લીંબુની છાલનો આ રીતે ઉપયોગ કરવાથી થશે ઘણાં બધા ફાયદા, પાવર બુસ્ટરનું કરશે કામ

  • Share this:
Benefits Of Lemon Peel :ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ શરબતમાં કે પછી ખાદ્ય પદાર્થોમાં લીંબુ નાંખવામાં આવે છે. દ્રાક્ષ, નારંગી અને લાઈમની જેમ લીંબુ સાઇટ્રસ ફળ છે. સામાન્ય રીતે તો આપણે લીંબુના પલ્પ અને જ્યુસનો ઉપયોગ કરતા હોઈએ છીએ લીંબુની છાલ આપણે ફેંકી દઈએ છીએ.

આ દરમિયાન લીંબુની છાલના મહત્વને સમજવતા હેલ્થલાઇનના રિપોર્ટ મુજબ, સંશોધનમાં ફલિત થયું છે કે, લીંબુની છાલના પણ ઘણા ફાયદાઓ છે. લીંબૂમાં બાયોએક્ટિવ કોમ્પોનેન્ટ્સનું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી તત્વો છે. લીંબુની છાલમાં ફાઇબર અને વિટામિન સી સાથે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. આ ઉપરાંત લીંબુની ખાસ સુગંધનું કારણ રહેલા ડી લિમોનેન કોમ્પોનેન્ટ્સ સ્વાસ્થ્યને ઘણી અસર કરે છે. તો ચાલો જાણીએ લીંબુના છાલના ફાયદા.

લીંબુની છાલના ફાયદા

દાંતને બીમારીઓથી રક્ષણ આપે

લીંબુની છાલમાં મળી આવતા ખાસ પ્રકારના એંટી બેક્ટેરિયલ તત્વો દાંતમાં કેવિટી અને ગમ ઇન્ફેક્શનને દૂર કરે છે. લીંબુના છાલમાં પાવરફુલ એન્ટી-બેક્ટેરિયલ ઘટકો હોય છે. જે મોઢાના રોગોનું કારણ બને તેવા બેક્ટેરિયાનો નાશ કરવા સક્ષમ હોવાનું એક શોધમાં સામે આવ્યું છે.

એન્ટીઓક્સીડેન્ટ ગુણ

લીંબુની જેમ તેની છાલમાં પણ મોટા પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ છે. તે એક પ્લાન્ટ કોમ્પોનેન્ટ્સ છે અને શરીરનમાં થતા ફ્રી રેડીકલ્સથી સેલ્યુલર ડેમેજને બચાવે છે. વિટામિન સી અને ડી લિમોનિન જેવા તત્વ હોવાથી લીંબુની છાલ હૃદય રોગમાં પણ સુરક્ષા આપે છે. સ્કિન એજિંગ પ્રક્રિયા પણ ધીમી પાડે છે. લીંબુની છાલમાં હાજર એન્ટીઓકિસડન્ટસ ત્વચાને ડિટોક્સિફાઇ કરીને ત્વચાના આરોગ્યની સંભાળ રાખે છે. લીંબુની છાલ કરચલીઓ, ખીલ, અને ડાઘ ધબ્બા સામે ખૂબ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરે

લીંબુના છાલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો તેનો ઉપયોગ કરવાથી સીઝનલ ફ્લૂ, ખાંસી, શરદી વગેરેથી રક્ષણ મળે છે. જો દરરોજ એકથી બે ગ્રામ વિટામિન સીનું સેવન કરવામાં આવે તો સામાન્ય શરદી થવાની શક્યતામાં 8 ટકાનો ઘટાડો થાય છે તેવું સંશોધનમાંથી જાણવા મળ્યું છે.

હૃદય માટે ખૂબ સારું

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લીંબુની છાલના સેવનથી હૃદય તંદુરસ્ત રહે છે. તેમાં રહેલું ડી લેમોનેટ બ્લડ-શુગર અને બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. પરિણામે હૃદય વધુ સારી રીતે કામ કરે છે.

અન્ય ઉપયોગ કયા?

- વાઇટ વિનેગરમાં નાખી તેનો તમામ રીતે ઉપયોગ થઈ શકે છે.

- ફ્રિજમાં વાસ આવતી હોય તો તેને ડોરમાં રાખો. વાસ ગાયબ થઈ જશે.

- તમે છાલનો ઉપયોગ કીટલીને સાફ કરવા માટે પણ કરી શકો છો. કીટલમાં પાણી અને લીંબુની છાલ મિક્સ કરીને થોડો સમય ઉકાળવું પડશે.

- ખાંડ અને ઓલિવ ઓઇલ સાથે લીંબુની છાલ મિક્સ કરી બોડી સ્ક્રબર તરીકે પણ વાપરી શકો છો.

- લીંબુની છાલનો પાવડર, રાઈસ પાવડર અને ઠંડા દૂધને મિક્ષ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. આ પેસ્ટ ત્વચાને સાફ કરશે.
Published by:kuldipsinh barot
First published: