Home /News /lifestyle /NetraSuraksha: શું તમે ડાયાબિટીસના પેશન્ટ છો? તો તમારે તમારી દ્રષ્ટિ પર ધ્યાન આપવું જોઈએ
NetraSuraksha: શું તમે ડાયાબિટીસના પેશન્ટ છો? તો તમારે તમારી દ્રષ્ટિ પર ધ્યાન આપવું જોઈએ
ડાયાબિટીસથી પીડિત લગભગ અડધા લોકોનું નિદાન થયું નથી.
ડાયાબિટીસનું જોખમ સતત વધી રહ્યું છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન એટલાસ 2019 મુજબ, વર્ષ 20001માં આશરે 151 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત હતા. આમાં 20-791 વર્ષની વચ્ચેની ઉમરના લોકોમાં પ્રકાર 1 અને પ્રકાર 2 અને નિદાન અને નિદાન વગરના બંનેનો સમાવેશ થાય છે.
ડાયાબિટીસનું જોખમ સતત વધી રહ્યું છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન એટલાસ 2019 મુજબ, વર્ષ 20001માં આશરે 151 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત હતા. આમાં 20-791 વર્ષની વચ્ચેની ઉમરના લોકોમાં પ્રકાર 1 અને પ્રકાર 2 અને નિદાન અને નિદાન વગરના બંનેનો સમાવેશ થાય છે. તે સમયે, આ આંકડો વૈશ્વિક વસ્તીના 4.6% હતો. 2019 માં, કુલ સંખ્યા વધીને 463 મિલિયન થઈ હતી, જે વસ્તીના 9.3% હતી. 2030માં આ સંખ્યા વધીને 578 મિલિયન લોકો (વૈશ્વિક વસ્તીના 10.2%) સુધી જવાની ધારણા છે જેના હિસાબે દર 10 માંથી 1 વ્યક્તિ છે.
તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે ડાયાબિટીસથી પીડિત લગભગ અડધા લોકોનું નિદાન થયું નથી. આવું કેમ થાય છે? મોટે ભાગે કારણ કે ડાયાબિટીસના સામાન્ય લક્ષણો સામાન્ય હોઈ શકે છે: થાક લાગવો અને કમજોરી, વધુ પડતી તરસ, વારંવાર પેશાબ, વારંવાર ભૂખ - આ ધીમે ધીમે થાય છે જેથી તમે ચૂકી શકો છો 1. કેટલાક લોકો માટે, ડાયાબિટીસ પથારીમાં ભીનાશ, અચાનક વજનમાં ઘટાડો અને અસ્પષ્ટ દ્રષ્ટિ1માં પરિણમે છે, જો આવું થાય તો ડોક્ટર ની મુલાકાત તરત જ લેવી.
એકવાર નિદાન થયા પછી, ડાયાબિટીસ (ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ) નિયમિત કસરત, આહારમાં ફેરફાર અને દવાઓની મદદ થી ખૂબ અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. મોટાભાગના ડાયાબિટીસવાળા લોકોને લાગે છે કે તેમના રોજિંદા જીવનને ગંભીર અસર થતી નથી. વાસ્તવમાં, જ્યારે જો વહેલી તકે પકડાઈ જાય, તો ટાઇપ 2 ડાયાબિટીસને હવે ઉલટાવી શકાય તેવું માનવામાં આવે છે.
જો સારી રીતે ધ્યાન રાખવામાં ના આવે તો ડાયાબિટીસ શરીરમાં ઘણી બધી ગૂંચવણોનું કારણ બની શકે છે. 2019 માં, 20-79 વર્ષની પુખ્ત વયના 4.2 મિલિયન લોકો ડાયાબિટીસ અને તેની ગૂંચવણોના પરિણામે મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે.
ડાયાબિટીસ, હાયપરટેન્શન અથવા બંનેનું મિશ્રણ વૈશ્વિક સ્તરે અંતિમ તબક્કાના 80% રેનલ રોગનું કારણ બને છે.
ડાયાબિટીસ અને ક્રોનિક કિડની ડિસીઝ બંને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સાથે મજબૂત રીતે સંકળાયેલા છે1.
ડાયાબિટીસના પગ અને નીચેના અંગોની ગૂંચવણો, જે વૈશ્વિક સ્તરે ડાયાબિટીસ ધરાવતા 40 થી 60 મિલિયન લોકોને અસર કરે છે, તે ડાયાબિટીસ 1 ધરાવતા લોકોમાં બિમારીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
ક્રોનિક અલ્સર અને અંગવિચ્છેદનના પરિણામે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને વહેલા મૃત્યુનું જોખમ વધે છે1.
વધુમાં, ડાયાબિટીક આંખનો રોગ એ ડાયાબિટીસની ખૂબ જ ભયજનક ગૂંચવણ છે, અને તે મુખ્યત્વે ડાયાબિટીક રેટિનોપેથી, ડાયાબિટીક મેક્યુલર એડીમા, મોતિયા અને ગ્લુકોમા સાથે બેવડી દ્રષ્ટિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતાથી બનેલો છે1. મોટા ભાગના દેશોમાં, ડાયાબિટીક રેટિનોપેથી એ કાર્યકારી વયની વસ્તીમાં અંધત્વના મુખ્ય કારણોમાંનું એક છે અને તેના વિનાશક વ્યક્તિગત અને સામાજિક આર્થિક પરિણામો છે1. તમિલનાડુમાં 2013ના અભ્યાસ મુજબ, વર્ષ 2025 સુધીમાં ભારતમાં ડાયાબિટીસ ધરાવતા અંદાજે 57 મિલિયન લોકોને રેટિનોપેથી3 હશે. આ એક ભયાનક આંકડા છે.
જે બાબત તેને વધુ ખરાબ બનાવે છે તે એ છે કે પ્રારંભિક તબક્કામાં ડાયાબિટીક રેટિનોપેથી લગભગ સંપૂર્ણ રીતે એસિમ્પટમેટિક હોય છે. આનો અર્થ એ છે કે જ્યાં સુધી તમને કોઈ લક્ષણો દેખાશે, ત્યાં સુધીમાં આંખને થોડું નુકસાન થઈ ચૂક્યું હશે. જો કે, જ્યાંથી DR નિદાન થાય છે, ત્યાંથી તેનું સંચાલન કરી શકાય છે, અને વધુ નુકસાન અટકાવી શકાય છે.
તો ડાયાબિટીક રેટિનોપેથી દ્રષ્ટિને કેવી રીતે નુકસાન કરે છે? હાઈ બ્લડ ગ્લુકોઝ સ્તર જ્યારે તપાસ કરવામાં નથી આવતું ત્યારે નાની રક્ત વાહિનીઓમાં તે બ્લોક્સ બનાવે છે જે તમારા રેટિનાને સ્વસ્થ રાખે છે. રેટિના એ આંખના પાછળના ભાગમાં એક અસ્તર છે જે પ્રકાશને છબીઓમાં બદલવાની પ્રક્રિયા કરે છે. રક્તવાહિનીઓ ફૂલી શકે છે, રસી થઈ શકે છે અથવા રક્તસ્ત્રાવ થઈ શકે છે, જે ઘણીવાર દ્રષ્ટિમાં ફેરફાર અથવા અંધત્વ તરફ દોરી જાય છે2.
રેટિના સોસાયટી ઑફ ઈન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી ડૉ. મનીષા અગ્રવાલના જણાવ્યા અનુસાર, શરૂઆતના લક્ષણોમાંનું એક એ છે કે વાંચવામાં સતત તકલીફ પડવી જે ચશ્મા બદલવાથી પણ દૂર થતી નથી. આ એક પ્રારંભિક સંકેત છે જેને હળવાશથી ન લેવો જોઈએ. જો અવગણવામાં આવે તો, લક્ષણો દ્રષ્ટિના ક્ષેત્રમાં કાળા અથવા લાલ ફોલ્લીઓ સુધી વધી શકે છે, અથવા આંખમાં રક્તસ્રાવને કારણે અચાનક બ્લેકઆઉટ પણ થઈ શકે છે.
સારા સમાચાર એ છે કે ડાયાબિટીક રેટિનોપેથી 100% અટકાવી શકાય છે4. ડાયાબિટીક રેટિનોપેથીને અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તે રોગના લક્ષણરૂપ બને તે પહેલા તેને શોધી કાઢો. તમારે ફક્ત તમારા આંખના ડૉક્ટરની એક મુલાકાત લેવી પડશે (ચશ્માની દુકાન પર નહીં!)4. મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે.
આ જાગૃતિના અભાવને દૂર કરવા માટે, Network18 એ નોવાર્ટિસ સાથે મળીને 'નેત્ર સુરક્ષા' - ઈન્ડિયા અગેઈન્સ્ટ ડાયાબિટીસ પહેલ શરૂ કરી છે. આ ઝુંબેશ દરમિયાન, Network18 ડાયાબિટીક રેટિનોપેથીની શોધ, નિવારણ અને સારવાર પર કેન્દ્રિત રાઉન્ડ ટેબલ ચર્ચાઓની શ્રેણીનું પ્રસારણ કરશે. આ ચર્ચાઓ, સમજાવનાર વિડિયો અને લેખો દ્વારા વાત બહાર લાવવાથી, Network18 એવી આશા રાખે છે કે જેઓ ડાયાબિટીક રેટિનોપેથીનો શિકાર હોય તેવા લોકોને તેઓ જરૂરી પરીક્ષણો અને સારવારો કરાવવા માટે પ્રોત્સાહિત કરશે.
આનો ઈલાજ તમે કેવી રીતે પ્રારંભ કરી શકો તે જાણો. ઓનલાઈન ડાયાબિટીક રેટિનોપેથી સેલ્ફ ટેસ્ટ કરીને શરૂઆત કરો. પછી, મિત્રો અને પરિવારને પણ તેમ કરવા વિનંતી કરો. તમારી અને તમારા પ્રિયજનોની ડાયાબિટીસ માટે પરીક્ષણ કરાવો અને તમારા કુટુંબના કેલેન્ડરમાં વાર્ષિક આઈ ટેસ્ટ ડેટ ફિક્સ કરો. તેને વર્ષની તારીખ અથવા સમય સાથે સંરેખિત કરો, જેથી તે નિયમિત બની જાય, અને તેથી તમે તેને ક્યારેય ભૂલશો નહીં.
તમારી દ્રષ્ટિ એક અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે. તમારા કુટુંબમાં તમે તે પ્રથમ જવાબદાર વ્યક્તિ બનો કે જે પોતાની આંખની જરૂરી કાળજી લે છે. છેવટે, ઉજ્જવળ ભવિષ્યમાં રોકાણ કરવું અને તમારા પરિવારની સંભાળ રાખવા દરેક પગલે તમારી હાજરી જરૂરી હશે. તેથી, બતમારી સંભાળ રાખો અને અન્ય લોકો માટે અનુસરવા માટે એક ઉદાહરણ બનો. અને પછી, આની જાણકારી દરેકને આપો.
નેત્ર સુરક્ષા પહેલ વિશે વધુ અપડેટ્સ માટે News18.com ને અનુસરો અને ડાયાબિટીક રેટિનોપેથી સામેની ભારતની લડાઈમાં તમારી જાતને સામેલ કરો.
Balasubramaniyan N, Ganesh KS, Ramesh BK, Subitha L. Awareness and practices on eye effects among people with diabetes in rural Tamil Nadu, India. Afri Health Sci. 2016;16(1): 210-217.