Home /News /lifestyle /જાયફળના આ ફેસ પેકથી ચહેરા પર લાવો મસ્ત ગ્લો, મિનિટોમાં ચમકી જશે ચહેરો, આ રીતે બનાવો ઘરે
જાયફળના આ ફેસ પેકથી ચહેરા પર લાવો મસ્ત ગ્લો, મિનિટોમાં ચમકી જશે ચહેરો, આ રીતે બનાવો ઘરે
આ ફેસ પેક ચહેરા પર લાવે છે મસ્ત ગ્લો
Nutmeg face pack benefits: ચહેરાને ક્લિન કરવા માટે ફેસ પેક સૌથી બેસ્ટ છે. વધતા પ્રદુષણને કારણે મોટાભાગના લોકોને સ્કિનની અનેક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે જાયફળનો ફેસ પેક સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરાને સુંદર બનાવવા માટે છોકરીઓ અનેક ઘણી ટ્રિટમેન્ટ કરાવતી હોય છે. ચહેરાને સુંદર બનાવવું ખૂબ જરૂરી છે. ચહેરો સુંદર ના હોય તો પર્સનાલિટી ખરાબ પડે છે. જો કે આજકાલ અનેક પ્રકારની ટ્રિટમેન્ટ સલુનમાં થતી હોય છે જેમાં ચહેરા પર તમે ગ્લો લાવી શકો છો અને સાથે તમને ગમતી સર્જરી પણ કરાવી શકો છો. પરંતુ તમને જણાવી દઇએ કે આ પ્રકારની ટ્રિટમેન્ટ તમને લાંબા ગાળે નુકસાન કરે છે. આ માટે બને ત્યાં સુધી ઘરેલું ઉપાયો અજમાવો. આ ઉપાયોમાં તમે જાયફળનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. જાયફળ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો જાણી લો જાયફળ કેવી રીતે તમારા ચહેરા પર ગ્લો લાવે છે.
જાયફળ અને દૂધનો ફેસ પેક દરેક લોકોની સ્કિન પર સૂટ થાય છે. જાયફળ અને દૂધનો આ પેક તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ માટે તમે એક ચમચી જાયફળનો પાવડર લો અને એક ચમચી કાચુ દૂધ લો. ત્યારબાદ આ પેકને બરાબર મિક્સ કરી દો. તો તૈયાર છે જાયફળ અને દૂધનો ફેસ પેક.
હવે આ પેકને તમે તમારા ફેસ પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ આ ચોખ્ખા પાણીથી મોં ધોઇ લો. આ ઉપાય તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. આ ફેસ પેક તમારા ચહેરાને ક્લિન કરવાનું કામ કરે છે. તમને ખીલ બહુ થાય છે અને તમે આ ફેસ પેકનો ઉપયોગ કરો છો તો ખીલ બધા છૂ થઇ જાય છે.
જાયફળ અને કેસર
જાયફળ અને કેસરનો ફેસ પેક તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ ફેસ પેક બનાવવા માટે તમે સૌ પ્રથમ જાયફળનો પાવડર બનાવી લો અને પછી એમાં કેસર નાંખો. ત્યારબાદ આ પેકમાં ગુલાબ જળ નાંખીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ફેસ પેક. આ ફેસ પેક તમે રેગ્યુલર ચહેરા પર લગાવો છો તો તમારો ચહેરો ક્લિન થઇ જાય છે અને સાથે ગ્લો પણ મસ્ત આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર