મરઘા ઉછેર કેન્દ્ર માટે આવ્યો નવો નિયમ, ચિકન અને ઇંડા થશે મોંઘા!

News18 Gujarati
Updated: May 2, 2019, 7:45 PM IST
મરઘા ઉછેર કેન્દ્ર માટે આવ્યો નવો નિયમ, ચિકન અને ઇંડા થશે મોંઘા!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ચિકન ખાવાના શોખીનો માટે આ સમાચારથી થોડો આંચકો લાગી શકે છે. મુરઘી ઉછેર વેપાર ટૂંક સમયમાં જ પશુઓ પ્રતિ ક્રુરતા અધિનિયમ હેઠળ આવશે. મુરઘી પાલનને રેગ્યુલેટ કરવા માટે સરકારે તેના પર ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યો છે. આ નિયમ પર તમામ સ્ટેકહોર્લ્ડને 1 મહિનામાં પોતાની સુચના જાહેર કરવાનું કહ્યું છે.

નવો નિયમ જે તે રાજ્યને 31 ડિસેમ્બર સુધી નિયમ નોટિફાઇ કરવાનો રહેશે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી નવો નિયમ લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત તમામ મુરઘી ઉછેરને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. જે પાંચ વર્ષ સુધીનું હશે, ત્યારબાદ ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો નિયમનો ભંગ કરવા પર પશુ ક્રુરતા નિયમ હેઠળ કાર્યવાહી અંતર્ગત દંડ ફટાકરવામાં આવશે.

નિયમ પ્રમાણે મુરઘા ઉછેલ માટે રજિસ્ટ્રેશન સમયે ફાર્મની સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. સમાયંતરે સરકાર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. ત્યારબાદથી 6-8 મુરઘી માટે 550 સ્ક્વેયર સેન્ટીમીટર જગ્યા રાખવી પડશે. તથા પશુઓના ડોક્ટરની વ્યવસ્થા કરવી પડશે અને એન્ટીબાયોટિક્સ પશુ ડોક્ટરની સલાહ પ્રમાણે આપવું પડશે. તથા મુરઘા ઉછેર કેન્દ્ર ચલાવતા શખ્તે આ તમામ બાબતનો રેકોર્ડ પણ રાખવો પડશે.

ઇંડા ઉત્પાદનમાં ભારત દુનિયાનો બીજા નંબરનો દેશ

નવા નિયમને કારણે આવનારા દિવસોમાં મુરઘી વેપારમાં ભાવ વધારો આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ઇંડા ઉત્પાદનમાં દુનિયાનો સૌથી મોટો દેશ છે. દર વર્ષે અંદાજે 880 કરોડ ઇંડાનું ઉત્પાદન થાય છે, જ્યારે 42 લાખ ટન બોયલર મુરઘીના મીટનું ઉત્પાદન થાય છે.
First published: May 2, 2019
વધુ વાંચો
अगली ख़बर