Home /News /lifestyle /નવરાત્રીમાં ગરબા રમ્યા પછી આ પેસ્ટ લગાવો ચહેરા પર, નહીં તો પરસેવાથી ખરાબ થઇ જશે

નવરાત્રીમાં ગરબા રમ્યા પછી આ પેસ્ટ લગાવો ચહેરા પર, નહીં તો પરસેવાથી ખરાબ થઇ જશે

ગરબા રમ્યા પછી આ પેસ્ટ લગાવો ચહેરા પર

Navratri 2022: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી સ્કિનની કેર અનેક રીતે કરવી પડે છે, કારણકે ગરબા રમતા સમયે આપણાં ચહેરા પર પરસેવો થાય છે જેના કારણે સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ પેસ્ટ તમે ચહેરા પર લગાવો છો તો તમારી સ્કિન બહુ જ મસ્ત થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી એ સમય અથવા તો બીજા દિવસે સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે સ્કિનની પ્રોપર રીતે કાળજી રાખતા નથી તો સ્કિન વધુ ડેમેજ થવા લાગે છે. એમાં પણ ખાસ કરીને ચહેરાનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે ચહેરા પર પ્રોપર રીતે ધ્યાન નથી આપતા તો ગરબા રમ્યા પછી થતા પરસેવાથી સ્કિન પર અનેક ઘણી તકલીફો થવા લાગે છે. તો તમે પણ ગરબા રમી લો એ પછી સ્કિનનું આ રીતે ધ્યાન રાખો, જેથી કરીને ખીલથી લઇને બીજી કોઇ તકલીફ ના થાય.

    ફુદીનાના પાન, લીંબુ અને બરફ


    ફુદીના પાન, લીંબુ અને બરફ તમારી સ્કિન માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે ફુદીનાને ગરમ પાણીમાં ઉકાળી દો. આ પાણી ઠંડુ થઇ જાય એટલે એક ચમચી લીંબુનો રસ એડ કરો. ત્યારબાદ આ પાણીમાં બરફના બેથી ત્રણ કટકા મુકી દો. હવે આ પાણીથી તમારા ફેસ પર મસાજ કરો અને 10 મિનિટ રહીને ચહેરો ધોઇ લો. આમ કરવાથી પરસેવાથી સ્કિનને કોઇ સમસ્યા નહીં થાય.

    આ પણ વાંચો: માણસો માટે હાનિકારક છે 5G નેટવર્ક?

    ખીરામાંથી બનાવો કુલિંગ માસ્ક


    ખીરામાંથી બનાવવામાં આવતો આ માસ્ક તમારી સ્કિનની અનેક ઘણી તકલીફોને દૂર કરે છે. આ માટે તમે ખીરાના કટકા કરી લો અને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટમાં બે ચમચી દૂધ અને ઇંડાના અંદરથી સફેદ ભાગ નિકાળીને આમાં એડ કરી દો. હવે આ પેસ્ટને બરાબર હલાવી દો.

    આ પેસ્ટ અઠવાડિયામાં તમારે બે વાર લગાવવાની રહેશે. આ પેસ્ટથી તમારો ચહેરો ક્લિન થાય છે અને સાથે પરસેવાની કોઇ અસર પણ થતી નથી. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવવાથી ગ્લો આવે છે. આ પેસ્ટથી તમારા ચહેરા પરના ખીલ દૂર થાય છે અને સાથે ડાઘા-ધબ્બા પણ દૂર થાય છે.

    આ પણ વાંચો: ડુંગળી સસ્તી હોય ત્યારે આ રીતે કરો Store

    હળદર અને ચણાનો લોટ


    નવરાત્રીમાં ગરબા રમ્યા પછી તમે બીજા દિવસે સવારમાં સ્નાન કર્યા પહેલા ચણાનો લોટ અને હળદર એક વાટકીમાં લો અને પછી એમાં જરૂર મુજબ દૂધ નાંખીને પેસ્ટ બનાવી લો.


    હવે આ પેસ્ટને તમે રોજ ચહેરા પર લગાવો. આમ કરવાથી તમારો ફેસ ક્લિન થઇ જશે અને ખીલ પણ દૂર થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri 2022, Navratri Tradition, Skin, Skin Care Tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन