ગરમીમાં આ રીતે શરીરને રાખો હાઇડ્રેટેડ, આ ટીપ્સ દ્વારા નહીં થાય કોઇ સમસ્યા

ફાઈલ તસવીર

આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. પાણી આપણા શરીરમાં થતા બાયો કેમિકલ રિએક્શન, શરીરમાં પોષક તત્વોની સપ્લાઇ, ટોક્સિન્સને બહાર કાઢવા, બોડી ટેમ્પરેચર અને બ્લડ સર્ક્યુલેશનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

  • Share this:
આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. પાણી આપણા શરીરમાં થતા બાયો કેમિકલ રિએક્શન, શરીરમાં પોષક તત્વોની સપ્લાઇ, ટોક્સિન્સને બહાર કાઢવા, બોડી ટેમ્પરેચર અને બ્લડ સર્ક્યુલેશનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. એટલું જ નહીં પાણી ડાઇજેશન, કબજીયાત, હાર્ટબીટ, ઓર્ગન અને ટીશ્યુ માટે પણ એક આવશ્યક તત્વ છે. જો શરીરમાં પાણીની કમી થઇ જાય તો આપણે ડીહાઇડ્રેટ થઇ શકીએ છીએ અને ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. તમામ સમસ્યાઓથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. પરંતુ ઉનાળાની ઋતુમાં જ્યારે આપણને વધુ પરસેવો આવે છે, તો શરીરમાં પાણીની જરૂર વધુ રહે છે. જો શરીરમાં પાણીની કમી સર્જાશે તો આપણને સનબર્ન, સન સ્ટ્રોક વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. ત્યારે અમે તમને જણાવશું કે તમે ગરમીની ઋતુમાં પણ કઇ રીતે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખી શકો છો.

પાણીવાળા ફળોનું સેવન

ગરમીની ઋતુમાં શક્ય તેટલી માત્રામાં તેવા ફળોનું સેવન કરો, જેમાં પાણીની માત્રા વધુ હોય. ઉદાહરણ તરીકે તમે તરબૂચ, દ્રાક્ષ, સંતરા, મોસંબી જેવા ફળો ખાઇ શકો છો. આ સિવાય તમે કાકડી, ટામેટા વગેરે જેવા શાકભાજી પણ તમારા ડાયટમાં ઉમેરી શકો છો.

આ પણ વાંચો: આ 5 પ્રકારના નખ જણાવે છે સ્વાસ્થ્ય વિશે, રંગ અને બનાવટથી જાણો તમને કઈ બીમારી છે!

આ વસ્તુઓથી રહો દૂર

અમુક ખાદ્ય વસ્તુઓ એવી હોય છે જે શરીરને ડિહાઇડ્રેટેડ કરે છે. જેમ કે કોફી, શુગરી સોડા, બીયર, વાઇન, લેમનેડ, એનર્જી ડ્રીંક અને ચા વગેરેમાં શુગર, મીઠું અને અન્ય વસ્તુઓ વધુ હોય છે, જે શરીરમાં પાણી ઓછું કરી શકે છે.

ખૂબ ન્હાવ

ઉનાળાની ઋતુમાં શરીરમાં વધુ પરસેવો આવે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી થઇ જાય છે. જો તમે ઠંડા પાણીથી વધુ વખત ન્હાવ છો તો વધુ પરસેવો થતો નથી અને ડીહાઇડ્રેશનની સમસ્યા થતી નથી.

આ પણ વાંચો: સવારે ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાથી વજન, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસમાં થઈ શકે છે ફાયદા

જરૂર પીવો ડીટોક્સ ડ્રિંક્સ

તમે એક બોટલમાં લીંબુ, સંતરા, જાંબુ, ફુદીનો, કાકડી વગેરે ફળ કાપીને નાખો અને ફ્રીજમાં સ્ટોર કરો. તેને તમે દિવસભર પી શકો છો. તે સ્વાદની સાથે હેલ્થી પણ રહેશે.

નારીયેલ પાણી

નારીયેલ પાણીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટને પણ બેલેન્સ કરે છે. તેમાં કેલેરી અને શુગર સિવાય પાટેશિયમની માત્રા પણ ભરપૂર હોય છે, જે આપણને હાઇડ્રેટ રાખે છે.
Published by:kuldipsinh barot
First published: