ઘરે બનાવેલા આ તેલથી દૂર થશે ખોડાની સમસ્યા, બમણી ઝડપે વધશે વાળ

ઘરે બનાવેલા આ તેલથી દૂર થશે ખોડાની સમસ્યા, બમણી ઝડપે વધશે વાળ
લાંબા કાળા વાળ માટે ઘરે બનાવો તેલ

જો તમારી પાસે નાળિયેર તેલ અથવા ત્રિફલા પાવડર નથી, તો ચાલશે તમે નાળિયેર તેલને બદલે, બીજું કંઈપણ વાપરી શકો છો. તેને થોડા સમય માટે ઠંડુ થવા દો

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક : શિયાળાની સિઝનમાં વાળ ખરવા, સુક્કા થઇ જવા. જેવી સમસ્યાઓ રહગે છે. આ સમસ્યા દૂર કરવા માટે આપણે ઘણી મોંઘી મોંઘી ટ્રિટમેન્ટ લઇએ છીએ.. પણ ઘણી વખત અને તેલનો ઉપયોગ કરે છે, તેનાથી બહુ ફરક પડતો નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આયુર્વેદ હોમમેઇડ હેર ઓઇલ વિશે જણાવીશું, જેનાથી વાળ ખરવાનાં જ બંધ થઇ જશે અને સાથે જ તે શાઇની તેમજ સ્મૂધ પણ બનશે. ચાલો તમને જણાવીએ કેવી રીતે બનાવાય તેલ

  આ તેલ બનાવવાં શું શું જોઇશે, તેનાં પર કરી લો નજર. નાળિયેર તેલ, કલોંજી, 2 નંગ ડુંગળી, 1 ચમચી ત્રિફલા , કોફી પાવડર, 1 ચમચી મહેંદી પાવડર  તેલ બનાવવાની રીત- સૌ પ્રથમ, બાઉલમાં બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો ધ્યાન રાખો કે તેમા ગાંઠ ન બને. આ પછી, બધી સામગ્રી એક કડાઈમાં નાખો અને તેને ધીમા તાપે 15-20 મિનિટ માટે રાંધવા દો. હવે તમે તેમાં મહેંદી ઉમેરો.

  આ પણ વાંચો- કોરોનામાંથી બહાર આવેલી મહિલાઓના માસિક ચક્ર પર થાય છે ખરાબ અસર

  જો તમારી પાસે નાળિયેર તેલ અથવા ત્રિફલા પાવડર નથી, તો ચાલશે તમે નાળિયેર તેલને બદલે, બીજું કંઈપણ વાપરી શકો છો. તેને થોડા સમય માટે ઠંડુ થવા દો અને ત્યારબાદ તેલને ગાળીને અલગ કરો.

  ઉપયોગ કરવાની રીત- આ માટે સ્કેલ્પ પર તેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો અને પછી તેને આખી રાત માટે છોડી દો. સવારે હળવા શેમ્પૂ અને કન્ડિશનરથી વાળને સારી રીતે ધોઈ લો. તમે આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.
  Published by:Margi Pandya
  First published:January 03, 2021, 17:35 pm

  ટૉપ ન્યૂઝ