ઘરમાં લગાવો આ પ્લાન્ટ્સ, Depressionથી મળશે રાહત અને મન પ્રફુલ્લિત રહેશે

તસવીર-shutterstock.com

Plants To Remove Stress: કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો ઘરે રહેવાનું જ પસંદ કરે છે. વધુ સમય સુધી ઘરે રહેવાને કારણે અનેક લોકો ડિપ્રેશન(Depression)નો શિકાર થઈ રહ્યા છે. અનેક લોકોની સહનશીલતા ઓછી થઈ રહી છે.

  • Share this:
Plants To Remove Stress: કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો ઘરે રહેવાનું જ પસંદ કરે છે. વધુ સમય સુધી ઘરે રહેવાને કારણે અનેક લોકો ડિપ્રેશન(Depression)નો શિકાર થઈ રહ્યા છે. અનેક લોકોની સહનશીલતા ઓછી થઈ રહી છે. અનેક લોકોના ઘરમાં લડાઈ-ઝઘડા શરૂ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં માનસિક સંતુલન જળવાઈ રહેવાય તે માટે કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું જરૂરી છે. જેથી તમારુ મન પરોવાયેલું રહે અને તમે પોઝિટીવ રહો. તે માટે તમારે સૌથી પહેલા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ. ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ જેનાથી તમને સકારાત્મક ઊર્જા (Positive energy) મળે અને પોઝિટીવ વિચાર આવે. ઘરમાં છોડ વાવવાથી સકારાત્મક ઊર્જા (Positive energy) ઉત્પન્ન થાય છે. અહીં કેટલાક ઔષધીય છોડ અને ફૂલની માહિતી આપવામાં આવી છે, જેનાથી તમને સકારાત્મક ઊર્જા (Positive energy) મળશે અને તમને તણાવથી પણ રાહત મળશે.

તુલસી

ભારતમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને ઔષધીય છોડ તરીકે ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ વાવવાથી સુખ અને શાંતિ રહે છે. તુલસી સકારાત્મક ઊર્જા (Positive energy)નો એક સારો સ્ત્રોત છે. તુલસીના પાનનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ અને તણાવથી રાહત મળે છે.

ગુલાબ

ગુલાબના અલગ-અલગ પ્રકારના છોડ હોય છે, જો તમે ઘરમાં ગુલાબ (Rose)નો છોડ વાવવા ઈચ્છો છો તો તમારે દેશી ગુલાબનો છોડ વાવવો જોઈએ. ગુલાબ એક ખૂબ જ સુગંધિત ફૂલ છે અને મહિલાઓને વાળમાં ગુલાબ લગાવવું ખૂબ જ પસંદ હોય છે. ગુલાબનું ફૂલ શાંતિ, પ્રેમ સકારાત્મક વાતાવરણનું પ્રતીક હોય છે. આ પવિત્ર ફૂલ તમારી આસપાસની સકારાત્મક વાતાવરણનું પ્રતીક હોય છે અને તણાવને દૂર કરે છે. આ કારણોસર શુભ કાર્યોમાં ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો - મેંદો પસંદ હોય તો જાણી લો તેના નુકસાન વિશે, આ કારણે ન કરો વધારે ઉપયોગ

મની પ્લાન્ટ (Money plant)

મની પ્લાન્ટ એક એવો છોડ છે જે ક્યાંય પણ ફિટ થઈ જાય છે. બેડરૂમ, બાલ્કની, બાથરૂમ, ડ્રોઈંગ રૂમ અથવા બગીચામાં પણ લગાવી શકો છો. કેટલાક લોકો રસોડામાં પણ આ છોડ વાવે છે, જેથી રસોડામાં હરિયાળી જોવા મળે. આ છોડ ઘરમાં સકારાત્મક ઊર્જા (Positive energy) ઉત્પન્ન કરે છે અને આ છોડની વધુ સારસંભાળ લેવી પડે છે.

જાસ્મીન

જાસ્મીનની સુંગધ ખૂબ જ મનમોહક હોય છે. વિશ્વના અનેક દેશોમાં જાસ્મીનના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જાસ્મીનના ફૂલને આત્મવિશ્વાસ વધારવા માટે, પ્રેમનું પ્રતીક અને સંબંધને વધુ મજબૂત બનાવવા માટેના ગણવામાં આવે છે. અગરબત્તી, મીણબત્તીઓમાં સુગંધ ઉમેરવા માટે જાસ્મીનના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવે છે આ છોડ વાવવાથી રાત્રે સારા સપના આવે છે.

આ પણ વાંચો: Corona Third Wave in India: વિશેષકોના મતે, આ ચાર વાતો પર આધારિત હશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન

રોજમેરી

રોજમેરીનો છોડ વાવવાથી પવિત્રતાનો અનુભવ થાય છે. કહેવામાં આવે છે કે આ છોડ વાવવાથી ગુસ્સો આવે છે, ડિપ્રેશન (Depression)થી રાહત મળે છે અને એકલાપણું લાગતું નથી. રોજમેરીના છોડથી મન શાંત થાય છે. લોકો કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પાસે આ છોડ વાવવો જોઈએ. તમે આ છોડનો ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો.

લિલી

લિલીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ફૂલને ખુશીઓનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડથી ઘરમાં ખુશીઓ આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. લિલીના છોડને બેડરૂમમાં લગાવાથી રાત્રે ઊંઘ સારી આવે છે અને સવારે મન પ્રફુલ્લિત રહે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:kuldipsinh barot
First published: