અનુસરે છે. જેમ કે ઘણા લોકોની આદત હોય છે કે નદી કે સ્વિમિંગ પુલમાં જતા જ પેશાબ કરી દે છે. જો કે આ આદત ખૂબ જ ખરાબ અને અસ્વચ્છ છે. પરંતુ છતા પણ ઘણા લોકો આવું કરે છે. જો કે, હવે આ સમસ્યાના ઉકેલ તરીકે ઘણા પૂલમાં આવા રસાયણો પાણીમાં ભેળવવામાં આવે છે, જેના કારણે પેશાબ કરનાર વ્યક્તિ પકડાઈ જાય છે.

    ખરાબ આદતોની વાત કરીએ તો કેટલાક લોકો એવા હોય છે જે નહાવા જતાં જ પેશાબ કરી દે (pee while shower) છે. હવે તમે વિચારતા જ હશો કે આમાં ખોટું શું છે? જો તમે પણ આ લોકોમાંથી એક છો તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. ટિકટોક પર એક ડોક્ટર એલિસિયાએ (Dr Alicia Jeffrey-Thomas) વીડિયોમાં મહિલાઓએ ન્હાતી વખતે પેશાબ શા માટે ન કરવો જોઈએ તેની પાછળનું કારણ જણાવ્યું છે. આ પાછળનું કારણ જાણ્યા પછી તમે આજ પછીથી આવું બિલકુલ નહીં કરો.

    આ પણ વાંચો- ગુજરાત CM નો સપાટો: કેમ છીનવાયા બે સિનિયર મંત્રીઓના ખાતા? જાણો આખું ગણિત

    શા માટે ન કરવો જોઇએ પેશાબ?

    ડોક્ટર એલિસિયાના જણાવ્યા અનુસાર, મહિલાઓએ વહેતા પાણીની નીચે ઉભા રહીને ક્યારેય પેશાબ કરવો જોઈએ નહીં. જો આ આદત તમારા જીવનનો એક ભાગ બની જશે, તો તમને આગળ જતા ઘણી સમસ્યાઓ થઇ શકે છે. ડૉ. એલિસિયાના જણાવ્યા મુજબ, પેશાબ અને વહેતા પાણીના અવાજ વચ્ચેનું કનેક્શન તમને ભવિષ્યમાં મોંઘું પડશે. આ સાથે તમે વાસણ ધોવા માટે પણ પાણી લેશો તો તમને પેશાબ કરવાનું મન થશે. આ સિવાય કોઈપણ કામ કરતી વખતે ખાસ કરીને જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો તો તમારી આ સમસ્યા વધી જશે.

    આ પણ વાંચો- રાજકોટ રેલવે સ્ટેશન પર વૃદ્ધ મહિલાનો થયો ચમત્કારી બચાવ

    વાયરલ થયો ડોક્ટરનો વીડિયો

    એલિસિયા ટિકટોક પર આવી બાબતો સાથે સંબંધિત વીડિયો અપલોડ કરતી રહે છે. તે ફિઝિકલ થેરાપીની ડોક્ટર છે. તે Tiktok પર ઘણા ફોલોઅર્સ સાથે આવી વાતો શેર કરતી રહે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ગયા છે. ઘણા લોકો હવે આ વાત પાછળનો તર્ક સમજી ગયા છે. એક મહિલાએ લખ્યું કે હવે તેને ખબર પડી છે કે તે છોડને પાણી પીવડાવતી વખતે વારંવાર ટોઇલેટ કેમ જાય છે. લોકો આ વીડિયોને વધુને વધુ શેર કરીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Bad Habits, Good for Health, OMG News, Side effects

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन