Home /News /lifestyle /નવરાત્રી રેસિપી વીક: માં અંબાને ચોથા નોરતે ધરાવો ખજૂર ડ્રાયફ્રુટ્સ લાડુ, આ રીતે બનાવો ઘરે

નવરાત્રી રેસિપી વીક: માં અંબાને ચોથા નોરતે ધરાવો ખજૂર ડ્રાયફ્રુટ્સ લાડુ, આ રીતે બનાવો ઘરે

આ રીતે ઘરે બનાવો ખજૂરના લાડુ

khajur dryfruit ladu recipe: આજે માં અંબાનું ચોથું નોરતુ છે ત્યારે અનેક લોકો ઘરે પ્રસાદ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ પ્રસાદમાં તમે પણ આજે ઘરે બનાવો ખજૂર ડ્રાયફ્રૂટ્સ લાડુ અને ઘરાવો માં અંબાને. આ ખજૂર લાડુ ખાવામાં પણ બહુ હેલ્ધી હોય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે ચોથુ નોરતું છે. રાત્રીના ઉજાગરા અને સવારમાં કામ..આ સાથે-સાથે રાત્રે ગરબા રમવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. નવરાત્રીનો તહેવાર એવો છે જેનો માહોલ બીજા તહેવારો કરતા કંઇક અલગ જ હોય છે. તો આજે તમે પણ માં અંબાને પ્રસાદમાં ધરાવો ખજૂરના લાડુ. ખજૂરના આ લાડુ ખાવા માટે બહુ પૌષ્ટિક હોય છે. આ લાડુ તમે દિવસમાં એક વાર બાળકને આપો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ખજૂરના લાડુ તમે પણ આ રીતે ઘરે બનાવો અને માં અંબાને ધરાવો પ્રસાદ.

    સામગ્રી


    500 ગ્રામ ખજૂર

    એક નાનો બાઉલ કાજુ

    આ પણ વાંચો: વેક્સ કરાવતા પહેલા અને પછી ખાસ રાખો આ ધ્યાન

    એક નાનો બાઉલ બદામ

    એક નાનો બાઉલ પિસ્તા

    એલચી પાવડર

    આ પણ વાંચો: આ કામ કરવાથી પુરુષોને નથી પડતી ટાલ

    ઘી

    નારિયેળનું છીણ

    બનાવવાની રીત


    ખજૂરના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ ખજૂર લો અને એને ધોઇ લો. ત્યારબાદ આ ખજૂરમાંથી ઠળિયા કાઢી લો. પછી આ ખજૂરને મિક્સરમાં અધકચરી વાટી લો અથવા તો ચપ્પાની મદદથી ઝીણી સમારી લો. ખજૂરનું કામ પૂરું થાય જાય એટલે કાજુ, બદામ અને પિસ્તાને ઝીણાં સમારી લો. આ કટકા તમારે બહુ મોટા કરવાના નથી. આ બધી જ સામગ્રી કટ થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.

    ત્યાબાદ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે પેનમાં કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરો અને ધીમા ગેસે સાંતળી લો. ડ્રાયફ્રૂટ્સ સંતળાઇ જાય એટલે ખજૂરના કટકા એડ કરી દો અને થોડીવાર માટે થવા દો. હવે ચમચાની મદદથી આ મિશ્રણને બરાબર હલાવી લો. ત્યારબાદ એલચી પાવડર નાંખો અને એકથી બે સેકન્ડ માટે થવા દો. હવે ગેસ બંધ કરી દો. મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે એના નાના-નાના લાડુ વાળી લો અને પછી નારિયેળની છીણમાં ડીપ કરી લો. તો તૈયાર છે ખજૂરના લાડુ.

    ખાસ રાખો આ ધ્યાન


    જ્યારે તમે ખજૂરના લાડુ બનાવો ત્યારે ખાસ કરીને ગેસ ધીમો રાખો. ગેસ ફાસ્ટ રાખશો તો મિશ્રણ દાઝી જશે અને સ્મેલ આવશે. આ ખજૂરના લાડુ સ્વાદમાં બહુ મસ્ત લાગે છે. તો તમે પણ ઘરે બનાવીને પ્રસાદમાં ધરાવો આ લાડુ.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri Recipe, Navratri recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन