સવાલોના જવાબ: સગર્ભાએ દિવસની કેટલી કેટલી આહારમાં લેવી, વજન કેટલું વધારવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

સગર્ભાવસ્થામાં વજન વધારવાના સૂચનો તમારા અને તમારા બાળક માટેના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે

 • Share this:
  ઘરેલું અને નોકરીયાત મહિલાઓએ (woman) તેમના આહાર અલગ-અલગ રાખવા જોઈએ, તેવા સૂચનો ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist ) દ્વારા આપવામાં આવે છે. પરંતુ, ખાસ કરીને સગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન તો તમે જે ખાઓ છો, તેમાંથી કેટલું જરૂરિયાત કરતા વધારે ખાઓ છે, તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. તમારી સગર્ભાવસ્થા દરમિયાન તમે જેટલું વજન વધારો તે તમારા સ્વાસ્થ્ય માટે એટલું જ જરૂરી છે. જેટલું તે તમારા બાળકના (kid health) સ્વાસ્થ્ય માટે છે. સગર્ભાવસ્થા દરમિયાન તમારે તમારા વજનને લઈને તમારા ડોક્ટર સાથે સતત સંપર્કમાં રહેવું સલાહભર્યું છે.

  અમુક હદ સુધી વજન વધારવું સારું છે, પરંતુ વજન વધુ પડતું જ વધી જાય તો તમારી પ્રેગનેન્સી દરમિયાન તે મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે અને તમારી ડિલિવરી પછી વધારાનું પાઉન્ડ ઘટાડવું પણ મુશ્કેલ બનાવે છે. ડિલિવરી બાદ યોગ્ય વજન ન મેળવો તો પણ તમારા બાળકના વિકાસને અસર થઈ શકે છે. તેથી તંદુરસ્ત, સંતુલિત આહાર ખાવાથી તમારા બાળકને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત કરવામાં અને તંદુરસ્ત દરે વૃદ્ધિ કરવામાં મદદ મળશે.

  BJP રાજ્યસભાના ઉમેદવાર: ક્યારેક ફી ન હોવાથી છોડ્યો હતો અભ્યાસ, આજે 400 કરોડનું ટર્નઓવર ધરાવતી મારુતિ કુરિયરના માલિક

  ગર્ભાવસ્થા વજનમાં વધારો: કેટલું વજન વધવું હિતકારી છે?

  ગર્ભાવસ્થા દરમિયાન દરેક ગર્ભવતી મહિલા માટે આદર્શ વજનનો માપદંડ અલગ-અલગ હોય છે. તમારે કેટલા પાઉન્ડ મેળવવા જોઈએ તેવો કોઈ મોટી ગણતરીની વાત નથી. નોંધવા જેવી બાબત એ છે કે, ગર્ભાવસ્થા દરમિયાન તમે જે વજન વધારશો તે તમારી ગર્ભાવસ્થા પછીના તમારા સ્વાસ્થ્યને અસર કરે છે જે અંતે તમારા બાળકને એડલ્ટ એજમાં પણ અસર કરી શકે છે.

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ BJP 39 બેઠકો પર થયું બિનહરીફ, જાણો ક્યાં ક્યાં

  ગર્ભાવસ્થા દરમિયાન વજન વધારવા માટેની ભલામણો તમારા ગર્ભાવસ્થાના પૂર્વના વજન અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) ઉપર આધારિત છે. સગર્ભાવસ્થામાં વજન વધારવાના સૂચનો તમારા અને તમારા બાળક માટેના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે. તમને સૂચવાયેલું જેટલું વેઈટ ગેન કરશો, તે જ નિયમમિતતા બાળકના માતાના ગર્ભના ગ્રોથ અને જન્મ બાદ બાળકના ક્દને વધારવામાં અને તમારા વધેલા વજનને ઘટાડવામાં સહકાર પુરો પાડી શકે છે.

  એક તંદુરસ્ત બાળક માટે માતાનું વજન 10થી 14 કિલો વધવું જોઈએ એટલેકે સરેરાશ 12 કિલો વજન વધે તો તે આઇડિયલ સ્થિતિ ગણાય છે. જો આટલું વજન વધે તો ગર્ભાવસ્થા, ડિલિવરી અને માતૃત્વની મુશ્કેલીઓનું જોખમ ઓછું થાય છે, બાળક તંદુરસ્ત જન્મે છે.

  પ્રતિદિન કેલરી કેટલી ?

  મહિલાઓ સગર્ભા બનતા પહેલા તંદુરસ્ત વજન ધરાવતી હોય તો પ્રેગનેન્સીમાં પ્રતિદિવસ 2200 કેલરીથી 2900 કેલરીની જરૂર પડે છે. બાળક વધતા જતા કેલરીમાં પણ સતત વધારો થવો એ શ્રેષ્ઠ શરત છે.

  ઉપરાંત તે એક સામાન્ય માન્યતા છે કે, ગર્ભાવસ્થા દરમિયાન તમારે બે ટાઈમ જમવું જોઈએ તેથી તમારા કેલરીનું પ્રમાણ બે ગણું થાય. પ્રથમ ત્રિમાસિકમાં કેલરીનું સેવન તમારા વજન વધારવાના લક્ષ્યાંક મુજબ ગોઠવવામાં આવે છે અને બીજા ત્રિમાસિકમાં દરરોજ ફક્ત 300-400 કેલરીનો વધારો કરવામાં આવશે , જ્યારે ત્રીજા ત્રિમાસિકમાં તમારે દરરોજ 450-500 વધારાની કેલરીની જરૂર હોય છે.
  Published by:Kaushal Pancholi
  First published: