Home /News /lifestyle /NetraSuraksha: સંભાળ રાખનારાઓ સાવધાન! ડાયાબિટીઝના દર્દીઓમાં તમારે જે લક્ષણોનું ધ્યાન આપવું જોઈએ તે અહીં છે
NetraSuraksha: સંભાળ રાખનારાઓ સાવધાન! ડાયાબિટીઝના દર્દીઓમાં તમારે જે લક્ષણોનું ધ્યાન આપવું જોઈએ તે અહીં છે
ડાયાબિટીઝ. ડાયાબિટીઝ અને તેની સંબંધિત જટિલતાઓના પરિણામે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે:
આ ધ્યાનમાં રાખીને કે આપણે સૌ મોટા થઇ રહ્યાં છીએ, અને આ માટે આપણા માતા-પિતા, દાદા-દાદી, સાસૂ-સસરા, અને અલગ-અલગ કાકા અને કાકી છે જેઓ આપણને સહાયતા પ્રણાલીના રીતે ગણે છે, આ એક જવાબદારી છે, જો આ પહેલાથી જ ન હોય તો તેને આપણને જ પૂરી કરવી છે.
જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત થાય ત્યારે આપણા પૈકીના મોટાભાગના લોકો યોગ્ય સંભાળ માટે સંઘર્ષ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણે શું કરવું જોઈએ, આપણે વ્યાયામ કરવું જોઈએ, વિટામિન્સ લેવા જોઈએ, ખાંડયુક્ત નાસ્તાને ટાળવા જોઈએ અને જ્યારે આપણે ખરેખર ભૂખ્યા હોઈએ ત્યારે જ ખાવું જોઈએ... પરંતુ આપણે આવું કરતા નથી. આ કરવું અઘરું છે. આપણા રોજિંદા જીવનનો તણાવ મુશ્કેલ છે: ભલે આપણી ઉંમર, આપણી સામાજિક અને નાણાકીય સ્થિતિ ગમે તે હોય, પછી ભલે આપણે અવિવાહિત હોઈએ કે વિવાહિત. જો કે, જ્યારે આપણે કોઈ પ્રિય વ્યક્તિની સંભાળ કરવાને બોજારૂપ લઈએ છીએ, ત્યારે તે નજીવું બની જાય છે.
આ ધ્યાનમાં રાખીને કે આપણે સૌ મોટા થઇ રહ્યાં છીએ, અને આ માટે આપણા માતા-પિતા, દાદા-દાદી, સાસૂ-સસરા, અને અલગ-અલગ કાકા અને કાકી છે જેઓ આપણને સહાયતા પ્રણાલીના રીતે ગણે છે, આ એક જવાબદારી છે, જો આ પહેલાથી જ ન હોય તો તેને આપણને જ પૂરી કરવી છે. તો, આપણે તેને કેવી રીતે પૂરી કરી શકીએ છીએ? માહિતી, માહિતી, માહિતી. આપણે જેટલું વધુ જાણીએ છીએ, તેટલું વધુ આપણે જોઈશું, અને આપણે પરિસ્થિતિને તેટલી ઝડપથી પ્રતિક્રિયા આપીશું. સમય હંમેશા દરેક પ્રતિક્રિયાનો સાર હોય છે.
સંભવિત સંભાળ રાખનારાઓ તરીકે, એક રોગ જેમાં આપણે સૌએ અસ્ખલિત હોવું જોઈએ, તે છે ડાયાબિટીઝ. ડાયાબિટીઝ અને તેની સંબંધિત જટિલતાઓના પરિણામે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે: ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશન એટલસ 2019 અનુસાર, આ સંખ્યા 2019 માં 4.2 મિલિયન પર પહોંચી ગઈ છે. ડાયાબિટીઝ, એકલા, અથવા જ્યારે હાઈ બ્લડ પ્રેશર સાથે સયુંકત થાય, ત્યારે વૈશ્વિક સ્તરે અંતિમ તબક્કાના 80% રેનલ રોગનું કારણ બને છે. ડાયાબિટીઝ અને ક્રોનિક કિડની ડિસીઝ બંને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો સાથે મજબૂત રીતે સંકળાયેલા હોય છે. ડાયાબિટીક પગ અને નીચલા અંગોની જટિલતાઓ વિશ્વભરમાં 40 થી 60 મિલિયન ડાયાબિટીઝ ધરાવતા લોકોને પ્રભાવિત કરે છે. ક્રોનિક અલ્સર અને અંગવિચ્છેદનનાં પરિણામે જીવનની ગુણવત્તામાં ઉલ્લેખનીય ઘટાડો થાય છે અને વહેલી મૃત્યુનું જોખમ વધે છે1.
જો તમારા પરિવાર અને સામાજિક ટોળામાં ડાયાબિટીઝ ધરાવતા લોકો હોય, તો આજે જ આ જટિલતાઓ વિશે વાંચવાનું અને શીખવાનું શરૂ કરો. ડાયાબિટીઝને લગતી તમામ જટિલતાઓની જેમ, પ્રારંભિક નિદાનથી રિકવરીનાં સર્વોત્તમ અવસરો મળે છે.
ઓછા જાણીતા પૈકીનું એક, પરંતુ સંભવિત: સૌથી ભયાનક, ડાયાબિટીઝની જટિલતાઓમાંની એક દ્રષ્ટિનું નુકસાન છે. ડાયાબિટીઝ સંબંધિત આંખની જટિલતાઓ મુખ્યત્વે ડાયાબિટીક રેટિનોપેથી, ડાયાબિટીક મેક્યુલર એડીમા, મોતિયા અને ગ્લુકોમા સાથે-સાથ બેવડી દ્રષ્ટિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતાથી બનેલી છે1. તે બધામાં સૌથી ગુપ્ત પણ છે, કારણ કે રોગના પ્રારંભિક તબક્કામાં, તે સંપૂર્ણપણે એસિમ્પટમેટિક છે. આનો મતલબ એ છે કે જ્યારે તમને લક્ષણો દેખાવાનું શરૂ થાય છે, ત્યાર સુધીમાં દ્રષ્ટિને અપરિવર્તનીય નુકસાન થઈ ગયું હોય છે.
સંભાળ રાખનારાઓ અને શુભેચ્છક બંને તરીકે, અહીં કેટલાક લક્ષણો આપ્યા છે કે જેના પર તમારે ધ્યાન આપવું આવશ્યક થઈ ગયું છે.
વાંચવામાંમુશ્કેલી
આ એક મુશ્કેલ કાર્ય છે કારણ કે સામાન્ય જ્ઞાન કહે છે કે આપણી આંખો ઉંમરની સાથે નબળી પડતી જાય છે. જો કે, જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે આપણે આંખના એક ભાગનો ઉપયોગ કરીએ છીએ જેને મેક્યુલા કહેવામાં આવે છે – તે ક્ષેત્ર જે તીક્ષ્ણ દ્રષ્ટિ2 માટે સમર્પિત હોય છે. આ આંખનો એ જ ભાગ છે જેનો આપણે ત્યારે ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ અને જ્યારે આપણે ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ડાયાબિટીઝ મેક્યુલામાં સોજો થઈ શકે છે - એક સ્થિતિ જેને ડાયાબિટીક મેક્યુલર એડીમા કહેવાય છે, જે ડાયાબિટીક રેટિનોપેથી ક્લસ્ટરનો ભાગ હોય છે3.
જો તમે નોંધો છો કે ચશ્મા બદલ્યા પછી પણ વાંચવામાં તકલીફ થાય છે, તો તેને અવગણશો નહીં. રેટિના સોસાયટી ઑફ ઈન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી ડૉ. મનીષા અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ ડાયાબિટીક રેટિનોપેથીના પ્રારંભિક સંકેતો પૈકીનું એક છે, અને તે દ્રષ્ટિના ક્ષેત્રમાં કાળા કે લાલ ડાઘા સુધી વધી શકે છે અથવા આંખમાં રક્તસ્રાવને કારણે અચાનક બ્લેકઆઉટ (અંધત્વ) પણ થઈ શકે છે.
આંખના ડૉક્ટરની સલાહ લેવા માટે જોર કરો અને જ્યાં સુધી તમે ડૉક્ટરને ન મળો ત્યાં સુધી દ્રષ્ટિ સંબંધિત અન્ય કોઈપણ લક્ષણોની વિગત રાખો. જ્યારે આંખની વાત થતી હોય, ત્યારે બધી વિગતો તેના અનુરૂપ હોય છે.
ધૂંધળી દૃષ્ટિ
ધૂંધળી દૃષ્ટિ વિભિન્ન રીતે દેખાઈ શકે છે - કેટલાક લોકો રંગોની સામાન્ય નીરસતાની ફરિયાદ કરે છે, તેઓ રંગોમાં ભિન્નતા વચ્ચે તફાવત કરી શકતા નથી (જેમ કે સફેદ દીવાલની સામે મૂકેલ એક સફેદ દીવો જોઈ શકતા નથી), તેઓ રાત્રે જોવા માટે સંઘર્ષ કરી શકે છે, અને અલબત્ત, સૌથી વધુ બતાવવા વાળા સંકેત- અસ્પષ્ટ, ફિલ્મી અથવા ધુમ્મસવાળી દ્રષ્ટિ, જાણે કે દુનિયાને એક ઘૂમટા મારફતે જોતા હોય. તે એ છે, કે વાસ્તવમાં, શું થઈ રહ્યું હશે4 એવું તેમને લાગે છે.
મોતિયા આંખના લેન્સને પ્રભાવિત કરે છે, લેન્સ પર જ જામેલ એક પટલ બનાવે છે. ડાયાબિટીઝ પીડિત લોકોને મોતિયા નામના આ ધૂંધળા લેન્સ વિકસાવવાની શક્યતા વધુ હોય છે. ડાયાબિટીઝ પીડિત લોકોમાં ડાયાબિટીઝ વગરના લોકો કરતા નાની ઉંમરે મોતિયો થઈ શકે છે. સંશોધકોનું માનવું છે કે અગર ગ્લુકોઝનું લેવલ વધવાથી તે લેન્સમાં જમા થવા લાગે છે5.
આંખમાંદબાણ અનુભવી
આંખમાં સોજાની ફરિયાદો પર ધ્યાન આપો – ઘણી વખતે, પીડિતને સોજો દેખાય તે પહેલાં સોજો મહેસુસ થાય છે. જ્યારે આંખના ઘણા રોગો અને વિકૃતિઓ બળતરાનું કારણ બની શકે છે, ત્યારે ડાયાબિટીઝ પીડિત લોકોએ હંમેશા ગ્લુકોમાની શોધ કરતા રહેવું જોઈએ6.
ડાયાબિટીઝ ગ્લુકોમા3,6, થવાની સંભાવનાને બમણી કરે છે, જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો તે દ્રષ્ટિનું નુકસાન થઈ શકે છે અને અંધત્વ પણ શકે છે. વર્ષની6 ઉંમર સાથે જોખમ પણ વધે છે.
ગ્લુકોમા થાય ત્યારે આંખમાં દબાણ વધે છે. દબાણ રક્ત વાહિનીઓને પીંચ કરે છે જે લોહીને રેટિના અને ઓપ્ટિક નર્વમાં લઈ જાય છે. રેટિના અને ચેતા ક્ષતિગ્રસ્ત થવાથી દ્રષ્ટિ ધીરે ધીરે લુપ્ત થાય છે.
ફ્લોટર્સજેઘાટારંગનાહોયછે
આપણે બધા સમય-સમય પર આપણી આંખોમાં ફ્લોટર મેળવીએ છીએ - તે રસપ્રદ, પારદર્શી નાના આંટીઓ તમને ત્યારે જ દેખાય છે જ્યારે તમે નક્કર રંગીન દિવાલ અથવા આકાશ તરફ જુઓ છો. તે બિલકુલ સામાન્ય છે. જો કે, જો જાડા ફ્લોટર્સ વિશે ફરિયાદો મળે છે, અથવા ફ્લોટર્સ જે ઘાટા રંગના લાગે છે, તમારે આને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ7.
ઘણી વાર, આ લક્ષણ એટલું ક્ષણિક હોય છે કે તમે ફ્લોટર વિશે ક્યારેક સાંભળી શક્તા નથી. તો, પૂછો. ખાસ કરીને જો તમે વાંચવામાં મુશ્કેલી, અથવા ડ્રાઇવિંગ અથવા ચહેરા જોવામાં મુશ્કેલી વિશે પણ સાંભળી રહ્યાં છો. ડાયાબિટીક રેટિનોપેથીના પછીના તબક્કામાં, રુધિરવાહિનીઓ આંખના કાચના પ્રવાહીમાં લીક થાય છે, જેના કારણે તે ફ્લોટર અને કાળા પેચેસ બનાવે છે8. પરેશાની એ છે કે તેઓ પોતાની મેળે ઠીક થઈ જાય છે8, અને સમસ્યા બનતી નથી. તેથી તમને સંભાળ કરનાર દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવશે તેવી શક્યતાઓ ઓછી હોય છે. આ બધી તકલીફ વ્યક્તિના ધ્યાન પર આ લાવવું બહેતર હોય છે, જેથી તેઓ જાણે છે કે આ કંઈક એવી તકલીફ છે જેના વિશે તેમણે ફરિયાદ કરવી જોઈએ!
ડાયાબિટીઝ પીડિત લોકોમાં આંખની તમામ વિકૃતિઓમાંથી, ડાયાબિટીક રેટિનોપેથી એ સૌથી મોટું જોખમ1 છે. મોટા ભાગના દેશોમાં, DR(ડૉક્ટર) સંભવિત રીતે અટકાવી શકાય તેવા અને ઉપચાર યોગ્ય હોવા છતાં, વિનાશક વ્યક્તિગત અને સામાજિક-આર્થિક પરિણામો સાથે કાર્યકારી વયની વસ્તીમાં અંધત્વના અગ્રણી કારણો પૈકી એક તરીકે સ્વીકારવામાં આવે છે1.
જો કે, જે આ બાબતને વધુ દુ:ખદ બનાવે છે તે હકીકત એ છે કે ડાયાબિટીક રેટિનોપેથીને અટકાવી શકાય છે! UK જેવા દેશોમાં, જ્યાં આંખની તપાસની નીતિ પેશ કરવામાં આવી હતી, અહીં ડાયાબિટીક રેટિનોપેથી એ કામકાજ કરતા લોકોમાં અંધત્વનું પ્રમુખ કારણ બનવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં, વેલ્સમાં, તેઓએ માત્ર 8 વર્ષમાં1 - નવા દ્રશ્ય હાનિ અને અંધત્વ પ્રમાણપત્રોની ઘટનાઓમાં 40-50% ઘટાડો જોયો છે.
આ શું સાબિત કરે છે? એક સામાન્ય, નિયમિત અને પીડારહિત નેત્ર પરીક્ષણ, જે તમારા આંખનાં ડૉક્ટર પાસે (ચશ્માની દુકાન પર નહીં!) કરાવવામાં આવે, જે ડાયાબિટીક રેટિનોપેથીને તેના ટ્રેકમાં રોકી શકે છે! કારણ કે આ એક રોગ છે જે પ્રારંભિક તબક્કામાં એસિમ્પટમેટિક છે, તે તબક્કે તેને પકડવાનો અર્થ એ છે કે દ્રષ્ટિનું કોઈ નુકસાન થયું નથી, અને દર્દીઓ, તેમના ડૉક્ટરની સલાહને અનુસરીને, રોગને આગળ વધતો અટકાવી શકે છે.
આના જ કારણે ડાયાબિટીક રેટિનોપેથી થી સૌથી વધુ પ્રભાવિત થતા લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે Network18 એ નોવાર્ટિસના સહયોગથી 'Netra Suraksha' - India Against Diabetes initiative ની પહેલ શરૂ કરી છે: આ પહેલ ચિકિત્સા અને નીતિ ઘડતરમાં સર્વશ્રેષ્ઠ મગજને ઢગલાબંધ વિચારોને એકસાથે એકત્ર કરે છે, જે દુનિયાના વાસ્તવિક સમાધાન સાથે આવે છે અને તે ભારત માટે કામ કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, સમજાવનાર વિડીયો અને આર્ટીકલ્સ દ્વારા ડાયાબિટીક રેટિનોપેથી વિશે જાગરૂકતા વધારવાનો પણ છે, જે બધું તમે News18.com પર Netra Suraksha initiative પેજ પર જોઈ શકો છો.
સંભવિત સંભાળ કરનારાઓ તરીકે, આ પણ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. અમે ભલામણ કરીએ છીએ કે દરેક વ્યક્તિ સ્વયંને અને તેમના પ્રિયજનો માટેના જોખમનું મૂલ્યાંકન કરવા માટે અમારું ઑનલાઇન Diabetic Retinopathy Self Check Up કરો. ફરીથી, અમે આદત તરીકે વાર્ષિક આંખની પરીક્ષાઓને નિયમિત બનાવવાની ભલામણ કરીએ છીએ. આ પરીક્ષણને અન્ય સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ જેમ કે વાર્ષિક બ્લડ ટેસ્ટ અને અન્ય સક્રિય તપાસ સાથે જોડો. છેવટે, શું તમે એવી કોઈ બીમારી વિશે વિચારી શકો છો જે તમે ઈચ્છો છો કે તમે જલ્દીને બદલે બાદમાં શોધી કાઢ્યું હોત? રાહ જોશો નહીં.
સંદર્ભ:
References:
IDF Atlas, International Diabetes Federation, 9th edition, 2019