Home /News /lifestyle /શું પ્રેગ્નેન્સીમાં બદામ ખાવી યોગ્ય છે? અહીં જાણો આ જરૂરી વાતો

શું પ્રેગ્નેન્સીમાં બદામ ખાવી યોગ્ય છે? અહીં જાણો આ જરૂરી વાતો

ફાઈલ તસવીર

Pregnancy and Almonds: મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. બદામ (Almonds) પણ પૌષ્ટિક આહારમાંથી એક છે. પ્રેગ્નેન્ટ મહિલાને ઘણા ખોરાકમાં બદામ મિક્સ કરીને આપવામાં આવે છે.

Pregnancy and Almonds: મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. બદામ (Almonds) પણ પૌષ્ટિક આહારમાંથી એક છે. પ્રેગ્નેન્ટ મહિલાને ઘણા ખોરાકમાં બદામ મિક્સ કરીને આપવામાં આવે છે. જેથી માં અને બાળક બંને સ્વસ્થ રહે. પરંતુ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન બદામ કેવી રીતે ખાવી જોઈએ! કાચી કે પલાળેલી. શું પ્રેગ્નેન્સી દરમિયાન બદામ ખાવી ફાયદાકારક છે? અહીં અમે તમને જણાવીશું કે પ્રેગ્નેન્સી દરમિયાન બદામ ખાવાની સાચી રીત કઈ છે.

પ્રેગ્નેન્સીમાં બદામ ખાવી જોઈએ કે નહીં

Parenting Firstcryના સમાચાર અનુસાર ગર્ભાવસ્થામાં કાચી બદામ ખાવી સુરક્ષિત છે. તે આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ અને ફાઈબર જેવા પોશક તત્વો હોય છે. જોકે, પ્રેગ્નેન્ટ મહિલાને બદામ અથવા અન્ય સૂકા મેવાથી એલર્જી હોય તો તેમણે બદામ ખાવાથી દૂર રહેવું જોઈએ.

ગર્ભાવસ્થામાં પલાળેલી બદામના ફાયદા

જો બદામથી એલર્જી ન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન પલાળેલી બદામ ખાઈ શકાય છે. પલાળેલી બદામ પાચનમાં સુધારો કરનારા ઉત્સેચકો મુક્ત કરે છે અને બદામને પલાળીને તેના પોષક તત્વોને વધારે છે. આખી રાત પલાળેલી બદામ ખાવાથી પાચન સારું થાય છે. જો તમે બદામને છોલીને ખાશો તો તે વધુ ફાયદાકારક છે, કારણ કે ત્વચામાં ટેનીન હોય છે. જે પોષણનું અવશોષણ કરે છે.

આ પણ વાંચો: બીમારીઓ દૂર ભગાડે છે આ 3 ખાસ ફૂલ, આ રીતે કરો તેનો ઉપયોગ

કાચી અથવા પલાળેલી બદામમાંથી કઈ સારી?

કાચી અને પલાળેલી બદામ બંને ફાયદાકારક છે, પરંતુ પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

ગર્ભાવસ્થા દરમિયાન બદામ ખાવાથી શું થાય?

છોડમાં હાજર ફાયટીક એસિડ ડ્રાયફ્રૂટ્સ અને બીજ માટે જીવન છે, પરંતુ તે શરીરમાં જરૂરી ખનિજોનું અવશોષણ ધીમું કરે છે. જેથી વધારે ફાયટીક એસિડ મિનરલ્સની ઉણપ પેદા કરી શકે છે. બદામને રાત્રે પલાળીને ફાયટીક એસિડ દૂર કરવામાં અને ફોસ્ફરસ છોડવામાં મદદ કરે છે. જે હાડકાના સ્વાસ્થ્ય અને પાચનમાં સુધારો કરવા માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: ચોમાસામાં ત્વચાની સમસ્યાથી રાહત આપશે મુલતાની માટી, આવી રીતે બનાવો ફેસપેક

સારા ઉત્સેચકો થાય છે રિલીઝ

બદામને મીઠા સાથે પલાળવાથી એન્ઝાઇમને રોકતા તત્વો નાશ પામે છે અને ફાયદાકારક ઉત્સેચકો રિલીઝ કરે છે. જેથી બદામમાં રહેલા વિટામિન્સની જૈવ ઉપલબ્ધતા વધે છે.

આ પણ વાંચો: World Breastfeeding Week 2021: જાણો, સ્તનપાન સપ્તાહ શા માટે ઊજવવામાં આવે છે?

ટેનીન નાશ પામે છે

ટેનિનથી ડ્રાયફ્રૂટ્સમાં આછો પીળો રંગ અને કડવો સ્વાદ આવે છે. જોકે, તે પાણીમાં દ્રાવ્ય હોય છે, જેથી જ્યારે તમે બદામને પાણીમાં પલાળી રાખો છો, ત્યારે તેમાંથી ટેનીન નીકળી જાય છે અને કડવો સ્વાદ પણ ઓછો થઈ જાય છે. તેનાથી બદામ મીઠી લાગે છે.

ગર્ભાવસ્થા દરમિયાન બદામ ક્યારે ખાવી

ગર્ભાવસ્થાના પહેલા મહિનાથી છેલ્લા મહિના સુધી બદામ ખાઈ શકાય છે. સવાર અને સાંજ બંને સમયે બદામ ખાવી સારી છે, પરંતુ વધારે પડતી ન ખાઓ.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:

Tags: Dryfruits, Pregnancy