ઉનાળામાં કાકડી રાખશે તબિયત ટનાટન, ખાધા બાદ ક્યારેય ન કરતા આ ભૂલ

ઉનાળામાં કાકડી રાખશે તબિયત ટનાટન, ખાધા બાદ ક્યારેય ન કરતા આ ભૂલ
Image-shutterstock.com

  • Share this:
નવી દિલ્હી: ઉનાળાના પ્રારંભ થતા જ કાકડીનો ઉપયોગ વધી જાય છે. ઘણા લોકોને સલાડ તરીકે કાકડી ખાવાનું  પસંદ કરે છે. કાકડીમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે પોષક તત્વોનું પ્રમાણ પણ વધુ હોવાથી શરીર તંદુરસ્ત રહે છે. શરીરને ડાઈડ્રેટેડ રાખવાની સાથે સ્કિન ગ્લો કરવા પણ કાકડી મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ શું તમને ખબર છે કે કાકડી ખાધા બાદ તુરંત પાણી પીવાથી જરૂરી પોષક તત્વો શરીરને મળતા નથી? આ ઉપરાંત પાચનતંત્રની પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચે છે. ઘણીવાર આ ખલેલ નુકસાનકારક બની જાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજનમાં કાકડીના સલાડને સામેલ કરવું જોઈએ.

કાકડીમાં વિટામિન સી, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ તમામ પોષક તત્વો ઉનાળા દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. જેથી ઉનાળામાં કાકડીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, કાકડી ખાધા બાદ તુરંત પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે. અહીં કાકડી ખાધા બાદ શરીરને થતા નુકસાન અંગે માહિતી આપવામાં આવી છે.આ પ્રકારનું થઇ શકે છે નુકશાન

કાકડીમાં 90 ટકા પાણી હોય છે. વિટામિન સી, વિટામિન કે, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેન્ગેનીઝ સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જેનાથી ચામડી અને વાળને ફાયદો થાય છે. અલબત્ત જો તમે કાકડી ખાધા બાદ તુરંત પાણી પી લો, તો આ પોષકતત્વો શરીરને મળતાં નથી.

શરીર પોષક તત્વોનો પૂરતો ફાયદો લઈ શકે તે માટે કાચા શાકભાજી અને ફળ ખાધાના તુરંત બાદ પાણી ન પીવું જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

માત્ર કાકડી ખાધા બાદ જ પાણી પીવું ન જોઈએ એવું પણ નથી. તબીબોનું કહેવું છે કે, પાણીથી ભરપૂર તરબૂચ, અનાનસ અને સ્ટ્રોબેરી જેવા ફળ અને શાકભાજી ખાધા બાદ પણ પાણી ન પીવું જોઈએ.

કાકડી ખાધા બાદ જીઆઈ ગતિશીલતા વધી જાય છે. જેથી પાચન અને અવશોષણની કુદરતી પ્રક્રિયાને નુકસાન પહોંચે છે.

ભોજન પચાવવા માટે પીએચ લેવલ જળવાઈ રહે તે જરૂરી છે. પણ કાકડી ખાધા બાદ પાણી પીવાથી પીએચ લેવલ નબળું પડે છે. ભોજન પચાવવા માટે જરૂરી એસિડ અસરકારક રીતે કામ કરતું નથી. જેથી પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કાકડી ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત થાય છે. કાકડી ખાધા બાદ પાણી પીવો તો ઝાડા-લૂઝ મોશન થઈ જાય છે. માટે કાકડી ખાધા બાદ 20થી30 મિનિટ પાણી ન પીવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપાયેલી વિગતો અને ચુચનો સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધીત નિષ્ણાંતની સલાહ લો)
Published by:News18 Gujarati
First published:April 20, 2021, 19:19 IST