Home /News /lifestyle /

સિક્રેટ ટિપ્સ: સાબુદાણાના વડા બનાવતી વખતે આ રીતે નાંખો સિંગદાણા, ટેસ્ટી બનશે અને ઉપવાસમાં ખાવાની મજા આવશે

સિક્રેટ ટિપ્સ: સાબુદાણાના વડા બનાવતી વખતે આ રીતે નાંખો સિંગદાણા, ટેસ્ટી બનશે અને ઉપવાસમાં ખાવાની મજા આવશે

આ રીતે ઘરે બનાવો સાબુદાણાના વડા

sabudana vada recipe: નવરાત્રીમાં તમે પણ ઉપવાસ કરી રહ્યા છો તો સાબુદાણાના વડા તમારા માટે સૌથી બેસ્ટ છે. સાબુદાણાના વડા તમે ખાઓ છો તો એનર્જીથી ભરપૂર રહો છો અને સાથે શરીરમાં પણ સ્ટેમિના બની રહે છે. સાબુદાણા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીની અનેક લોકોએ ફુલ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાખી છે ત્યાં લોકો ખરીદી કરવામાં લાગી ગયા છે. માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. આમ, જો નવરાત્રીમાં ઉપવાસની કરીએ અનેક લોકો માં અંબાના નોરતામાં ઉપવાસ કરતા હોય છે. નોરતામાં ઉપવાસ કરતા લોકો ફરાળ ખાતા હોય છે. નોરતામાં તમે પણ ઉપવાસ કરો છો તો આજે અમે તમારી માટે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જે છે સાબુદાણાના વડા. સાબુદાણાના વડા ખાવાની બહુ જ મજા આવે છે. આ સાથે જ તમે સાબુદાણાના વડા ઉપવાસમાં ખાઓ છો તો તમે હેલ્ધી રહો છો અને સ્ટેમિનાથી ભરપૂર રહો છો. સાબુદાણાના વડા તમે આ રીતે બનાવો છો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. તો નોંધી લો આ રીત.

    સામગ્રી


    એક કપ સાબુદાણા

    4 થી 5 બફાલા બટાકા

    શેકેલા સિંગદાણા

    આ પણ વાંચો: વટાણા સ્ટોર કરતી વખતે લગાવો આ તેલ

    ઝીણાં સમારેલાં લીલા મરચાં

    લીંબુનો રસ

    ખાંડ

    જીરું

    કોથમીર

    સિંધાલું મીઠું

    તળવા તેલ

    બનાવવાની રીત



    • સાબુદાણાના વડા બનાવવા માટે સૌ પ્રથમ સિંગદાણાને ધીમા ગેસે શેકી લો.

    • વડા બનાવવા માટે તમારે પૂર્વ તૈયારીમાં સાબુદાણાને પાંચ કલાક માટે પલાળવાના રહેશે.

    • શેકેલા સિંગદાણાને હવે મિક્સરમાં પીસી લો.


    આ પણ વાંચો: હાથમાં આ લક્ષણો દેખાય તો થઇ જાવો એલર્ટ

    • હવે પલાળેલા સાબુદાણામાં પાણી હોય તો એ કાઢી લો અને પછી પેપર પર મુકી દો જેથી કરીને પાણી બધું ચુસાઇ જાય.

    • આ પ્રોસેસ થઇ જાય પછી એક મોટો બાઉલ લો અને એમાં પલાળેલા સાબુદાણા, પીસેલા સિંગદાણા, બાફેલા બટાકા નાંખો અને મિક્સ કરી લો.

    • ત્યારબાદ આ મિક્સમાં ઝીણાં સમારેલા લીલા મરચાં, ખાંડ, જીરું, લીંબુનો રસ, ખાંડ અને સિંધાલુ મીઠું નાખીને આ બધા જ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

    • આ બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઇ જાય એટલે હથેળીમાં માવો લઇને વડા વાળી લો.

    • હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં થાપેલા વડાને નાંખો.

    • વડા આછા બ્રાઉન રંગના થઇ જાય એટલે તેલમાંથી બહાર કાઢીને એક પ્લેટમાં લઇ લો.

    • તો તૈયાર છે સાબુદાણાના ટેસ્ટી વડા.

    • સિક્રેટ ટિપ્સ: સાબુદાણાના વડા બનાવો ત્યારે સિંગદાણા શેકીને પછી ક્રશ કરવા. આમ કરવાથી ટેસ્ટ સારો આવે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Farali recipe, રેસીપી, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन