Home /News /lifestyle /ગરબા રમ્યા પછી ચહેરા પર લગાવો આ સ્ક્રબ, ધૂળ-માટી અને પ્રદૂષણની નહીં થાય કોઇ અસર

ગરબા રમ્યા પછી ચહેરા પર લગાવો આ સ્ક્રબ, ધૂળ-માટી અને પ્રદૂષણની નહીં થાય કોઇ અસર

ગરબા રમ્યા પછી આ રીતે ફેસ ક્લિન કરો

Navratri skin care tips: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ગરબા રમ્યા પછી તમે સ્કિનની કાળજી રાખતા નથી તો તમારા ફેસને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે નવરાત્રીમાં ગરબા રમ્યા પછી આ સ્ક્રબ લગાવો છો તો સ્કિન બહુ મસ્ત થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી સ્કિન બહુ જ ખરાબ થઇ જાય છે. ગરબા રમતી વખતે થતો પરસેવો, ધૂળ અને પ્રદુષણની અસર સ્કિન પર સૌથી વધારે થાય છે. એવામાં અનેક લોકો આ વાતને ઇગ્નોર કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે જ્યારે પણ ગરબા રમીને ઘરે આવો ત્યારે ફેસ પર સ્ક્રબ કરવું ખૂબ જરૂરી છે. સ્ક્રબ કરવાથી તમારી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જ ડેડ સ્કિન પણ દૂર થાય છે. જો તમે ફેસ પર પૂરતું ધ્યાન આપતા નથી ખીલ જેવી અનેક સમસ્યાઓ થાય છે. આ માટે તમે તમારા ફેસ પર ઘરેલું સ્ક્રબનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કોફી સ્ક્રબ..

    કોફી સ્ક્રબ


    કોફી સ્ક્રબ દરેક લોકોની સ્કિન પર સૂટ થાય છે. કોફીમાંથી એન્ટી ઓક્સિડન્ટસ મળે છે જે તમારી સ્કિનની સાફ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ કોફી સ્ક્રબ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું પણ કામ કરે છે.

    આ પણ વાંચો: વેક્સ કરાવતા પહેલા અને પછી ખાસ રાખો આ ધ્યાન

    સામગ્રી

    4 ચમચી કોફી

    2 ચમચી બ્રાઉન શુગર

    1 ચમચી મધ

    બનાવવાની રીત


    આ સ્ક્રબ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં કોફી, બ્રાઉન શુગર અને મધ એડ કરો. હવે આ વસ્તુને બરાબર મિક્સ કરી લો અને સ્મુધ પેસ્ટ બનાવો. તો તૈયાર છે કોફી સ્ક્રબ. આ કોફી સ્ક્રબ તમારી સ્કિન માટે પરફેક્ટ છે.

    આ પણ વાંચો: માત્ર 10 જ દિવસમાં આ કુદરતી રીતે વધારો બ્રેસ્ટ સાઇઝ

    જાણો આ સ્ક્રબના ફાયદા


    આ સ્ક્રબ તમે તમારી સ્કિન પર રોજ પણ લગાવી શકો છો. આ સ્ક્રબમાંથી મળતા પોષક તત્વો સ્કિનની અનેક ઉણપને પૂરી કરે છે. આ સ્ક્રબ લગાવતા પહેલા તમે ચહેરો ધોઇ લો અને પછી આ સ્ક્રબ લગાવો. ત્યારબાદ 5 મિનિટ રહીને સ્ક્રબિંગ કરો. આમ કરવાથી ડેડ સ્કિન દૂર થઇ જશે અને સાથે ગરબા રમતી વખતે પરસેવાથી થતી સ્કિનને પણ મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે.


    ખાસ રાખો આ ધ્યાન


    આ સ્ક્રબ તમારે ભારે હાથથી એટલે કે હાથનું વજન વધારે આપીને કરવાનું નથી. આ સ્ક્રબ વજન આપીને કરવાથી સ્કિનને અંદરથી નુકસાન થાય છે. આ માટે સ્ક્રબ હંમેશા હળવા હાથે કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Navratri 2022, Navratri Tradition, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन