વર્ષ 2021 પૂર્ણ થવાને આરે છે, દરેક વ્યક્તિ નવા વર્ષનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવા માટે તૈયાર છે. કોવિડ મહામારીના સમયમાં દરેક વ્યક્તિ ઘરમાં રહીને કંટાળી ગઈ છે અને બહાર જવા માટેની યોજના બનાવી રહી છે. અહીં અમે તમને સાઉથ ઈન્ડિયાની 5 જગ્યાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ સ્થળ પર તમે તમારા પરિવારની સાથે નવા વર્ષની રજાઓ ગાળવા માટે જઈ શકો છો.
દાંડેલી કેમ્પિંગ એન્ડ વ્હાઈટ વોટર રિવર રાફ્ટિંગ (Dandeli Camping and White-Water River Rafting)
વન્યજીવ પ્રેમીઓ માટે દાંડેલી કેમ્પિંગ એન્ડ વ્હાઈટ વોટર રિવર રાફ્ટિંગ એક ખૂબ જ સુંદર ફરવાલાયક સ્થળ છે. જેની આસપાસ ઘટાદાર જંગલો આવેલા છે અને તેની આજુબાજુ દાંડેલી નદી પણ આવેલી છે. આ સ્થળ બોટિંગ, ટ્રેકિંગ અને રાફ્ટિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ સ્થળ ખૂબ જ રમણીય છે, જ્યાં તમે તમારા મિત્રો અને પરિવાર સાથે એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકો છો. તમે નવા વર્ષની રજાઓમાં ફરવા જવા માટે અને આરામ કરવા માટે આ સ્થળની પસંદગી કરી શકો છો.
આસપાસ ઘટાદાર જંગલો આવેલા છે અને તેની આજુબાજુ દાંડેલી નદી પણ આવેલી છે.
વન્ડરલા એમ્યુઝમેન્ટ પાર્ક બેંગ્લોરથી 35 કિમી દૂર આવેલો છે. આ રિસોર્ટ તમામ સુવિધાઓથી સજ્જ છે અને મનોરંજનની તમામ સુવિધાઓ પ્રદાન કરે છે. આ રિસોર્ટમાં તમે ખૂબ જ એન્જોય કરી શકો છો અને તણાવફ્રી વાતાવરણ પૂરું પાડે છે. તમે વન્ડરલા એમ્યુઝમેન્ટ પાર્કની વેબસાઈટ પર જઈને પેકેજ તથા ઓફર વિશે જાણકારી મેળવી શકો છો.
પેરિયાર નેશનલ પાર્ક, કેરળ (Periyar National Park, Kerala)
પેરિયાર જંગલી હાથીઓના ઝુંડ વિશે ખૂબ જ પ્રચલિત છે. બોટ સફારી પર નીકળીએ ત્યારે તળાવના કિનારે હાથીઓના ઝુંડને જોઈ શકાય છે. સફારીપ્રેમી સાહસિકો માટે આ સ્થળ ખૂબ જ યોગ્ય સ્થળ છે. જ્યાં ગાઈડેડ નેચર વોક, બોર્ડર હાઈક, બામ્બૂ રાફ્ટિંગ ટૂર્સ, નાઈટ પેટ્રોલિંગ તથા એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકાય છે.
સફારીપ્રેમી સાહસિકો માટે આ સ્થળ ખૂબ જ યોગ્ય સ્થળ છે.
સુંદર, શાંતિભર્યા અને ઠંડા વાતાવરણમાં એક લક્ઝરી હાઉસબોટમાં રહીને રજાઓ ગાળવી તે ખૂબ જ સુંદર અને આહલાદ્ક અનુભવ છે. જેમ જેમ હાઉસબોટ પસાર થાય છે તેમ તેમ કેરળના સુંદર દ્રશ્યો જોવા મળે છે. તમે હાઉસબોટમાં રિલેક્સ થઈને બેસી શકો છો. આગળ જતા વેમ્બનાડ ઝરણું આવશે, જ્યાં સુંદર સુંદર પક્ષીઓ હશે. સમુદ્રકિનારે કેરળવાસીઓની એક ઝલક જોવા મળી શકે છે. તળાવના કિનારેથી તાજી માછલી ખરીદીને તમે તેનો પણ આનંદ મેળવી શકો છો. આ પ્રકારે તમે તમારું નવું વર્ષ શાનદાર બનાવી શકો છો અને સુંદર તથા આહલાદક અનુભવ કરી શકો છો.
વિશાળ નિલગિરી પહાડો પર સાયકલ ચલાવવી તે સાહિસક લોકો માટે એક રોમાંચક અનુભવ હશે. નવા વર્ષે તમને એક અલગ અનુભવ થશે. નિલગિરીનો અર્થ થાય છે કે, ‘બ્લ્યુ માઉન્ટેઈન્સ’ જે, દક્ષિણ ભારતની શાનદાર હરિયાળી અને સ્વદેશીઓનું કેન્દ્ર છે. વિશાળ નિલગિરી બાયોસ્ફીયર રિઝર્વના માધ્યમથી સાયક્લિંગ ટ્રેક રજૂ કરવામાં આવે છે. જેનાથી વિઝિટર્સ બાંદીપુર, વાયનાડ અને મુદુમલાઈ જેવા આકર્ષક સ્થળ વિશે જાણી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર