સ્વસ્થ મગજ અને શાર્પ મેમરી માટે ડાયટમાં શામેલ કરો આ 5 બ્રેઈન ફૂડ, થશે જોરદાર ફાયદો

માનવીય મગજ એક એવું કોમ્પલિકેટેડ બાયોલોજીકલ મશીન છે, જેને યોગ્ય ડાયટ અને ઊર્જા મળે તો તે તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ છે.

માનવીય મગજ એક એવું કોમ્પલિકેટેડ બાયોલોજીકલ મશીન છે, જેને યોગ્ય ડાયટ અને ઊર્જા મળે તો તે તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ છે.

  • Share this:
માનવીય મગજ એક એવું કોમ્પલિકેટેડ બાયોલોજીકલ મશીન છે, જેને યોગ્ય ડાયટ અને ઊર્જા મળે તો તે તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ છે. મસ્તિષ્ક શરીરના હ્રદયથી લઈને ફેંફસાને નિયંત્રિત કરે છે. તમે કેટલો શ્વાસ લો છો, કેટલું હલન ચલન કરો છો અને કઈ રીતે વિચારો છો તે અંગે પણ બ્રેઈન નિર્ણય કરે છે. આ તમામ કાર્યક્ષમતા માટે તમારે પોષણયુક્ત આહાર લેવો જરૂરી છે. જો તમે યોગ્ય આહારનું સેવન કરો છો તો તમારી મેમરી શાર્પ રહે છે અને એકાગ્રતામાં પણ વધારો થાય છે. આહારપ્રણાલીમાં ઉમેરવા લાયક 5 બ્રેઈન ફૂડની અહીંયા માહિતી આપવામાં આવી છે.

ફાઈબરથી ભરપૂર ભોજન

શરીરમાં ગ્લૂકોઝનું યોગ્ય રીતે અવશોષણ થાય તે માટે ભોજનમાં ફાઈબર હોવું ખૂબ જ જરૂરી છે. ગ્લુકોઝની યોગ્ય આપૂર્તિ થાય તો મસ્તિષ્ક યોગ્ય રીતે કામ કરે છે. ફાઈબરથી ભરપૂર ભોજન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે માટે ભોજનમાં લીલા શાકભાજી, ફળ, નટ્સ, અનાજ વગેરે વસ્તુઓને શામેલ કરવી જોઈએ.

મૅગ્નેશીયમ

મૅગ્નેશીયમની કમી હોય તો તેની તમારા મૂડ પર અસર થાય છે. જેના કારણે અનેક લોકોમાં ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો પણ જોવા મળે છે. મૅગ્નેશીયમની કમી થવા પર નર્વસ સિસ્ટમ પર પણ અસર થાય છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે મૅગ્નેશીયમ જરૂરી છે. તે માટે કેળા, પાલક, કોળું, કાજૂ, બદામ, ડાર્ક ચોકલેટ વગેરેને ભોજનમાં જરૂરથી શામેલ કરો.

વિટામીન ડી

જે હોર્મોન્સથી આપણે ખુશ રહીએ છીએ અને આપણે પોઝિટીવ રહીએ છીએ તે હોર્મોન્સ પર વિટામીન ડીની અસર જોવા મળે છે. તે માટે ભોજનમાં એગયોક, મશરૂમ, ઓઈલી ફિશ જેવા વિટામીન ડી યુક્ત આહારને શામેલ કરવા જોઈએ.

ફરમેન્ટેડ ફૂડ

ફરમેન્ટેડ ફૂડમાં અધિક માત્રામાં પ્રોબાયોટિક્સ રહેલા હોય છે, જે ગટમાં રહેલ ગુડ બેક્ટેરિયાનું પોષણ કરે છે. જેનાથી બ્રેઈન યોગ્ય રીતે કામ કરે છે. તે માટે લસ્સી, અપ્પમ, ઈડલી, કિમચી વગેરેનું સેવન કરવું જોઈએ.

તાજુ ભોજન

જો તમે ક્રેન કે પ્રિઝર્વેટીવ ભોજન કરો છો તો તમને ડિપ્રેશન કે હાઈપર એસિડીટીની સમસ્યા થઈ શકે છે. તેથી તાજા ભોજનનું સેવન કરવું જોઈએ. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી જેના, પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્માંતનો સંપર્ક કરવો.
Published by:kuldipsinh barot
First published: