સ્વસ્થ રહેવા માટે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. અનેક લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે મેડિટેશન કરે છે. મેડિટેશનના અનેક પ્રકાર છે મ્યૂઝિક મેડિટેશન, વોકિંગ મેડિટેશન વગેરે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોકલેટ મેડિટેશન તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્વસ્થ રહેવા માટે જો તમે પણ મેડિટેશન કરો છો તો તમે ચોકલેટ મેડિટેશન અપનાવી શકો છો. અહીંયા ચોકલેટ મેડિટેશન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
ચોકલેટ મેડિટેશન- ચોકલેટ મેડિટેશન કરવા માટે ચોકલેટની જરૂર રહેશે. જો તમે ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરશો તો તે વધુ લાભદાયી રહેશે. ચોકલેટ મેડિટેશન દરમ્યાન તમારે ચોકલેટ પણ ખાવાની રહેશે. ચોકલેટની સ્મેલના કારણે તમે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ચોકલેટ મેડિટેશન તમને માનસિક તણાવ, ચિંતા અને નેગેટીવ વિચાર દૂર કરવામાં મદદ કરશે તથા શરીરમાં હેપ્પી હૉર્મોન્સ રિલીઝ કરશે. ચોકલેટ મેડિટેશન મૂડ ફ્રેશ કરશે તથા તણાવ દૂર કરીને માનસિક રીતે સ્વસ્થ પણ રાખશે.
ચોકલેટ મેડિટેશનની પ્રક્રિયા- ચોકલેટ મેડિટેશન કરવા માટે એક ડાર્ક ચોકલેટ લો અને શાંત જગ્યા પર યોગા મેટ પાથરીને પલાઠી વાળની બેસો. ઊંડા શ્વાસ લઈને મસલ્સ અને મગજને રિલેક્સ કરો. ત્યારબાદ ચોકલેટ પર ધ્યાન કેન્દ્રિત કરો. તે બાદ ચોકલેટને નાક પાસે લઈ જાવ અને તેની સ્મેલ લો. મોંઢામાં ચોકલેટનો એક ટુકડો મુકો અને આંખો બંધ કરી લો. ચોકલેટ જ્યારે મોંઢામાં ઓગળવા લાગે ત્યારે તેના ટેસ્ટ અને સ્મેલ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ધીરે ધીરે ચોકલેટ ખાઈ જાવ. માત્ર ચોકલેટના સ્વાદ અને સ્મેલ પર ધ્યાન પર કેન્દ્રિત કરો. મોંઢામાં ચોકલેટ પૂર્ણ થયા બાદ ફરીથી ચોકલેટનો એક ટુકડો મોંઢામાં મુકો અને ફરીથી આ જ પ્રક્રિયા કરો.
તમે જેટલો સમય મેડિટેશન કરવા ઈચ્છો છો તેટલો સમય વારંવાર આ પ્રક્રિયા કરતા રહો. જ્યારે મેડિટેશન સમાપ્ત કરવું હોય ત્યારે મોંઢામાં ચોકલેટ પતાવ્યા બાદ થોડી સેકન્ડ રાહ જોવો અને ઊંડા શ્વાસ લઈને તમારી નોર્મલ પોઝીશનમાં આવી જાવ.
(નોંધ- આ લેખમાં આપવામાં જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર