રેલવે મુસાફરી બની વધુ સુખદ, ફ્લાઇટની જેમ ટ્રેનમાં પણ મનપસંદ સીટ બુક થશે

News18 Gujarati
Updated: January 4, 2019, 7:30 AM IST
રેલવે મુસાફરી બની વધુ સુખદ, ફ્લાઇટની જેમ ટ્રેનમાં પણ મનપસંદ સીટ બુક થશે
News18 Gujarati
Updated: January 4, 2019, 7:30 AM IST
ફ્લાઇટનીા જેમ જ ટ્રેનમાં પણ તમે મનપસંદ સીટ પસંદ કરી શકો છો, રેલવે મુસાફરને પણ ફ્લાઇટની જેમ જ સીટ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે, નવા પ્લાનિંગ પ્રમાણે જેવી રીતે મુસાફર ફ્લાઇટ ટિકિટ બૂક કરે છે તેવી રીતે રેલવેની પણ ટિકિટ બૂક કરી શકશે. ટિકિટ બૂક કરતી વખતે કોમ્પ્યૂટર સ્ક્રિન પર આ જાણકારી હશે કે કઇ સીટ ક્યા કોચમાં ખાલી છે અને કઇ બર્થ લેવી છે.

આ સુવિધા માટે રેલવેની આઇટી આર્મ ક્રિસને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે, આ પાછળ રેલવોનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ મુસાફરોને ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સુવિધાથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની તક વધી જશે.

સુરક્ષિત અને સુંદર ટ્રેન સફર

નવા વર્ષે રેલવેએ વધુ ધ્યાન સેફ્ટી અને ખાવા-પીવાની સુવિધાને પહોંચી વળવા પર લગાવ્યું છે. જેમાં સુધાર માટે રેલવે બોર્ડના ચેરમેને પણ તમામ જોનના જનરલ મેનેજરની સાથે એક બેઠક બોલાવી છે, 6થી 7 કલાક સુધી ચાલનારી બેઠકમાં આ આદેશ આપવામાં આવ્યો છે કે સેફ્ટીથી કોઇ પ્રકારની બાંધછોડ નહીં થાય.

સાથે જ મોટાભાગે મુસાફરોની ફરિયાદ ખાવા-પીવા પર હોય છે, જે દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઇ વેન્ડર વાસી ખાવાનું યાત્રિકોને આપશે અથવા તો ટિપ માગશે તો, ફરિયાદના આધારે વેન્ડરનું લાઇસેન્સ તુરંત રદ્દ થઇ જશે.
First published: January 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...