જમ્યા બાદ આ ફળ ખાવાથી થશે મોટી મુશ્કેલી, ગેરફાયદાઓ જાણો એક ક્લિકમાં

Never Eat These Fruits After Lunch Or Dinner: ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફળમાં તમામ પ્રકારના ન્યુટ્રીશન, મિનરલ્સ, પોષક તત્વો હોય છે.

Never Eat These Fruits After Lunch Or Dinner: ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફળમાં તમામ પ્રકારના ન્યુટ્રીશન, મિનરલ્સ, પોષક તત્વો હોય છે.

  • Share this:
Never Eat These Fruits After Lunch Or Dinner: ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફળમાં તમામ પ્રકારના ન્યુટ્રીશન, મિનરલ્સ, પોષક તત્વો હોય છે. જે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. ફળ ખાવાના ફાયદા અનેક છે, જેથી લોકો હંમેશા ફળ ખાવા તૈયાર હોય છે. ઓફિસ હોય કે ઘર ગમે ત્યાં ફળો સરળતાથી ખાઈ શકાય છે. ઘણી વખત આપણે જમ્યા પછી પણ ફળ ખાવાનું પસંદ કરીએ છીએ. આ આદત લોકોમાં સામાન્ય છે. પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક ફળ એવા છે, જે જમ્યા પછી ખાવાથી નુકસાનકારક થઇ શકે છે.

કેટલાક ફળ સવારે ખાવ તો જ લાભ આપે છે. જો તમે તેને બપોરે અથવા રાતે જમ્યા પછી ખાવ તો ફાયદાઓ ઓછા અને નુકસાન વધુ હોય છે. આયુર્વેદમાં પણ આવું ન કરવા જણાવાયું છે. આયુર્વેદ મુજબ ખાટા ફળો અને છોડી બાકી બધા ફળ ખાલી પેટે ખાવા શ્રેષ્ઠ રહે છે અને ભોજન બાદ ફળ ખાવા જ ન જોઈએ. આવું કરવાથી તમારા પાચન તંત્રમાં સમસ્યા ઉભી થઇ શકે છે.

જમ્યા પછી કયા ફળ ન ખાવા

કેરી

જમ્યા બાદ કેરીનું સેવન ન કરવું જોઇએ તેવું આયુર્વેદમાં માનવામાં આવે છે. કેરીમાં ભરપૂર પ્રમાણમાં સુગર હોય છે. જે તમારા શરીરમાં બ્લડ શુગરને ખૂબ જ ઝડપથી વધારી દે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ તો આવું કરવું જ ન જોઈએ. કેરીની તાસીર ગરમ હોય છે, જમ્યાના એક કલાક પછી અથવા એક કલાક પહેલા કેરી ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: રોગપ્રતિકારક શક્તિ વધારી સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે કોળું, અહીં જાણો કોળું ખાવાના ફાય

કેળા

જમ્યાને તુરંત બાદ કેળા પણ ખાવા ન જોઈએ. જો તમે આવું કરો તો શરીરમાં કેલેરી અને ગ્લુકોઝનું લેવલ વધી જાય છે.

તરબૂચ

તરબૂચ ખાવાનો યોગ્ય સમય બપોર હોવાનું માનવામાં આવે છે. રાત્રે તરબૂચ ન ખાવું જોઈએ. તેનાથી ઇનડાયજેશનની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો: Flipkart એ સપર્શી લે તેવી વિડિઓની સાથે ડિલીવરી હીરોને આપી શ્રદ્ધાંજલિ

દ્રાક્ષ

દ્રાક્ષની તાસીર ઠંડી હોય છે. તેનાથી શરીરમાં ભેજ રહે છે. દ્રાક્ષ ભોજન કર્યા બાદ તરત ન ખાવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

મોસંબી

મોસંબીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તે ભરપૂર એનર્જીનો સોર્સ પણ છે. જેથી તેનું સેવન બપોરે કરવું જોઈએ. મોસંબી ડિહાઇડ્રેશનથી બચાવી એનર્જી આપે છે.

આ પણ વાંચો: શરીરમાં લોહીની ઊણપ હોય તો આ લક્ષણોથી પડે છે ખબર, ઉપાય માટે આટલું કરો

સંતરા

સંતરામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જે જમ્યાના એક કલાક પહેલાં અથવા એક કલાક પછી ખાવી જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
Published by:kuldipsinh barot
First published: