હવે વાહનોમાં આ બટન લગાવવું ફરજિયાત, નહીં તો ડિટેઇન થશે

 • Share this:
  છેલ્લા કેટલાક વર્ષોથી પબ્લિક ટ્રોન્સપોર્ટ વાહનોમાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પબ્લિક ટ્રોન્સપોર્ટમાં મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારની અનેક ઘટનાઓ બની છે, એવામાં સરકારે આવી ઘટનાઓ રોકવા માટે નવો નિયમ બનાવ્યો છે. એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મહિલાઓની સુરક્ષા માટે સરકારે તમામ વાહનોમાં પેનિક બટન લગાવવાનું ફરજિયાત કરી દીધું છે.

  નવા નિયમ માટે દિલ્હી સરકારે નવો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર અનુસાર, 1 એપ્રિલ 2019થી પેનિક બટન નહીં હોય તેવા વાહનોને ફિટનેસ સર્ટિફેટ નહીં આપવામાં આવે.

  અહીં ક્લિક કરી વાંચોઃ નેપાળના ક્રિકેટર રોહિત પાઉડેલે તોડ્યો સચિનનો રેકોર્ડ, મેળવી ખાસ સિદ્ધિ

  સરકારના ઓર્ડર પ્રમાણે નવા વાહનો માટેનો આ નિયમ 1 જાન્યુઆરી 2019 અને જૂના વાહનો માટે 1 એપ્રિલ 2019થી લાગૂ થશે. સરકારે જૂના વાહનોના માલિકોને 31 માર્ચ 2019 સુધી પેનિક બટન લગાવવાનો ઓર્ડર આપ્યો છે. એક અંદાજાનુસાર, દિલ્હીમાં ટેક્સી, સ્કૂલ બસ, ગ્રામ્ય તથા અન્ય બસો સહિત હાલમાં 1.10 લાખથી વાહનો છે. જો કોઇ વાહન ફિટનેસ સર્ટિફેટ વગર પકડાશે તો વાહન સીઝ થઇ શકે છે.

  અહેવાલો અનુસાર, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યૂઝ થતી બસ, સ્કૂલ બસ અને ટેક્સી કે જેનું 1 જાન્યુઆરી 2019 કે ત્યારબાદ રજિસ્ટર થશે તેમાં પેનિક બટન લગાવવું ફરજિયાત રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સમાં આ ડિવાઈસ લગાવાયા બાદ તેનું મોનિટરીંગ જે-તે રાજયની સરકાર દ્વારા કરવામાં આવશે. પેનિક બટનનો જેટલીવાર ઉપયોગ થશે તે અંગેની સંપૂર્ણ માહિતી સીધી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

  જીપીએસ ટ્રેકિંગ અને પેનિક બટનથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મુસાફરી કરતી વિદ્યાર્થીનીઓ, મહિલાઓ અને અન્ય મુસાફરોની સલામતી સુનિશ્ચિત બનશે. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી, તબીબી સહાય કે ઓવર સ્પીડના સંજોગોમાં કાર્યવાહી કરી શકાશે. અકસ્માતના બનાવમાં પેનિક બટન દબાવતાં જ તંત્રને એલર્ટ મળી જશે. જેથી આવા સંજોગોમાં સમયનો વ્યય નહીં થાય અને એક્સિડન્ટવાળા વ્હીકલનું લોકેશન ટ્રેસ કરવું સરળ બનશે.

  કેન્દ્ર સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેનિક બટન લગાવવાનો ઓર્ડર ગત વર્ષે આપ્યો હતો. જો કે, બાદમાં તેને એક વર્ષ માટે પોસ્ટપોન કરવામાં આવ્યો હતો. થોડા મહિના પહેલા કેન્દ્ર સરકારે ફરીથી ઓર્ડર જાહેર કરીને પેનિક બટન અંગેનો કાયદો લાગૂ કરવાની વાત કરી હતી.
  Published by:Sanjay Vaghela
  First published: