ઓક્ટોબરથી ફેબ્રુઆરી વજન ઘટાડવાનો શ્રેષ્ઠ સમય છે, જાણો શું છે કારણ...

શિયાળાની સિઝનમાં કસરત કરવાથી શરીર ઉતારી શકાય છે. (તસવીર- AP)

વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે ઠંડા હવામાન (Winter season)માં તરવૈયાઓમાં બ્રાઉન ફેટ બર્ન રેટ ઓછો હોય છે. બ્રાઉન ફેટ (Brown Fat)એ શરીરની ચરબીનો એક ખાસ પ્રકાર છે.

  • Share this:
    નવી દિલ્હી: અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે ઠંડા હવામાન (Winter season)માં તરવૈયાઓમાં બ્રાઉન ફેટ બર્ન રેટ ઓછો હોય છે. બ્રાઉન ફેટ (Brown Fat)એ શરીરની ચરબીનો એક ખાસ પ્રકાર છે જે શરીર ઠંડું થાય ત્યારે સક્રિય હોય છે. તે ઠંડીની સ્થિતિમાં શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે.

    કોપેનહેગન. વધતા વજન અને સ્થૂળતાની સમસ્યાએ વિશ્વભરના લાખો લોકોને સતાવી રહ્યી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે આહાર, કસરત અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એક અભ્યાસ મુજબ, ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમય વજન ઘટાડવા માટેનો સૌથી અનુકૂળ સમય છે.

    અભ્યાસો બતાવે છે કે, ચોક્કસ પ્રકારનું હવામાન તમને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે. કોપનહેગન યુનિવર્સિટીના સંશોધકોએ હવામાન અને વજન ઘટાડવાના પરિબળો વિશે જાણવા માટે અભ્યાસ કર્યો હતો. આ માટે ઠંડા વાતાવરણમાં 8 તરવૈયાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો જે ઠંડીના મોસમમાં તરવાનો અભ્યાસ કરતા હતા.

    આ પણ વાંચો: તહેવારની સિઝનમાં ગિફ્ટ લેતા ધ્યાન રાખજો, તેના પર ચૂકવવો પડશે ટેક્સ

    સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, ઠંડા હવામાનના તરવૈયાઓ વાતાવરણમાં તાપમાનના ફેરફારો માટે પોતાને અનુકૂળ થવામાં વધુ સક્ષમ હોય છે. આ ઉપરાંત આવા તરવૈયાઓમાં ઠંડા પાણીના સંપર્કમાં આવતા બ્લડ પ્રેશર અને પલ્સ રેટ વધવાના કેસ પણ ઓછા જોવા મળ્યા હતા.

    આ પણ વાંચો: એસિડિટીના દર્દીઓએ જરૂર ખાવી જોઈએ આવી ચીજો, આ ડાયટ પ્લાનથી નહીં થાય કોઈ પરેશાની

    અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે, ઠંડા હવામાનમાં તરવૈયાઓમાં બ્રાઉન ચરબીનો બર્ન રેટ પણ ઓછો હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઉન ફેટ એ શરીરની ચરબીનો એક ખાસ પ્રકાર છે જે શરીર ઠંડું થાય ત્યારે સક્રિય હોય છે. તે ઠંડીની સ્થિતિમાં શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. શરીરમાં ગરમીનું વધુ ઉત્પાદન થવાને કારણે તરવૈયાઓએ શિયાળાની ઋતુમાં વધુ કેલરી બર્ન કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: