દિવેલ એટલે કે એરંડીયું. તેને Castor oil પણ કહેવામાં આવે છે. આ એક વનસ્પતિ તેલ છે, જે દિવેલીના બીયાંમાંથી પીલીને કાઢવામાં આવે છે. આ તેલ રંગમાં રંગહીનથી લઇને હલ્કા પીળા રંગનું પ્રવાહી હોય છે. આ તેલ ગંધવિહીન અને સ્વાદવિહીધ હોય છે. દિવેલનો ઉપયોગ આરોગ્યના શાસ્ત્ર આયુર્વેદમાં ઔષધ તરીકે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ માથાના વાળ માટે પણ કરવામાં આવે છે. આવો જાણીએ તેના અન્ય ફાયદા..
વાસ, કબજિયાત અને સાંધાનોસોજો દૂર કરશે દિવેલનું તેલ
કબજિયાત દૂર કરવામાં દિવેલ રામબાણ ઇલાજ છે. રાત્રે સુતી વખતે બે ચમચી એરંડિયુ પીવાથી પેટ અને મળ સાફ આવે છે. દિવેલને ગરમ દૂધમાં અથવા હુંફાળા પાણીમાં ભેળવી પીવાથી લાભ થાય છે.
પગની એડીની ત્વચા ફાટે ત્યારે એરંડિયુ લાભ કરે છે. એરંડિયુ લગાડયા પૂર્વે પગને ગરમ પાણીથી ધોઈ તેની પર દિવેલ લગાડવાથી ફાયદો થાય છે.
બે ચમચી દિવેલને ગરમ દૂધમાં ભેળવી પીવાથી પેટમાં વાયુ ભરાવવાને કારણે થતો દુખાવો દૂર થાય છે અને તેને પીવાથી ફાયદો કરે છે.
આંખમાં માટી કે કચરો જવાથી તકલીફ થાય તે સમયે દિવેલનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે.
કબજિયાતની તકલીફ રહેતી હોવાને કારણે પણ હરસ થાય છે. હરસને કારણે મળ ત્યાગ વખતે પણ તકલીફ થાય છે. તો હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત એરંડિયુ લગાડવાથી સૂકાઈ જાય છે અને દુખાવામાં પણ રાહત થાય છે.
સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટે ત્યારે તેના પર દિવસમાં ત્રણ ચાર વખત દિવેલ લગાડવાથી લાભ થાય છે.
સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું એરંડિયુ અથવા સરસવ તેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે.
વાયુ વિકારથી થતા પેટના વિકાર, કમરનો દુખાવામાં રાહત કરે છે. દિવેલના બિયાની પેશી 10 ગ્રામ વાટી તેમાં પા લીટર દૂધ તથા તેના કરતાં અડધુ પાણી તેમાં ભેળવી પાણી બળી જાય અને દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ તેમાં સાકર ભેળવી સાંજે પીવું.
ઘા વાગવાના કારણે જો તેમાંથી લોહી વહેતું હોય તો દિવેલ લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે.
રૂના પુમડાંને દિવેલમાં પલાળી રાતના સુવાના સમયે યોનિમાં રાખવાથી શૂલમાં લાભ થાય છે. આવશ્યક્તાનુસાર થોડા દિવસ સુધી નિયમિત પ્રયોગ કરવો.
દિવેલમાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે.