Home /News /lifestyle /

આ 5 પ્રકારનો ખોરાક કયારેય ન લેશો એકસાથે, સ્વાસ્થ્ય પર કરશે વિપરીત અસર

આ 5 પ્રકારનો ખોરાક કયારેય ન લેશો એકસાથે, સ્વાસ્થ્ય પર કરશે વિપરીત અસર

આ 5 પ્રકારનો ખોરાક કયારેય ન લેશો એકસાથે

Incompatible food: દરેક આહાર પ્રમાણસર લેવાથી આરોગ્યપ્રદ હોય છે. જોકે, એવા કેટલાક ખોરાક છે જે એકસાથે આરોગવા હિતાવહ નથી અને વિજ્ઞાન પણ તેનું સમર્થન કરે છે.

  આયુર્વેદ (Ayurveda)માં વિરૂદ્ધ આહારનો સીધો અર્થ અસંગત (incompatible food) ખોરાક છે. આ પ્રકારના ખોરાકને સાથે લેવું વર્જ્ય છે અને તેને પોષક વિરોધી (anti-nutrients) ગણવામાં આવે છે. જ્યારે તે એકસાથે ખાવામાં આવે છે ત્યારે તેઓ શરીરમાં પોષક તત્વોના શોષણને અવરોધે છે અને પેટમાં દુખવું, ઉબકા, થાક વગેરે જેવી પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે.

  આયોડિન સમૃદ્ધ ખોરાક સાથે ક્રુસિફેરસ શાકભાજી (Cruciferous vegetables) ન લેવો


  કોબીજ, લેટીસ, બ્રોકોલી વગેરે જેવી શાકભાજીમાં એક પ્રકારનું દ્રવ્ય હોય છે, જે આયોડીનના શોષણને અવરોધે છે. પરિણામે થાઇરોઇડ ગ્રંથિની કામગીરીમાં વિક્ષેપ કરે છે. જો તમે થાઇરોઇડની કોઈપણ સમસ્યાથી પીડાતા હોવ તો ક્રુસિફેરસ શાકભાજીના વપરાશને મર્યાદિત કરવું જોઈએ. ઉપરાંત, આ શાકભાજીને માછલી, ડેરી ઉત્પાદનો અને ફોર્ટિફાઇડ મીઠું જેવા ખોરાક સાથે જોડવાનું ટાળો.

  આ પણ વાંચો: Fitness: ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે અત્યંત લાભકારી છે મોર્નિંગ વોક, જાણો તેના અદ્ભુત ફાયદા

  વિટામિન સી અને દૂધ છે વિરુદ્ધ આહાર


  વિટામિન સી યુક્ત ખોરાક જેમ કે સાઇટ્રસ ફળો જેવા કે લીંબુ, ઓરેગ્નેસ, પ્લમ્સ, બેરીમાં એસિડ હોય છે, જ્યારે દૂધમાં કેસીન નામનું સંયોજન હોય છે. દૂધ પચવામાં વધુ સમય લે છે તેથી જ્યારે આ બે પ્રકારના પદાર્થો ને એકસાથે લેવામાં આવે છે, ત્યારે દૂધ પચ્યા વિના જમા થઈ શકે છે. જે પેટની વિવિધ સમસ્યાઓ જેમ કે ગેસ અને હાર્ટબર્ન તરફ દોરી શકે છે.

  ભોજન સાથે ફળો ન ખાવ


  ફળો પચવામાં સરળ હોય છે, જ્યારે તમારા પેટને સંપૂર્ણ ભોજન પચાવવા માટે વધુ સમયની જરૂર પડે છે. તેથી, ભારે ભોજન સાથે અથવા જમ્યા પછી તરત જ ફળોનું સેવન ન કરવું જોઈએ. કારણ કે જ્યારે ખોરાક પચવામાં આવે છે, ત્યારે ફળો તમારા શરીરમાં રહી જશે અને તે એસિડ ઉત્પન્ન કરશે.

  ચા અને આયર્નયુક્ત ખોરાક સાથે ન લેવા


  ચામાં હાજર ટેનીન અને ઓક્સાલેટ આયર્ન સાથે જોડાય છે અને તેને શરીરમાં શોષતા અટકાવે છે. સારી પાચનક્રિયા માટે ચા સાથે કઠોળ, આખા અનાજ અને પાંદડાવાળા લીલા શાકભાજી જેવા ખોરાક ખાવાનું ટાળો. તમારે ખાલી પેટ ચા પીવાનું પણ ટાળવું જોઈએ.

  આ પણ વાંચો: પૂરતી ઊંઘ લીધા પછી પણ દિવસભરનો થાક નથી થતો ઓછો? અપનાવો આ મોર્નિંગ સ્ટ્રેચિંગ એકસરસાઈઝ

  પલાળેલા કઠોળ કે ડ્રાયફ્રૂટ ન ખાવા


  મોટાભાગના કઠોળમાં ફાયટીક એસિડ તરીકે ઓળખાતું સંયોજન હોય છે, જે આયર્ન, કેલ્શિયમ અને જસત જેવા પોષક તત્ત્વોના શોષણને અવરોધે છે. આ એસિડ બદામ, મગફળી, વટાણા, મસૂર, સોયાબીન, અખરોટ અને વધુમાં હાજર છે. પરંતુ અખરોટને આખી રાત પલાળી રાખવાથી તેમાં એસિડનું પ્રમાણ ઘટે છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन