Home /News /lifestyle /Chocolate Milk Shake Day: આ રીતે ઘરે ચોકલેટ મિલ્ક શેક બનાવશો તો ટેસ્ટમાં બહાર કરતા પણ મસ્ત બનશે

Chocolate Milk Shake Day: આ રીતે ઘરે ચોકલેટ મિલ્ક શેક બનાવશો તો ટેસ્ટમાં બહાર કરતા પણ મસ્ત બનશે

ચોકલેટ મિલ્ક શેક

Chocolate milk shake recipe: ચોકલેટ મિલ્ક શેક પીવાની બહુ જ મજા આવે છે. તમે આ રીતે ઘરે બનાવો છો તો સ્વાસ્થ્યને કોઇ નુકસાન થતુ નથી અને તમને શાંતિથી બેસીને પીવાની પણ મજા આવે છે. આ શેક પી લીધા પછી માઇન્ડ એકદમ રિલેક્સ થઇ જાય છે.

    Chocolate Milk Shake Day: ચોકલેટ મિલ્ક શેક પીવાની બહુ જ મજા આવે છે. ચોકલેટ મિલ્ક શેક તમે આ રીતે ઘરે બનાવો છો તો પ્રોપર ટેસ્ટમાં બહાર જેવો જ બને છે. આ મિલ્કશેકમાં તમારે દરેક વસ્તુઓના માપનું ધ્યાન રાખવાનું હોય છે. જો કોઇ વસ્તુ વધારે પડી જાય છે તો ટેસ્ટમાં મજા આવતી નથી અને અંતે આપણો મુડ ખરાબ થઇ જાય છે. આમ, જો ચોકલેટની વાત કરીએ તો દુનિયાભરમાં લોકો આના દિવાના હોય છે. યુએસમાં ચોકલેટ ખાવાના શોખીન લોકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે. આજના આ સમયમાં નાના બાળકો પણ ચોકલેટ મિલ્ક શેક પીવાના શોખીન હોય છે. તો તમે પણ ઘરે આ રીતે બનાવો ચોકલેટ મિલ્ક શેક.

    સામગ્રી

    બે કપ દૂધ

    1 ટી.સ્પૂન કોકો પાવડર

    3 સ્કૂપ ચોકલેટ આઇસ્ક્રીમ

    ½ ટી સ્પૂન વેનિલા એસેન્સ

    આ પણ વાંચો: બાળકને ગરદન પર થાય છે રેશિઝ?

    જરૂર મુજબ ચોકલેટ પાવડર

    જરૂર મુજબ ડ્રિંકિંગ ચોકલેટ

    5 થી 6 આઇસ ક્યૂબ્સ

    જરૂર મુજબ ખાંડ

    બનાવવાની રીત


    ચોકલેટ મિલ્ક શેક બનાવવા માટે સૌ પ્રથમ એક કપ એક વાસણમાં દૂધ લઇ લો. હવે આ દૂધને ગરમ કરી લો. ત્યારબાદ આ ગરમ દૂધમાં એક કપ નોર્મલ દૂધ એટલે કે ઠંડુ દૂધ એડ કરો અને સતત હલાવતા રહો. પછી આ દૂધમાં કોકો પાવડર, ડ્રિંકિંગ ચોકલેટ, ખાંડ અને આઇસ ક્યૂબ્સ નાંખી દો. હવે આ બધી જ સામગ્રીને મિક્સરમાં લઇ લો અને બે થી ત્રણ વખત ચન કરી લો. આ શેક બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે સતત તમારે મિક્સર ચલાવતા રહેવાનું નથી. બે થી ત્રણ વાર ચાલુ બંધ કરવાનું છે. આમ કરવાથી શેક સારો બને છે.

    આ પણ વાંચો: જાણો પગ નીચે તકિયો મુકીને સૂવાથી શું થાય છે ફાયદાઓ

    પછી એક ગ્લાસ લો અને એની ચારેબાજુ ચોકલેટ સિરપ લગાવીને 30 મિનિટ માટે ફ્રિજમાં મુકી દો. નક્કી કરેલા સમય પછી ગ્લાસને ફ્રિજમાંથી બહાર કાઢી લો અને એમાં ચોકલેટ મિલ્ક શેક એડ કરો. ત્યારબાદ આ શેકમાં સ્કૂપની મદદથી ચોકલેટ આઇસ્ક્રીમ અને બરફના ટુકડા નાંખો. તો તૈયાર છે એકદમ ઠંડો-ઠંડો ચોકલેટ મિલ્ક શેક. આ શેક પીવાની બહુ જ મજા આવે છે. આ મિલ્ક શેક બનાવતી વખતે ઉપર જણાવ્યા મુજબ જ ડ્રિંકિંગ ચોકલેટ એડ કરવાની રહેશે. ઘણાં લોક પાછળથી એડ કરે છે જેના કારણે ટેસ્ટ બદલાઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Chocolate, Recipes, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन