Parenting Tips: બાળકને છીંક આવવી ક્યારે સામાન્ય ગણાય અને ક્યારે ચિંતાજનક? આ રહી જાણકારી

પ્રતિકાત્મક તસવીર

બાળકના સુવા જાગવાના સમયમાં ફેરફાર થાય કે છીંક (Sneezing) પણ આવી જાય તો તેના માતા-પિતા ગંભીર થઈ તરત ડોકટર પાસે જાય છે. છીંક આવે ત્યારે આ પ્રકારે કાળજી જરૂરી પણ છે.

  • Share this:
    Parenting Tips: નવજાત બાળકો પ્રત્યે માતા-પિતા (Parents) વધુ સંવેદનશીલ હોય છે. બાળકના સુવા જાગવાના સમયમાં ફેરફાર થાય કે છીંક (Sneezing) પણ આવી જાય તો તેના માતા-પિતા ગંભીર થઈ તરત ડોકટર પાસે જાય છે. છીંક આવે ત્યારે આ પ્રકારે કાળજી જરૂરી પણ છે. પરંતુ ઘણી વખત આ બાબત ચિંતા (Concern)નો વિષય હોતી નથી. જેથી અહીં માતા-પિતાની ચિંતા દૂર કરવા માટે બાળકની છીંક બાબતે જાણકારી આપવામાં આવી છે.

    આવી રીતે આવેલી છીંક સામાન્ય ગણાય

    - બાળકને માલિશ કે નાકની સફાઈ કરતી વખતે છીંક આવે તો તે સામાન્ય છે.

    - સ્તનપાન કરાવતી વખતે બાળકના નાકનો એક ભાગ માતાના સ્તન હેઠળ દબાઈ ગયો હોય તો છીંક આવી શકે છે. જે સામાન્ય બાબતે છે.

    - બાળકના જન્મના થોડા દિવસ સુધી ખૂબ લાળ વહે છે. જેને બાળક ઘણી વખત ગળી જાય છે અને જ્યારે તે શ્વાસ લેવાના માર્ગે અવરોધ બને ત્યારે બાળકને છીંક આવી શકે છે.

    - ક્યારેક બાળકનું નાક બંધ થઈ જાય તો પણ છીંક આવે છે. જે સ્વાભાવિક શારીરિક ક્રિયા છે.

    - ધૂળના કણ બાળકના નાકમાં પ્રવેશે તો પણ તેને છીંક આવી શકે છે.

    આવી રીતે આવેલી છીંક ચિંતાનો વિષય

    - બાળકને છીંક આવ્યા બાદ લાંબા સમય સુધી ઉધરસ પણ આવે તો તે ચિંતાનો વિષય છે.

    - છીંક વખતે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે તો પણ તે ચિંતાજનક બાબત છે.

    - સતત છીંક આવે તો પણ તેને ગંભીર ગણવું જોઈએ.

    - છીંકના કારણે બાળક દૂધ પીવાનું બંધ કે ઓછું કરી દે તો પણ ધ્યાન રાખવું જોઈએ.

    - છીંકના કારણે બાળક નબળું લાગે તો તે પણ ચિંતાનો વિષય છે.

    - બાળકને નીઓનેટલ એબ્સ્ટનન્સ સિન્ડ્રોમ (Neonatal abstinence syndrome) હોય અને વારંવાર છીંક આવે તો આ ગંભીર બાબત છે.

    - બાળકને વારંવાર છીંક આવવાની સાથે શરદી અને તાવ પણ હોય તો ચિંતાજનક ગણાય છે.

    આ પણ વાંચોઅનેક બીમારીઓથી બચાવશે કોકોનટ મિલ્ક, વજન ઘટાડવામાં કરશે મદદ

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
    First published: