બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખશે એપલ સાઇડર વિનેગર, જાણો કઇ રીતે કરવું સેવન અને અન્ય ફાયદાઓ

તસવીર- Shutterstock

એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar) વિશે સાંભળ્યું હશે. આજકાલ લોકોમાં તે ખૂબ પ્રચલિત થઇ રહ્યું છે. ઘણા ઘરેલું ઉપચારોમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

  • Share this:
તમે ઇન્ટરનેટ પર ઘણી વખત એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar) વિશે સાંભળ્યું હશે. આજકાલ લોકોમાં તે ખૂબ પ્રચલિત થઇ રહ્યું છે. ઘણા ઘરેલું ઉપચારોમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એપલ સાઇડર વિનેગર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને તેનો ઉપયોગ ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. સામાન્ય રીતે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ સલાડ ડ્રેસિંગ અથવા સોસ બનાવવામાં કરવામાં આવે છે. જ્યારે ઘણા લોકો તેને વાળની સારસંભાળ રાખવા માટે પણ ઉપયોગમાં લે છે. એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ ડેંડ્રફ, સનબર્ન, ખીલ અને ગળાની ખરાશ દૂર કરવા માટે પણ લોકો કરે છે. એક રિસર્ચ અનુસાર, એપલ સાઇડર વિનેગરના સેવનથી બ્લડ શુગર લેવલેને નિયંત્રણમાં રાખી શકાય છે. રિસર્ચમાં સામે આવ્યું કે તેના સેવનથી 8થી 12 સપ્તાહ બાદ શુગર લેવલમાં ઘટાડો નોંધાયો હતો.

આ રીતે કરો તેનો ઉપયોગ

- એક મોટા ગ્લાસમાં પાણી લઈને તેમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર નાંખી તેને જમ્યા પહેલા કે સૂતા પહેલા પીવો.

- ધ્યાન રાખો કે પાણીમાં નાખીને જ તેનું સેવન કરવું, કારણ કે તેનાથી પેટમાં બળતરા થઇ શકે છે અને તમારા દાંતના ઇનેમલને પણ નુકસાન થઇ શકે છે.

- એપલ સાઇડર વિનેગરને ઓલિવ ઓઇલની સાથે મિક્સ કરી સલાડ ડ્રેસિંગ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: માત્ર વ્રતમાં જ ખાવામાં કામ નથી આવતું સિંધવ મીઠું, આ વસ્તુઓ માટે પણ છે ઉપયોગી

- એપલ સાઇડર વિનેગરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી લોહીમાંથી પોટેશિયમ લેવલને ઓછું કરી શકાય છે.

- કોઇ પણ પ્રકારની મેડિકલ કંડિશન હોય તો ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું.

- સવારે ખાલી પેટ નાસ્તો કર્યા પહેલા એપલ સાઇડર વિનેગર લેવાથી તમારું મેટાબોલિઝમ વધશે.

- એપલ સાઇડર વિનેગરથી શરીરમાં ગ્લૂકોઝમાં પ્રોક્શનને મેનેજ કરી શકાય છે, કારણ કે તે ઇન્સ્યુલિન સામે આપણી સેંસિટિવિટીને વધારે છે.

- એપલ સાઇડર વિનેગર એસિડિક તાસીર ધરાવે છે. તેથી સવારે તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.
Published by:kuldipsinh barot
First published: