ઓબેસિટી - સ્થૂળતા આજના સમયમાં બહુ ગંભીર સમસ્યા બની ગઈ છે.વૈશ્વિક રિસર્ચ અનુસાર સ્થિતિમાં સુધારો નહીં થાય તો 12 જ વર્ષમાં અડધાથી વધુ વૈશ્વિક વસ્તી સ્થૂળતાનો ભોગ બની જશે. વર્લ્ડ ઓબેસિટી ડે પર પ્રકાશિત વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો વર્લ્ડ ઓબેસિટી એટલાસ રિપોર્ટ મુજબ 2035 સુધીમાં વૈશ્વિક વસ્તીના 51% લોકો વધુ વજન એટલેકે સ્થૂળતા સાથે જીવતા હશે. સ્થૂળતાને રોકવામાં નિષ્ફળતાના કારણે 2035 સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને 4.32 ટ્રિલિયન ડોલરનો કુલ આર્થિક ફટકો પડી શકે છે,
વધતો દર અને વધતો ખર્ચ :
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા સંકલિત વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2035 સુધીના સમયગાળા માટેના અંદાજ અનુસાર વિશ્વની અડધાથી વધુ વસ્તીને ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ (BMI ≥25kg/m²) હોવાની અપેક્ષા છે. આજની સ્થિતિએ 7માંથી 1ની સામે 2035ના અંત સુધીમાં 4માંથી 1 વ્યક્તિ ઓબેસિટી (BMI ≥30kg/m²) સાથે જીવશે.
ખાસ કરીને બાળ્યાવસ્થાની સ્થૂળતા ઝડપથી વધી રહી છે. 2035થી છોકરાઓમાં ઓબેસિટી દર બમણા થવાની ધારણા છે અને આંકડો 20.8 કરોડ પાર નીકળશે. જ્યારે, છોકરીઓમાં દર 125% વધીને 175 મિલિયન થવાની ધારણા છે. વધુ વજન અને સ્થૂળતાની આર્થિક અસરોને કારણે 4 ટ્રિલિયન ડોલર એટલેકે 2020ની કોરોના મહામારી સમકક્ષની નાણાકીય અસર થશે
અહેવાલમાં ઓબેસિટીને રોકવા અને સારવાર કરવા અને બિમારીથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે નેશનલ એક્શન પ્લાન ડેવલપ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
કયા દેશોમાં વધી રહી છે સ્થૂળતા?
ઓબેસિટીને ઘણી વખત ઊંચી આવક ધરાવતા દેશો માટે સમસ્યા તરીકે જોવામાં આવે છે. જોકે, અહેવાલ અનુસાર સ્થૂળતાનું સ્તર નીચી અને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં સૌથી ઝડપથી વધી રહ્યું છે.
રિપોર્ટમાં 183 દેશો માટે ઓબેસિટી-એનસીડી રેન્કિંગ છે. ઓછી આવક ધરાવતા દેશો માટે એવરેજ પ્રિપેડનેસ રેન્કિંગ માત્ર 154/183 છે. જેની સરખામણીમાં ઊંચી આવક ધરાવતા દેશો માટે 29/183 છે. ઓબેસિટી સામે લડવા તૈયાર દેશોમાં સૌથી વધુ 10 દેશો યુરોપના છે, જ્યારે 10 સૌથી ઓછા તૈયાર દેશોમાંથી 8 આફ્રિકન ક્ષેત્રમાં છે. આંકડા મુજબ2035 સુધીમાં માત્ર નીચી અને નીચી-મધ્યમ આવક ધરાવતા દેશોમાં જ વધુ વજન અને સ્થૂળતાની આર્થિક અસર 370 અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.
ચોંકાવનારી વાત એ છે કે, વર્તમાન સ્થિતિ યથાવત રહેશે તો મોટાભાગની વૈશ્વિક વસ્તી એટલે કે 51% અથવા 4 બિલિયનથી વધુ લોકો 2035 સુધીમાં ઓબેસિટી સાથે જીવતા હશે.હાલ આ દર 4માંથી 1 વ્યક્તિનો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર