Home /News /lifestyle /નવરાત્રી રેસિપી વીક: ત્રીજા નોરતે ધરાવો 'ચોકલેટ પેંડા'નો પ્રસાદ, બહાર કરતા મસ્ત બનાવવા નોંધી લો આ રીત

નવરાત્રી રેસિપી વીક: ત્રીજા નોરતે ધરાવો 'ચોકલેટ પેંડા'નો પ્રસાદ, બહાર કરતા મસ્ત બનાવવા નોંધી લો આ રીત

આ રીતે ઘરે બનાવો ચોકલેટ પેંડા

Navratri 2022: આજે માં અંબાનું ત્રીજું નોરતું છે ત્યાં તમે પણ ઘરે ચોકલેટ પેંડા બનાવો. આ પેંડા તમે ખૂબ જ સરળતાથી બહાર જેવા બનાવી શકો છો. આ પેંડા બનાવતા બહુ સમય પણ લાગતો નથી. આ પેંડા નાના બાળકોને પણ બહુ ભાવતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે ત્રીજુ નોરતુ છે. માં અંબાને આ ત્રીજા નોરતામાં તમે ચોકલેટ પેંડાનો પ્રસાદ બનાવીને ધરાવો. આ પ્રસાદ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. ચોકલેટ પેંડા બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ભાવતા હોય છે. ચોકલેટ પેંડા તમે ઘરે બનાવો છો તો બહુ સમય પણ બગડતો નથી અને ઝટપટ બની પણ જાય છે. અનેક લોકો નોરતામાં બહારનો પ્રસાદ લાવીને ભગવાનને ધરાવતા હોતા નથી. આમ, તમે પણ ચોકલેટ પેંડા તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ બહાર જેવા જ બનશે. તો જાણો આ પેંડા તમે કેવી રીતે ઘરે બનાવશો.

    સામગ્રી

    4 મોટી ચમચી કોકો પાવડર

    100 ગ્રામ કંડેન્સ્ડ મિલ્ક

    આ પણ વાંચો: 'કીટો ઉપમા' ખાવાથી વજન ઘટે છે સડસડાટ

    4 મોટી ચમચી ઘી

    પિસ્તાની કતરણ

    બદામની કતરણ

    બનાવવાની રીત


    ચોકલેટ પેંડા બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં કંડેન્સ્ડ મિલ્ક અને કોકો પાવડર એડ કરો. આ બન્ને વસ્તુને ધીમા ગેસે સતત હલાવતા રહો. હવે આમાં બદામની કતરણ એડ કરો. હવે જ્યાં સુધી આમાંથી ચાસણી બધી શોષાઇ ના જાય અને પાણીનો ભાગ સૂકો ના પડી જાય ત્યાં સુધી ધીમા ગેસે સતત હલાવતા રહો.

    આ પણ વાંચો: ફરાળી કઢી ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે, આ રીતે બનાવો ઘરે

    આ પ્રોસેસ થઇ જાય પછી ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને એક થાળીમાં લઇ લો અને થોડુ ઠંડુ થાય એટલે પેંડા વાળો. હવે બજારમાં પેંડાના મોલ્ડ પણ સરળતાથી મળી રહે છે. આમાં તમને ગમતો બીજો શેપ પણ કરી શકો છો. નાના-નાના વાળેલા પેંડાને હવે એક પ્લેટમાં લઇ લો. હવે આ પેંડા પર ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ચોકલેટ પેંડા.

    પેંડા બનાવતી વખતે ખાસ આ ધ્યાન રાખો


    ચોકલેટ પેંડા તમે જ્યારે બનાવો ત્યારે ખાસ કરીને ગેસ ધીમો રાખો અને મિશ્રણને સતત હલાવતા રહો. જો તમે ગેસ ફાસ્ટ રાખો છો તો ચોકલેટ બળવાની સ્મેલ આવશે અને પેંડા ટેસ્ટમાં પણ સારા થશે નહીં.


    ચોકલેટ પેંડા બનાવતી વખતે બીજું ખાસ ધ્યાન એ રાખો કે તમારે ડાર્ક કોકો પાવડર લેવાનો નથી. આ પેંડા તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવીને ભગવાનન પ્રસાદમાં ધરાવી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Navratri Recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन