Home /News /lifestyle /શરીર પરના જૂનામાં જૂના નિશાન થઇ જશે છૂમંતર, બસ ટ્રાય કરો આ ઘરેલું નુસ્ખા અને જુઓ ગજબની અસર

શરીર પરના જૂનામાં જૂના નિશાન થઇ જશે છૂમંતર, બસ ટ્રાય કરો આ ઘરેલું નુસ્ખા અને જુઓ ગજબની અસર

આ રીતે ઇજાના નિશાનને દૂર કરો

Beauty tips: ઘણી વાર આપણાં શરીર પર એવા ડાઘ પડી ગયા હોય છે જે લાંબા સમય સુધી નિકળતા હોતા નથી. આ નિશાન દેખાવમાં બહુ ખરાબ લાગે છે. ઘણી વાર આ નિશાન આપણાં સારા કપડાને પણ ઝાંખા પાડી દે છે. તો તમે પણ આ નિશાનને આ રીતે કરો દૂર.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીને આડે હવે બે દિવસ બાકી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. આ તૈયારીઓમાં લોકો બ્યુટી પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. સલુનમાં પણ લોકોની ભારે ભીડ જામી છે. લોકો સલુનમાં ફેશિયલ, બ્લીચ, વેક્સ.. જેવી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લેવામાં વ્યસ્ત થઇ ગયા છે. પરંતુ આ દિવસોમાં તમે ઘરેલું ઉપાયો કરો છો તો તમારા ફેસ પર નેચરલ ગ્લો આવે છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી. આ ઘરેલું ઉપાયો દરેક લોકોની સ્કિન પર સૂટ થઇ જાય છે. આ ઉપાયો તમે એકવાર અજમાવશો તો ક્યારે પણ પાર્લરમાં જશો નહીં. તો જાણો તમે પણ આ ઘરેલું ઉપાયો વિશે..

    લીંબુનો રસ


    લીંબુનો રસ નેચરલ બ્લીચ જેવું કામ કરે છે. લીંબુ સ્કિન કેર માટે અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. લીંબુ તમારા શરીરમાં ઇજા થયેલા ડાઘ તેમજ બીજા કોઇ પણ પ્રકારના નિશાનને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે લીંબુના રસમાં રૂ ડુબાડીને ઇજા થયેલા નિશાન પર હળવા હાથે ઘસો. ત્યારબાદ 10 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી એ જગ્યાને સાફ કરી લો. રોજ તમે આ ઉપાય કરો છો તો જૂનામાં જૂનો ડાઘ પણ તમારા શરીરમાંથી નિકળી જાય છે.

    આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ પેટ ભરીને ખાઇ શકો છો 'આ' શાક!

    ટી ટ્રી ઓઇલ


    ટી ટ્રી ઓઇલ પણ તમારા નિશાનને કાઢવા માટે મદદ કરી શકે છે. આ માટે તમે અડધી ચમચી તેલ અને એમાં અડધી ચમચી ગરમ પાણી મિક્સ કરી લો. ત્યારબાદ આ તેલથી નિશાનવાળી જગ્યા પર 5 મિનિટ સુધી માલિશ કરો અને 10 મિનિટ રહીને પાણીથી ધોઇ લો. ત્યારબાદ ચોખ્ખા કોટનના કપડાથી આ ભાગ લૂંછી લો. આ ઉપાય તમારા શરીરમાં પડેલા જૂનામાં જૂના ડાઘને નિકાળવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો: પ્રેગનન્સી પછીના સ્ટ્રેચ માર્ક્સને આ ઉપાયોથી કરી દો દૂર

    ડુંગળીનો રસ


    ડુંગળીનો રસ વાળ માટે સૌથી ફાયદાકારક છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે ડુંગળીનો રસ તમારા શરીર પર પડેલા નિશાનને દૂર કરવાનો ગુણ ધરાવે છે. આ રસ તમારા શરીર પર જે જગ્યાએ નિશાન પડ્યા છે ત્યાં લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ એ ભાગને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારા શરીર પરના ઇજાના નિશાન નિકળી જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Skin Care Tips, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन