Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો Banana Walnut Lassi, ઉપવાસમાં ગ્લાસ ભરીને પી લેશો તો ગરબા ગાતા નહીં લાગે થાક

આ રીતે ઘરે બનાવો Banana Walnut Lassi, ઉપવાસમાં ગ્લાસ ભરીને પી લેશો તો ગરબા ગાતા નહીં લાગે થાક

ઘરે બનાવો બનાના-વોલનટ લસ્સી

Banana walnut lassi: નવરાત્રીમાં તમે પણ ઉપવાસ કરો છો તો આ લસ્સી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ લસ્સી એક ગ્લાસ ભરીને પી લેવાથી શરીરમાં સ્ટેમિના બની રહે છે અને સાથે નબળાઇ પણ દૂર થાય છે. તો તમે પણ ઘરે બનાવો બનાના-વોલનટ લસ્સી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે મા અંબાનું નવમું નોરતુ છે. આ નોરતામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન સ્મુધી કે શેક બનાવીને તમે પીવો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સાથે જ તમારા શરીરમાં સ્ટેમિના બની રહે છે. જો કે હવે આજ અને અને કાલ એ બે જ નોરતા બાખી છે ત્યારે શરીરમાં છેલ્લા દિવસોમાં સ્ટેમિના જળવાઇ રહે એ મહત્વની બાબત છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. આ લસ્સી તમે એક ગ્લાસ ભરીને પી લો છો તો તમારા શરીરમાં મસ્ત સ્ટેમિના જળવાઇ રહે છે અને તમે થાકતા પણ નથી.

    સામગ્રી


    ત્રણ કપ દહીં

    2 થી 3 કેળા

    5 થી 6 અખરોટ

    આ પણ વાંચો: બાળકોને આ ફુડ્સ ખવડાવશો ઉતરી જશે ચશ્માના નંબર

    3 ચમચી મધ

    એક કપ ડ્રાયફ્રૂટ્સ

    એક ચમચી ગુલાબજળ

    એક ચમચી ખસખસ

    ઇલાયચી પાવડર

    એક ચમચી ગુલાબજળ

    આ પણ વાંચો: હથેળીમાં ચામડી ઉખડે ત્યારે અજમાવો આ ઘરેલું ઉપાયો

    એક ચમચી ખસખસ

    એક ચમચી કેસર

    બનાવવાની રીત

    બનાના વોલનટ લસ્સી બનાવવા માટે સૌ પ્રથમ કેળા લો અને એની છાલ કાઢી લો. ત્યારબાદ આ કેળાને મિક્સર જારમાં લઇ લો અને એમાં અખરોટ, કાજુ, દહીં અને મધ મિક્સ કરી લો. હવે આ બધી જ વસ્તુઓને મસ્ત રીતે ગ્રાઇન્ડ કરી લો.

    આ પ્રોસેસ થઇ જાય પછી જો તમારે ડ્રિંકને પાતળુ કરવું હોય તો તમે આમાં પાણી એડ કરી શકો છો. પરંતુ બહુ લિક્વિડ ડ્રિંક પીવાની મજા આવશે નહીં. ગ્રાઇન્ડ કરીને હવે એક ગ્લાસમાં લઇ લો. ગ્રાઇન્ડ કરીને એક મોટા વાસણમાં લઇ લો અને એમાં ઇલાયચી પાવડર, ગુલાબ જળ, કેસર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે મસ્ત-મસ્ત બનાના-વોલનટ લસ્સી.



    આ લસ્સી પર તમે ઉપરથી નાના-નાના અખરોટના કટકા અને કેળાના કટકા પણ એડ કરી શકો છો. આ લસ્સી તમને વધારે ઠંડી જોઇએ છે તો તમે ફ્રિજરમાં મુકી દો અને પછી પી લો. એક ગ્લાસ આ લસ્સીનો પી લેશો તો સ્ટેમિનાથી ભરપૂર રહેશો અને ગમે તેટલા ગરબા ગાશો તો પણ થાક નહીં લાગે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Navratri recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन