Home /News /lifestyle /

Obesity side effect: વધુ વજનના કારણે નાની ઉંમરે ઘૂંટણના રિપ્લેસમેન્ટનું પ્રમાણ વધ્યું : જાણો બચવાના ઉપાયો

Obesity side effect: વધુ વજનના કારણે નાની ઉંમરે ઘૂંટણના રિપ્લેસમેન્ટનું પ્રમાણ વધ્યું : જાણો બચવાના ઉપાયો

વધુ વજનના કારણે નાની ઉંમરે ઘૂંટણના રિપ્લેસમેન્ટનું પ્રમાણ વધ્યું

The main reasons for knee replacement: સ્થૂળતા અને વજનમાં વધારો (Obesity and weight gain) ઘૂંટણ બદલવાના મૂખ્ય કારણો તરીકે અભ્યાસમાં સામે આવ્યા છે. માત્ર તેમના ઘૂંટણની આ તકલીફ જ નહિ પરંતુ વધુ ઓબેસિટી અને વજન ધરાવનારની સરેરાશ ઉંમરને પણ ઘટતી જઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ઓર્થોપેડિક એસોસિએશન નેશનલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ રજિસ્ટ્રી સાથે ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (ABS) 2017-18 નેશનલ હેલ્થ સર્વેના ડેટાને આધારે સંશોધકોએ શોધ્યું છે કે ઓસ્ટ્રેલિયાના 56,217 ઓસ્ટ્રેલિયાનાની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવનાર દર્દીઓમાંથી 57.7 ટકા મેદસ્વી હતા. આ સિવાય રિપ્લેસમેન્ટના મેદસ્વી દર્દીઓ અન્ય સામાન્ય દર્દીઓ કરતા સરેરાશ સાત વર્ષ નાના હતા.

વધુમાં સ્થૂળતા ધરાવતી 55 થી 64 વર્ષની વયની સ્ત્રીઓને ની રિપ્લેસમેન્ટ (knee replacement) ની જરૂર પડવાની શક્યતા મેદસ્વી ન હોય તેવી મહિલાઓ કરતા 17 ગણી વધુ હતી. પુરૂષોમાં આ આંકડો 5.8 ગણો હતો.

આ પણ વાંચો: precautions for covid 19: કોરોનાની સંભવિત ચોથી લહેરમાં ન કરશો આ ભૂલો, ભૂતકાળમાંથી શીખો આ પાઠ

મેસેચ્યુસેટ્સમાં બેથ ઇઝરાયેલ ડેકોનેસ પ્લાયમાઉથના ઓર્થોપેડિક સર્જરી નિષ્ણાત ડો. સ્કોટ ઓલિવરે હેલ્થલાઇનને જણાવ્યું હતું કે, આ આપણી શાંતિ સામે તોળાઈ સૌથી મોટો ખતરો છે. આગામી સમયમાં ઓબેસિટીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જ જવાનું છે.

ઓલિવરે કહ્યું કે, વજન હિપ કરતાં ઘૂંટણના સાંધા પર વધુ અસર કરે છે. તેમણે કહ્યું કે, વારસાગત ખામી, વધુ પડતો ઉપયોગ, ઇજા અને અતિશય વજન જેવી તકલીફો ઘણીવાર ઘૂંટણના સાંધાને નુકસાન પહોંચાડે છે. સામાન્ય માનવીના વજનમાં ઉમેરાયેલ દરેક પાઉન્ડ ઘૂંટણના સાંધામાં ચાર પાઉન્ડ વધારે દબાણ કરી શકે છે.

શું તકેદારી રાખવી ?


ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની વધતી જતી જરૂરિયાત હોવા અંગે વોલે કહ્યું કે, સર્વેમાં જાણવા મળેલ કારણ પરથી જ તેના નિવારણ અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિચારી શકાય છે. અગાઉના સંશોધનોમાં જાણવા મળ્યું હતુ કે, શરીરના વજનના 10 ટકા સુધીનું સાધારણ વજન ઘટાડતા ઘૂંટણની અસ્થિવાનાં લક્ષણોમાં નોંધપાત્ર સુધારો કરે છે અને ઘૂંટણ બદલવાની જરૂરિયાતનું જોખમ ઘટાડે છે.

આ પણ વાંચો: શું ડાયાબિટિસના દર્દીઓએ કરવું જોઇએ કેળાનું સેવન? જાણો કેવા કેળા છે સ્વાસ્થ્ય માટે બેસ્ટ

ઓબેસિટી અને ઘૂંટણની તકલીફ ધરાવતા ઘણા દર્દીઓને મળ્યા બાદ તારણ આપતા વોલે કહ્યું કે, જેમણે થોડું વજન ઉતાર્યું છે તેમના ઘૂંટણના દર્દમાં ઘટાડો થયો છે અને અમુકને હવે ઘૂંટણ બદલવાની જરૂર નથી.

ઓલિવરે TKR સર્જરીના જોખમને ઘટાડવામાં મદદ કરતા અને ખાસ કરીને ઓબેસિટી સારવાર માટે ચાર પ્રાથમિક રીતો વર્ણવી છે જેમં દવાઓ, ઇન્જેક્શન, શારીરિક ઉપચાર અને વજન ઘટાડવાની સલાહ સામેલ છે.

તેમણે કહ્યું કે સર્જરી હંમેશા "છેલ્લો ઉપાય" હોવો જોઈએ, જો પગલાં વહેલી તકે લેવામાં આવે અને વજન ઘટાડવામાં આવે તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત ઘટે છે અથવા અટકાવે જ છે.

ની રિપ્લેસમેન્ટ બાદ પણ ઓબેસિટીનું ધ્યાન રાખવું જરૂરી


વોલ અને ઓલિવર બંનેએ ધ્યાન દોર્યું કે, માત્ર રિપ્લેસમેન્ટ સર્જરી સમસ્યાને તમારા ઘૂંટણના દુ:ખાવાને ઠીક કરી શકતી નથી. જો કોઈ વ્યક્તિની ઓબેસિટીની સારવાર કરવામાં ન આવે તો વધારાનું વજન નવા બદલાયેલ સાંધાને નુકશાન પહોંચી શકે છે. હકીકત એ છે કે ઓબેસિટીનો વધારો ઘૂંટણના રિપ્લેસમેન્ટ બાદ પણ ટૂંકા અને લાંબા ગાળા માટે જોખમ વધારે છે. TKR સર્જરી બાદ ચેપનું જોખમ પણ હોય છે અને તેમાં ઓબેસિટી ધરાવતા દર્દીઓ માટે તો જોખમ દસ ગણું વધારે હોય છે.

ઓલિવરે કહ્યું કે, તેમને લાગે છે કે ઓબિસિટીની સારવાર જ સર્જરીની જરૂરિયાત ઘટાડવાની મહત્વની ચાવી છે. તેમણે સંશોધન તરફ ધ્યાન દોર્યું કે સ્થૂળતાને કારણે ઘૂંટણની ઇજા અને TKR દાયકાના અંત સુધીમાં 70 ટકા વધી જશે. આ તકલીફ પાછળ આજકાલની પેઢીનું આહર અને કાર્ય કરવાની રીત પણ જવાબદાર છે.
Published by:Rahul Vegda
First published:

આગામી સમાચાર