Home /News /lifestyle /New Year Eve: GF સાથે ન્યૂ યર પાર્ટી કરવાના છો? તો આ રીતે જશ્ન મનાવો, નવું વર્ષ ખાસ બની રહેશે

New Year Eve: GF સાથે ન્યૂ યર પાર્ટી કરવાના છો? તો આ રીતે જશ્ન મનાવો, નવું વર્ષ ખાસ બની રહેશે

ન્યૂ યર પાર્ટી એન્જોય કરો

New Year Celebration: ઘણાં લોકો ગર્લફ્રેન્ડ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવાનું પસંદ કરતા હોય છે. એવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તમે આ ટિપ્સ ફોલો કરો છો તો મસ્ત રીતે પાર્ટીને એન્જોય કરી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે અનેક લોકો નવા વર્ષની શરૂઆત એમના પાર્ટનર સાથે કરતા હોય છે. એવામાં ઘણાં કપલ્સ પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે ઇચ્છતા હોય છે. આ સાથે જ ઘણાં લોકો પોતાની ગર્લફ્રેન્ડ સાથે નવુ વર્ષ સેલિબ્રેશન કરવા ઇચ્છતા હોય છે. આમ, જો તમે પણ નવુ વર્ષ ગર્લફ્રેન્ડ સાથે એન્જોય કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારે ખાસ ફોલો કરવી જોઇએ. જો તમે આ ટિપ્સ ફોલો કરીને ગર્લફ્રેન્ડ સાથે નવું વર્ષ એન્જોય કરો છો તો તમારા માટે યાદગાર બની રહે છે અને સાથે તમને પાછળથી કોઇ તકલીફ પણ પડતી નથી.

    આ પણ વાંચો:દારૂનો નશો ઉતારી દો આ ઘરેલું ઉપાયોથી

    લવ વન્સની નવું વર્ષ સેલિબ્રેશન કરવાનું સપનું દરેક લોકોનું હોય છે. આ માટે આજે અમે તમને જણાવીશું કે તમારે ખાસ કરીને શું ધ્યાન રાખવાનું રહેશે. તો તમે પણ ફોલો કરો આ ટિપ્સ અને ન્યૂ ઇયર નાઇટને સ્પેશિયલ બનાવો.

    પાર્ટનરની સાથે પ્લાનિંગ કરો


    ન્યૂ યર પાર્ટી પર તમે ગર્લફ્રેન્ડને પાર્ટી આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ખાસ કરીને તમારા બજેટ અનુસાર ઓર્ગેનાઇઝ કરો. કોઇ પાર્ટીનું આયોજન કરીએ ત્યારે બજેટને ધ્યાનમાં રાખવુ ખૂબ જરૂરી છે. આ માટે તમે ગર્લફ્રેન્ડ સાથે ડેસ્ટિનેશનથી લઇને બીજી અનેક વસ્તુઓ વિશે પહેલાં ડિસ્ક્શન કરી લો.

    આ પણ વાંચો:ન્યૂ યરમાં ફેમિલી સાથે રમો આ મસ્તીભરી ગેમ્સ

    બજેટ નક્કી કરો


    ગર્લફ્રેન્ડની સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ કરો છો તો સૌથી પહેલાં તમારું બજેટ કેટલું છે એ ડિસાઇડ કરો. પછી તમે ફરવા જાવો અને પૈસાની ખેંચ પડે છે તો તમે અનેક મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ માટે ટિકિટ બુક કરાવવાથી લઇને હોટલ તેમજ પાર્ટી માટેનું પૂરતું બજેટ છે કે નહીં એ ચેક કરી લો.


    ટ્રિપ માટે પેકિંગ કરો


    ન્યૂ યર ગર્લફ્રેન્ડ સાથે ટ્રિપ પ્લાન કરો છો તો ખાસ કરીને પેકિંગ પર ધ્યાન આપો. આમ, તમે ડેસ્ટિનેશનને અનુસાર કપડાનું પેકિંગ કરો. ન્યૂ યર પાર્ટી માટે તમારે વધારે સામાન લેવાની જરૂર નથી. આ માટે તમારે હેવી બેગ થશે અને તમે રિલેક્સ રહેશો. આમ ખાસ કરીન તમે પેકિંગ સિવાય સેલિબ્રેશન પર ફોક્સ કરો.










    Published by:Niyati Modi
    First published:

    Tags: Christmas celebration, Life style, New year party, Relationship tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन