Health Tips: આપણા ખોરાકની શરીર પર સારી અને ખરાબ બંને અસરો થતી હોય છે. તો આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે ખાઈએ છીએ આ બાબત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ખાવાને લઈને થોડી પણ બેદરકારી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.
બીજી તરફ, જો તમે ખોરાકને વારંવાર ગરમ કરવાની ભૂલ કરો છો (Avoid Reheating Foods) તો તે તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. અસલમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને વારંવાર ગરમ ન કરવી જોઈએ. જો આપણે આમ કરીએ તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જેમાં દૂધ ઉપરાંત અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આવો જાણીએ કઈ વસ્તુઓને વારંવાર ગરમ ન કરવી જોઈએ.
જો તમે દૂધને વારંવાર ગરમ કરો છો તો તેમાં એસિડનું પ્રમાણ વધવા ઉપરાંત પોષણનું પ્રમાણ ઘટે છે. ખરેખર જેટલી વખત દૂધ ઉકાળવામાં આવે છે તેમાં પ્રોટીનનું પ્રમાણ તેટલું જ ઘટે છે અને તમામ પોષક તત્વો નાશ પામે છે. આ સાથે જ દૂધમાં એસિડનું પ્રમાણ વધવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
દૂધ સિવાય તમારે વિટામિન સી ધરાવતા ખોરાકને વારંવાર ગરમ ન કરવો જોઈએ. આ તેના પોષણ મૂલ્યને ઘટાડે છે. જેટલી વાર તમે ખોરાકને ગરમ કરશો, તે તેટલું વધુ પોષણ ગુમાવશે અને ખોરાકમાં પોષણનો અભાવ શરૂ થશે. આટલું જ નહીં જો તેને વધારે ગરમ કરવામાં આવે તો ખોરાક ઝેરી પણ બની શકે છે.
લીલા પાંદડાવાળા શાકભાજીને વારંવાર ગરમ કરવાનું ટાળો. આમ કરવાથી તેમાં રહેલા નાઈટ્રેટ્સ ઝેરી સંયોજનો બની જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જે લોકોને ગરમ ખોરાક ખાવાની આદત હોય છે તેઓ ભાત જો ઠંડા હોય તો તેને ગરમ કરતા હોય છે. જો તમે પણ આવું કરોછો, તો તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વારંવાર ગરમ કરેલા ભાત ખાવાથી પણ ડાયરિયા થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Food for health, Health tips આરોગ્ય ટિપ્સ, Healthy diet, Healthy Foods