Home /News /lifestyle /પ્રેગનન્સી પછી વજન વધી ગયુ છે? તો સવારમાં ખાઓ 'ઓટ્સ દહીં મસાલા', માત્ર 15 મિનિટમાં બની જશે
પ્રેગનન્સી પછી વજન વધી ગયુ છે? તો સવારમાં ખાઓ 'ઓટ્સ દહીં મસાલા', માત્ર 15 મિનિટમાં બની જશે
આ રેસિપી વજન ઉતારવા માટે બેસ્ટ છે
Oats dahi masala recipe: ઓટ્સ દહીં મસાલા ખાવાની બહુ જ મજા આવે છે. આ ઓટ્સ દહીં મસાલા તમે સવારના નાસ્તામાં ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. આ દહીં અને ઓટ્સ તમારું વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગના લોકો સવારનો નાસ્તો સ્કિપ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે સવારનો નાસ્તો દરેક લોકોએ હેલ્ધી કરવો જોઇએ. સવારના નાસ્તાથી આખા દિવસની એનર્જી શરીરમાં રહે છે. આ સાથે જ કામમાં મન પણ લાગે છે. જો કે આ વાતને તમે સાચી નહીં માનો પણ આ હકીકત છે. તમે વજન ઉતારી રહ્યા છો તો પણ તમારે સવારનો નાસ્તો હેલ્ધી કરવો જોઇએ. હેલ્ધી નાસ્તાથી તમારી બોડીને અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને એક હેલ્ધી નાસ્તો જણાવીશું જે તમે ઘરે બનાવીને ખાઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઓટ્સ દહીં મસાલા.