Home /News /lifestyle /

મંકીપોક્સના નવા લક્ષણો આવ્યા સામે, શરીરના આ સંવેદનશીલ ભાગો પર આવે છે સોજો!

મંકીપોક્સના નવા લક્ષણો આવ્યા સામે, શરીરના આ સંવેદનશીલ ભાગો પર આવે છે સોજો!

ગુદામાર્ગમાં દુ:ખાવો અને શિશ્નમાં સોજો છે મંકીપોક્સના નવા લક્ષણો

Monkeypox Symptoms: મંકીપોક્સ (Monkeypox) 75થી વધુ દેશોમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસ નોંધાયા છે. અચાનક તેનું સંક્રમણ (infection) આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યું છે? તે વાત સમજવામાં વૈજ્ઞાનિકો અસમર્થ છે. આ દરમિયાન લંડનના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલમાં મંકીપોક્સથી સંક્રમિત લોકોમાં એવા લક્ષણો જોવા મળી રહ્યા છે જે સામાન્ય રીતે વાયરલ ચેપ સાથે સંકળાયેલા નથી.

વધુ જુઓ ...

    આ નવા લક્ષણો શું છે?

    આ અભ્યાસ બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રકાશિત થયો છે. તે મુજબ વૈજ્ઞાનિકોએ મે અને જુલાઈ 2022ની વચ્ચે લંડનના ચેપી રોગ કેન્દ્રમાં મંકીપોક્સના 197 પુષ્ટિ થયેલા કેસોનું પરીક્ષણ કર્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, દર્દીઓ દ્વારા નોંધાયેલા કેટલાક સામાન્ય લક્ષણોમાં ગુદામાર્ગમાં દુ:ખાવો (Rectal pain) અને શિશ્નમાં સોજા (swelling in the penis)નો સમાવેશ થાય છે. આ લક્ષણો અગાઉ ફેલાયેલા ચેપના લક્ષણો કરતા અલગ છે.

    આ પણ વાંચો:  જો તમે પણ દવાઓ સાથે કરો છો આ વસ્તુઓનું સેવન? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને કરી શકે છે ભારે નુકસાન

    મોટાભાગના દર્દીઓ તાવમાં પીડાય છે

    અભ્યાસમાં ભાગ લેનાર તમામ 197 વ્યક્તિ સરેરાશ 38 વર્ષના પુરુષો હતા. તેમાંથી 196ની ઓળખ હોમોસેક્સ્યુઅલ કે બાયસેક્સ્યુઅલ અથવા અન્ય પુરૂષો સાથે સંભોગ કરનાર તરીકે કરવામાં આવી હતી. મોટાભાગના (86%) દર્દીઓએ નોંધ્યું છે કે, ચેપની આખા શરીરે અસર થઇ છે. સૌથી વધુ 62 ટકા લોકોને તાવ હતો. આ પછી, 58 ટકા લોકોમાં લસિકા ગાંઠ (lymph nodes)માં સોજો જોવા મળ્યો હતો અને 32 ટકા લોકોને સ્નાયુઓમાં દુ:ખાવો હતો.

    પહેલા કરતા છે અલગ લક્ષણો

    અભ્યાસમાં સમાવિષ્ટ 71 દર્દીઓએ ગુદામાર્ગમાં દુ:ખાવો, 33 એ ગળામાં દુ:ખાવો અને 31 એ શિશ્નમાં સોજો હોવાનું જણાવ્યું હતું, જ્યારે 27ને મોંમાં ચાંદા હતા, 22ને શરીરના જુદા જુદા ભાગો પર ચાંદા હતા અને નવ દર્દીઓને કાકડામાં સોજો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે, એક જ સ્થાને ચાંદા હોવા અને કાકડામાં સોજો હોવો એ અગાઉ મંકીપોક્સ ચેપના વિશિષ્ટ લક્ષણો તરીકે જાણીતા ન હતા.

    આ પણ વાંચો: રસોઈમાં હાજર આ મસાલા ટોનિકનું કરે છે કામ, સાફ કરે છે કિડની અને લીવરની ગંદકી

    એક તૃતીયાંશ (36 ટકા) સહભાગીઓને એચઆઇવી ચેપ પણ હતો અને 32 ટકાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ હતો. એકંદરે, 20 (10 ટકા) સહભાગીઓને લક્ષણો અટકાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મોટે ભાગના ને ગુદામાર્ગમાં દુ:ખાવો અને શિશ્નમાં સોજો હોવાની ફરિયાદ હતી. જો કે, કોઈની મૃત્યુની થવાનું નોંધાયું નથી અને કોઈ પણ દર્દીને ICU માં રાખવાની જરૂર પડી નથી.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, Monkeypox, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन