Home /News /lifestyle /New Covid Treatment Guidelines: કોરોના પછી સતત ઉધરસ હોય શકે છે ટીબી, Steroidના સેવનથી બચો

New Covid Treatment Guidelines: કોરોના પછી સતત ઉધરસ હોય શકે છે ટીબી, Steroidના સેવનથી બચો

કોરોના પછી સતત ઉધરસ હોય શકે છે ટીબી

New Covid Treatment Guidelines: સુધારેલી માર્ગદર્શિકા (Guidelines) દર્દીઓ (corona patient)ને નાનાથી લઈ ગંભીર લક્ષણો હોય તો રેમડેસિવર (remdesivir)ના ઈમરજન્સી અથવા ઓફ-લેબલ ઉપયોગની મંજૂરી આપી છે.

New Covid Treatment Guidelines: કોરોના વાયરસ સંક્રમણ (coronavirus)ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરોએ કોવિડ-19 (covid-19) દર્દીઓને સ્ટેરોઇડ્સ (steroid) આપવાનું ટાળવું જોઈએ. સાથે જ વધુ પડતા ડ્રગના વઘુ સેવનને લઈને પણ ચેતવણી આપે છે. તાજેતરમાં, કોવિડ પર સરકારના ટાસ્ક ફોર્સના પ્રમુખે સંક્રમણની બીજી લહેર (corona second wave) દરમિયાન દવાઓના વધુ પડતા ઉપયોગ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

સુધારેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો સ્ટેરોઇડ્સ જેવા ડ્રગ્સનો જો વઘુ, સમય કરતાં પહેલા કે વધુ લાંબા સમય સુઘી ઉપયોગ કરવામાં આવે તો તે મ્યુકરમાઈકોસિસ અથવા 'બ્લેક ફંગસ' જેવા અન્ય સંક્રમણનું જોખમ વધારે છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો કફ બે કે ત્રણ અઠવાડિયાથી વધુ હોય તો દર્દીઓને ટીબી અને અન્ય સમસ્યાઓની તપાસ કરાવી જોઈએ.

સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ અથવા હાઇપોક્સિયા વિના અપર રેસ્પિરેટરી ટ્રેકર લક્ષણો હળવી બીમારીમાં રાખવામાં આવે છે. જેમાં હોમ આઈસોલેશન અને સંભાળ લેવાની સલાહ આપે છે. તેમજ શ્વાસ લેવામાં તકલીફ, વધુ તાવ અથવા 5 દિવસથી વધુ સમયથી તીવ્ર ઉધરસમાંથી પસાર થઈ રહેલા હળવા કોવિડ દર્દીઓએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: corona effect! સ્વજનને રેલવે સ્ટેશન પર છોડવા જાવ છો? તો જાણી લો કેટલામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

જે દર્દીઓનો શ્વાસ ફૂલે છે અને ઓક્સિજન સેચ્યુરેશન 90-93 ટકાની વચ્ચે વારંવાર બદલાઈ રહી છે તેમને દાખલ કરી શકાય છે. તેમને દર્દીઓમાં મધ્યમ માનવામાં આવે છે અને તેમને ઓક્સિજનનો સપોર્ટ આપવો જોઈએ. જેમને શ્વાસનો દર 30 પ્રતિ મિનિટથી વધુ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા ઓક્સિજન સંતૃપ્તિ 90 ટકા ઓછી હોય, તેમને ગંભીર બાબત તરીકે ગણવામાં આવશે અને આવા દર્દીઓને આઇસીયુમાં દાખલ કરવા જરૂરી છે. તેમને શ્વસન સહાયની જરૂર હોય છે.

આ પણ વાંચો: હવામાં ફોલાયો Corona, હવે સેનિટાઇઝર-સોશિયલ ડિસ્ટ્ન્સની કેટલી જરૂર? જાણો નિષ્ણાતોનો મત

ભાષા અનુસાર, સુધારેલી માર્ગદર્શિકા દર્દીઓમાં નાનાથી ગંભીર લક્ષણોના કિસ્સામાં કટોકટી અથવા ઓફ-લેબલ ઉપયોગને મંજૂરી આપે છે. તેનો ઉપયોગ ફક્ત એવા દર્દીઓ માટે જ કરી શકાય છે જેમણે કોઈ લક્ષણો થયાના 10 દિવસની અંદર 'રેનલ' અથવા 'હેપ્ટિક ડિસફંક્શન'ની ફરિયાદ કરી નથી. તે ચેતવણી આપે છે કે જે દર્દીઓ કૃત્રિમ રીતે ઓક્સિજન લેતા નથી અથવા ઘરે છે તેમને આ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ પણ વાંચો: હવામાં ફોલાયો Corona, હવે સેનિટાઇઝર-સોશિયલ ડિસ્ટ્ન્સની કેટલી જરૂર? જાણો નિષ્ણાતોનો મત

સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, દર્દીને કટોકટીના ઉપયોગ અથવા 'ઓફ-લેબલ' ઉપયોગ માટે ટોસિલિજુમાબ દવા આપી શકાય છે, ખાસ કરીને આ રોગથી ગંભીર રીતે પ્રભાવિત થયાના 24થી 48 કલાકની વચ્ચે અને ગંભીરતા અથવા ઇન્ટેન્સિવ કેર સેન્ટર (આઇસીયુ)માં દાખલ કરી શકાય છે.
First published:

Tags: Corona Guideline, Corona treatment, Coronavirus, દેશ વિદેશ