ઠંડીમાં તેલ માલિશના ફાયદા, જાણો શું છે શિરોધારા?

News18 Gujarati
Updated: October 19, 2019, 10:09 AM IST
ઠંડીમાં તેલ માલિશના ફાયદા, જાણો શું છે શિરોધારા?
આ જ કારણે શિયાળામાં ફક્ત માથા પર જ નહીં, પરંતુ શરીર પર પણ તેલ માલિશ કરવું પસંદ કરે છે.

આ જ કારણે શિયાળામાં ફક્ત માથા પર જ નહીં, પરંતુ શરીર પર પણ તેલ માલિશ કરવું પસંદ કરે છે.

  • Share this:
ઘણી લોકો ઠંડીમાં માલિશ કરવું પસંદ કરે છે. તેલથી માથામાં માલિશ કરવાને આયુર્વેદમાં શિરોધારા કહેવામાં આવે છે. નેચુરાપેથી કહેવામાં આવે છે. નેચુરાપેથીમાં પણ તેલ માલિશના ઘણાં ફાયદા જણાવ્યા છે. કહેવાય છે કે ઘણી બીમારીઓમાં માલિશ કરવું ઘણું ફાયદાકારક સાબિત થાય છે. આમ કરવાથી શરીરમાં ઊર્જા પણ ઉત્પન્ન થાય છે. આ જ કારણે શિયાળામાં ફક્ત માથા પર જ નહીં, પરંતુ શરીર પર પણ તેલ માલિશ કરવું પસંદ કરે છે. આવો જાણીએ તેલ માલિસ તમારા માટે કેવી રીતે ઉપયોગી સાબિત થશે. ચાલો જાણીએ ઠંડીમાં તેલ માલિશની કયા કયા ફાયદા થાય છે?  જાણો શું છે શિરોધારા?

તેલ માલિશના ફાયદા


  1. શિયાળામાં તડકો નીકળ્યા બાદ માલિશ કરવું ઘણું ફાયદાકારક છે. આ ઋતુમાં શુદ્ધ સરસિયાના તેલથી કે તલના તેલથી માલિસ કરવું જોઈએ. તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીર માટે ઘણાં ફાયદાકારક છે. આયુર્વેદમાં તેલ માલિશને વાત્ત, પિત્ત અને કફથી છૂટકારો આપનારું માનવામાં આવ્યું છે.

  2.  શરીર પર માલિશ કરવાથી લોહીનો પ્રવાહ વધે છે, જે ઘણું ફાયદાકારક છે. તેનાથી સ્કિન પૉર્સ ખૂલે છે. તેલથી ચહેરા પર માલિશ કરવાથી ચામડીમાં ચમક આવી જાય છે. પરંતુ તે માટે તમને માલિસ કરવાની સાચી ટેક્નિકની જાણ હોવી જરૂરી છે.

  3. માલિશ કરવાથી થાક દૂર થાય છે. તમે અઠવાડિયામાં 1 થી 2 વખત માલિશ કરી શકો છો. તમે શિરોધારા લઈ શકો છો. આર્ટ ઑફ લિવિંગ વેબસાઈટ અનુસાર, શિરોધારામાં માથા અને કપાળ પર ઔષધિય ગુણોયુક્ત તેલની ધારા કરવામાં આવે છે. તેનાથી શાંતિ મળે છે અને ચામડી પણ ગ્લો કરે છે. આંખના રોગ, સાયનાસાઈટિસ અને યાદશક્તિ સુધારવામાં કારગર છે.
First published: October 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading