Home /News /lifestyle /કેમ ગળ્યું ખાવાનું મન થાય છે? આ ઉપાયોથી કરો કંટ્રોલ, નહીં તો પસ્તાશો
કેમ ગળ્યું ખાવાનું મન થાય છે? આ ઉપાયોથી કરો કંટ્રોલ, નહીં તો પસ્તાશો
આજની લાઇફ સ્ટાઇલ ફાસ્ટ થઇ ગઇ છે.
Natural ways to curb sugar cravings: આજનાં આ સમયમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓના ખતરાનું પ્રમાણ વધી ગયુ છે. આ બીમારીઓ સામે લડવા માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે આજની આ ફાસ્ટ લાઇફમાં હેલ્થનું ધ્યાન રાખતા નથી તો અનેક બીમારીઓમાં સપડાઇ શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમને ક્યારેક ગળ્યું ખાવાનું મન બહુ થાય છે? ચોકલેટ, કુકીઝ, ગોળ, ખાંડ..જેવી અનેક વસ્તુઓ..પરંતુ શું તમે જાણો છો આ પાછળનું કારણ? ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છાને શુગર ક્રેવિંગ કહેવામાં આવે છે. આ તમારી બોડીમાં શુગરના લો લેવલને હાઇ કરી શકે છે. આ ઘણી વાર બહુ ખતરનાક સાબિત થાય છે. દરેક વખતે શુગર ક્રેવિંગ થવા પર શું ગળ્યું ખાવુ જોઇએ? આમ, જો તમે રોજ 6 ચમચી તેમજ 24 ગ્રામ (આ માત્રા ડાયાબિટીસના દર્દીઓ માટે અલગ હોઇ શકે છે.) કરતા વઘારે ગળ્યું ખાઓ છો તો આ તમારા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
વારંવાર શુગર ક્રેવિંગ તમને અનેક બીમારીઓનું આમત્રંણ આપી શકે છે. એવામાં આનાથી બચવા માટે ફૂડ એક્સપર્ટ ન્યૂટ્રિશનિસ્ટ રિદ્ધિમા બત્રાની આ ટિપ્સ તમારા માટે કારગર સાબિત થઇ શકે છે.
વધારે મીઠું ખાવાથી થાય છે આ બીમારીઓ
NCBIનાં એક રિપોર્ટ અનુસાર વધારે પ્રમાણમાં ગળ્યું ખાવાથી મોટાપા, હાર્ટના રોગ, ડાયાબિટીસ અને આલ્કોહોલિક ફેટી લિવરનું જોખમ અનેક ઘણું વધી જાય છે. આ સિવાય બોડીમાં શુગરની માત્રા વધવાને કારણે સમય જતા તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
કંટ્રોલ રાખો બ્લડ શુગર લેવલ
એક્સપર્ટ આ વિશે જણાવે છે કે શુગર ક્રેવિંગનું કારણ લો તેમજ હાઇ બ્લડ શુગર હોઇ શકે છે. એવામાં સુનિશ્ચવિત કરો કે ડાયટમાં પ્રોટીન, શાકભાજી તેમજ બીજા સ્વસ્થ કાર્બ્સને ખાસ કરીને સામે કરો. આ વસ્તુઓને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને સાથે બ્લડ શુગરને નોર્મલ રાખે છે.
ઝિંક, ક્રોમિયમ, આયરન, કેલ્શિયમ અને વિશેષ રૂપથી મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની ઉણપથી ગળ્યું ખાવાનું મન વઘારે થાય છે. આ માટે સૌથી પહેલાં તમે તમારું ડાયટ બેલેન્સ કરો અને સાથે પોષક તત્વોથી ભરપૂર આહાર એડ કરો.
તણાવગ્રસ્ત રહો. ખાસ કરીને આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો મોટાભાગે તણાવમાં રહેતા હોય છે. સતત સ્ટ્રેસમાં રહેવાથી પણ હેલ્થને અનેક ઘણી ખરાબ અસર થાય છે. આ માટે હંમેશા સ્ટ્રેસ ફ્રી રહેવાની કોશિશ કરો. આમ કરવાથી તમે મસ્ત લાઇફ એન્જોય પણ કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર