ક્યાંક તમે પણ નથી કરી રહ્યાને માઇક્રોવેવનો ઉપયોગ, જાણો તેના ગંભીર સાઇડ ઇફેક્ટ્સ

  • Share this:
Side Effects Of Microwave: આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે સમયના અભાવે ઝડપી કામ કરતા સાધનો વસાવીએ છીએ. આજે સામાન્ય રીતે મોડર્ન કિચનમાં માઇક્રોવેવ હોવું ફરજીયાત માનવામાં આવે છે. તેનાથી જમવાનું બનાવવું અને ગરમ કરવું ઝડપી હોય છે અને મહેનત પણ ઓછી લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઇલેક્ટ્રિક ગેજેટ હકીકતમાં તમારા રસોડાને મોડર્ન તો બનાવે છે, પરંતુ તમારા પરીવારના સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે.

મેડિકલ ડેલીમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટમાં જાણીતા ફિઝિશિયન ડો. જોસેફ મોરક્યોલાનું કહેવું છે કે, હકીકતમાં જ્યારે આપણે પોષક તત્વોથી ભરપૂર ખોરાકને માઇક્રોવેવમાં નાંખીએ છીએ ત્યારે ઇલેક્ટ્રિક હિટ તેને ડેડ ફૂડમાં પરિવર્તિત કરે છે. માઇક્રોવેવમાં જતા જ તેમાં રહેલ વોટર મોલેક્યૂલ્સ રિપીડલી બાઉન્સ કરે છે, જેથી ઝડપથી ખોરાક ગરમ થઇ જાય છે. આ પ્રક્રિયાથી ભોજનના પોષક તત્વોનું સ્ટ્રક્ચર બદલી જાય છે. અને તેના તમામ ન્યૂટ્રિશન હાનિકારક તત્વો બની જાય છે.

ઘણા સંશોધનમાં આ વાત સામે આવી છેકે, માઇક્રોવેવ ઓવનના રેગ્યુલર ઉપયોગથી શરીરની ઇમ્યૂનિટી ઓછી થઇ જાય છે. જો ગર્ભવતી મહિલા તેમા ગરમ કરેલ ખોરાક ખાય તો આવનાર બાળકમાં જન્મજાત તકલીફો પણ થઇ શકે છે. આ સિવાય માઇક્રોવેવનો નિરંતર ઉપયોગ કેન્સરનો ખતરો પણ વધારી દે છે. એટલું જ નહીં, તેના વપરાશથી ઘણા લોકોમાં હાઇ બ્લડ પ્રેશરની પણ સમસ્યા જોવા મળી છે.

આ જાણવું પણ છે જરૂરી

- જ્યારે તમે કોઇ ભોજનને પ્લાસ્ટિકમાં રાખીને ગરમ કરો છો તો તે ભોજનમાં કાર્સિનોજેન્સ પેદા કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.

- માઇક્રોવેવની હીટથી ભોજનમાં બીપીએ, પોલિથીલીન ટર્પથેલેટ, બેન્જેન જેવા ઘણા ટોક્સિક કેમિકલ્સ પેદા થાય છે.

- રશિયન શોધમાં જાણવા મળ્યું છેકે તેમાં દૂધ અને ભોજન ગરમ કરવાથી તમારા રેડ બ્લડ સેલ્સ ઓછા થઇ જાય છે. અને વ્હાઇટ બ્લડ સેલ્સ વધી જાય છે. એટલું જ નહીં કોલેસ્ટ્રોલ પણ હાઇ થઇ જાય છે. આ જ માઇક્રોવેવ રેડિએશનથી બ્લડ અને હાર્ટ રેટ બંને પ્રભાવિત થાય છે.
Published by:kuldipsinh barot
First published: