New Year 2021 : નવા વર્ષના એવા કયા પાંચ સંકલ્પો છે જે ક્યારેય પૂરા થતા નથી

New Year 2021 : નવા વર્ષના એવા કયા પાંચ સંકલ્પો છે જે ક્યારેય પૂરા થતા નથી
પ્રતિકાત્મક તસવીર

આપણી ખરાબ આદતોને અલવિદા કહેવાના સંકલ્પ કરતા હોઈએ છીએ જેથી નવા વર્ષમાં આપણે આપણી જાતને વધુ બહેતર બનાવી શકીએ.

  • Share this:
    લાઈફ સ્ટાઈલ ડેસ્કઃ દરવર્ષે નવુ વર્ષ (New Year) શરૂ થવાનું હોય ત્યારે આપણે નવા સંકલ્પ કરતા હોઈએ છીએ. આપણી ખરાબ આદતોને અલવિદા કહેવાના સંકલ્પ કરતા હોઈએ છીએ જેથી નવા વર્ષમાં આપણે આપણી જાતને વધુ બહેતર બનાવી શકીએ. પણ કેટલાંક સંકલ્પો એવા હોય છે જે આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ પણ ક્યારેય પૂરા થતા નથી. તો ચાલો જાણીએ આવા સંકલ્પો કયા છે.

    1 - કાલથી સવારે જલ્દી ઉઠવાનો સંકલ્પ


    નાનપણથી જ આ એક સંકલ્પ તમારા લિસ્ટમાં દર વર્ષે રહેતો હશે કે નવા વર્ષથી દિવસની શરૂઆત જલ્દી કરીશું. વહેલા ઉઠીશું. પણ જ્યાં સુધી રાત્રે જલ્દી સુવાની આદત નહી પાડીએ ત્યાં સુધી સવારે વહેલા ઉઠીશું કેવીરીતે. એટલે આ સંકલ્પ ક્યારેય પુરો થઈ શકતો નથી.

    2 - સ્મોકિંગ કે કોઈપણ વ્યસન છોડવાનો સંકલ્પ
    જો તમે સિગરેટ પીતા હોવ કે પાન-મસાલા ખાતા હોવ અને ઘણીવાર વ્યસન છોડવાનું નક્કી કરી ચુક્યા હોવ કે આ નવ વર્ષમાં હું વ્યસન નહી કરૂ અને કદાચ છોડી પણ દેતા હશો પણ 10-15 દિવસમાં જ વ્યસન ફરી શરૂ થઈ જાય છે. અને ફરી પાછુ બધુ જેમ હતું તેમ જ ચાલવા લાગે છે. નવા વર્ષમાં સંકલ્પના લિસ્ટમાં ફરી વ્યસન છોડવાની વાત ટોપ પ્રાયોરિટી પર ચોક્કસ આવી જાય છે.

    આ પણ વાંચોઃ-

    3 - રોજ કસરત કરવાનો સંકલ્પ
    આપણે બધા જ હંમેશા ફીટ અને પરફેક્ટ દેખાવા ઈચ્છીએ છીએ. એટલે જ આપણે ચાહીએ છીએ કે રોજ કસરત કરીએ જેથી આપણું બોડી ફીટ લાગે. અને ગમે તેટલુ ચાહીએ તોયે રેગ્યુલરલી કરી શકતા નથી. દર વર્ષના અંતે આપણે નક્કી કરીએ છીએ કે નવા વર્ષમાં તો હું રોજ કસરત કરીશ અને પોતાની જાતને ફીટ બનાવીને જ રહીશ. પણ કસરત કરીને પરસેવો પાડવા માટે ટાઈમ અને જિગર બન્ને જોઇએ.

    4 - સોશ્યલ મિડિયાથી દૂર રહેવાનો સંકલ્પ
    આ સંકલ્પ આજ કાલ ઘણો પોપ્યુલર બની રહ્યો છે. આપણને બધાને ખબર છે કે આપણે કેટલો બધો સમય સોશ્યલ મિડિયા પર બરબાદ કરીએ છીએ. એટલા સમયમાં આપણા ઘણાં મહત્વના કામ પતી શકે. આ ખરાબ આદતથી મુક્તિ મેળવવાનો પ્રયાસ આપણે બધા જ કરતા હોઇએ છીએ. એટલે જ દર વર્ષે આપણે આ સંકલ્પ કરીએ છીએ પણ તે પૂરો થઈ શકતો નથી.



    5 – બહારનું જમવાનું બંધ કરવાનો સંકલ્પ
    જ્યારે પણ ઓફિસમાં ભૂખ લાગે ત્યારે આપણે તરત જ બહારથી જમવાનું ઓર્ડર કરી દેતા હોઇએ છીએ અને પછી ઘરે જમી શકતા નથી. આવુ વારંવાર થાય છે અને તેનાથી આપણું પેટ પણ ખરાબ થતુ હોય છે. એટલે જ આ સંકલ્પ કરવો ઘણો જરૂરી છે. અમને આશા છે કે આ સંકલ્પ તો તમે નવા વર્ષમાં ચોક્કસ પાળશો.
    Published by:ankit patel
    First published:January 01, 2021, 18:39 pm

    ટૉપ ન્યૂઝ