Home /News /lifestyle /વાળને ફટાફટ લાંબા કરવા આ તેલનો ઉપયોગ કરો, સાથે શાઇની+સિલ્કી પણ થશે
વાળને ફટાફટ લાંબા કરવા આ તેલનો ઉપયોગ કરો, સાથે શાઇની+સિલ્કી પણ થશે
આ તેલથી વાળ લાંબા થાય છે.
Oil for long hair: આજનાં આ સમયમાં અનેક લોકોને વાળને લગતી તકલીફો હોય છે. વાળ લાંબા કરવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમે પણ લોન્ગ હેર કરવા ઇચ્છો છો તો આ તેલ તમારા માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સુંદર વાળ દરેક લોકોની પહેલી પસંદ હોય છે. આ સાથે જ અનેક લોકોને લાંબા વાળ ગમતા હોય છે. મોટાભાગના લોકોના ફેસ પર લાંબા વાળ મસ્ત લાગે છે. પરંતુ આજના આ સમયમાં અનેક લોકોને વાળને લગતી સમસ્યાઓ હોય છે. આમ, જો તમારા વાળનો ગ્રોથ ફટાફટ વધતો નથી તો આ તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં વાળ જલદી ખરાબ થઇ જતા હોય છે. આમ, જો તમે પણ વાળનો ગ્રોથ ફટાફટ વધારવા ઇચ્છો છો તો આ તેલ બેસ્ટ છે. તો જાણો આ તેલ વિશે તમે પણ.. વાત છે રોજમેરી ઓઇલની..તો જાણો રોજમેરી ઓઇલનો ઉપયોગ કેવી રીતે કરશો.
તેલને વાળમાં એબ્ઝોર્બ થવા દો. પછી ઓછામાં ઓછુ અડધો કલાક તેલ રહેવા દો અને પછી હેર વોશ કરી લો.
અઠવાડિયામાં બે વાર આ તેલ તમે વાળમાં લગાવો.
આ તેલના ફાયદાઓ
એક્સપર્ટના જણાવ્યા અનુસાર રોજમેરી ઓઇલ લગાવવાથી માત્ર વાળ લાંબા જ નહીં, પરંતુ ડ્રાય સ્કેલ્પ અને વાળમાં થતા ખોડાની સમસ્યાને ઓછી કરે છે. આ તેલ લગાવવાથી સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન વધે છે. તમને જણાવી દઇએ કે કેરિયર ઓઇલના પણ અનેક પ્રકાર હોય છે. કેરિયર ઓઇલ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે.
આ રીતે વાળની કેર કરો
વાળને હેલ્ધી રાખવા માટે એને સાફ એટલે કે ચોખ્ખા રાખવા ખૂબ જરૂરી છે. આ માટે વાળના ટાઇપથી વોશ કરવા જરૂરી છે.
વાળમાં નેચરલ વસ્તુઓ હંમેશા ઉપયોગ કરો. આ માટે તમે દહીં અને ઇંડા પણ લગાવી શકો છો. એલોવેરા જેલ પણ તમારા વાળને પૂરતું પોષણ આપે છે. આમ, આ તેલ તમારા વાળની અનેક ઘણી સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર