Home /News /lifestyle /નવરાત્રી રેસિપી વીક: માં અંબાને બીજા નોરતે ધરાવો સુખડીનો પ્રસાદ, આ રીતથી એકદમ મહુડી જેવી જ બનશે

નવરાત્રી રેસિપી વીક: માં અંબાને બીજા નોરતે ધરાવો સુખડીનો પ્રસાદ, આ રીતથી એકદમ મહુડી જેવી જ બનશે

આ રીતે ઘરે બનાવો સુખડી

sukhadi recipe: માં અંબાના બીજા નોરતે તમે પણ સુખડીનો પ્રસાદ ધરાવો. આ રીતે તમે સુખડી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. સુખડી બનાવવા માટે એક પ્રોપર માપ હોય છે જેનું તમે ધ્યાન રાખો છો તો સુખડી બહુ જ મસ્ત બને છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે નવરાત્રીનો બીજો દિવસ છે. આ બીજા નોરતાંમાં તમે પણ માં અંબાને પ્રસાદમાં સુખડી ધરાવો. અનેક લોકો નોરતાંના નવ દિવસ ઘરે જાતે જ પ્રસાદ બનાવતા હોય છે. મોટાભાગના લોકો બહારથી પ્રસાદ લાવવાનું ટાળતા હોય છે. તમને જણાવી દઇએ કે સુખડી સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે. પરંતુ મોટાભાગના લોકોથી સુખડી કડક થઇ જતી હોય છે. આમ, જો તમે પણ ઘરે બનાવો ત્યારે આવું થાય છે તો આ ટિપ્સ અને માપ તમારા માટે સૌથી બેસ્ટ છે. જો તમે આ માપથી ઘરે સુખડી બનાવશો તો  એકદમ મહુડી જેવી જ સોફ્ટ બનશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો.

    સામગ્રી

    એક કપ ઘઉંનો લોટ

    આ પણ વાંચો: બપોરે જમતી વખતે એક વાટકી પીઓ આ કઢી

    એક કપ કપ ઘી

    એક કપ છીણેલો ગોળ

    બનાવવાની રીત

    • સુખડી બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો દહીંવડા

    • ઘી ગરમ થઇ જાય એટલે એમાં માપ મુજબ ઘઉંનો લોટ એડ કરો.

    • લોટ એડ કર્યા પછી તમારે ગેસ ધીમો જ રાખવાનો છે. ઘણાં લોકો ફાસ્ટ ગેસે લોટને શેકતા હોય છે. આમ કરવાથી લોટ દાઝી જાય છે જેના કારણે સ્મેલ આવે છે અને સુખડી પણ ભાવતી નથી.

    • લોટ શેકાઇ જાય એટલે એમાંથી સ્મેલ આવવા લાગશે.

    • લોટ શેકાઇ જાય પછી છીણેલો ગોળ નાંખો.

    • ગોળ થોડો પીગળી જાય ગેસ બંધ કરી દો અને ધીમા ગેસે સતત હલાવતા રહો.

    • હવે એક થાળી લો અને એને ઘીથી ગ્રીસ કરી લો.

    • આ થાળીમાં સુખડી પાથરો.

    • ઉપરથી થોડુ-થોડુ ઘી ચારેબાજુ લગાવી દો.

    • તો તૈયાર છે મહુડી જેવી સ્વાદિષ્ટ સુખડી.


    બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન





      • તમે જ્યારે પણ સુખડી બનાવો ત્યારે હંમેશા ગેસ ધીમો રાખો.

      • સુખડીમાં છીણેલો ગોળ જ નાંખવો.






    • છીણેલો ગોળ નાંખ્યાના એક સેકન્ડ પછી ગેસ બંધ કરી દો અને ગોળ એમ જ પીગળવા દો. આમ કરવાથી તમારી સુખડી સોફ્ટ થશે. જો તમે ગોળ આખો નાંખો છો અને પછી પીગળવા દો છો તો સુખડી કડક અને જલદી ચવાય નહીં એવી બને છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Navratri Recipe, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन