કેબ સર્વિસ પ્રોવાઈડર કંપની ઓલાએ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોના ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની નવી એપનું લાઈટ વર્ઝન લોન્ચ કર્યું. આ એપ ઓછી ઈન્ટરનેટ કનેક્ટિવિટીવાળી જગ્યા પર પણ સરળતાથી કામ કરશે.
OLAએ લોન્ચ કર્યું એપનું લાઈટ વર્ઝન
આ એપ એક એમબી કરતા પણ ઓછી જગ્યા લેશે. જેનાથી આસાનીથી તમે બુકિંગ કરાવી શકશો. આ એપ 3 સેકન્ડમાં લોડ થઈ જશે.
નાના શહેરના યૂજર્સને મળશે ફાયદો
ઓલાએ કહ્યું કે, આ સર્વિસથી નાના શહેરો પર ધ્યાન કેન્દ્રીત કરી શકાશે, ભારતીય માર્કેટમાં ઓલા ટેક્સી સર્વિસ, અમેરિકાની કેબને જોરદાર ટક્કર આપી રહી છે. ઓલાએ હમણાં જ ઓફલાઈન જેવી બુકિંગ સુવિધા શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર